ક્રાઇમ
બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભાઇ-બહેન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરના જંગલેશ્વરમાં બનેવી સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ સ્કુટર આડુ નાખી ભાઇ-બહેન ઉપર હુમલો કર્યો હતો. હુમલો અને અકસ્માતના કારણે ચાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ગોકુલનગર શેરી નં.1માં રહેતા સાહીલ અબ્દુલભાઇ ગોગધ (ઉ.વ.21) નામના યુવાને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સોહીલ, સુલેમાન દલ અને સમીરના નામ આવ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી સમીર ઉર્ફે સંજલાને ફરીયાદીના બનેવી આસીફ બેરૈયા સાથે ઝઘડો થયો હોય દરમિયાન ફરીયાદી તેની બે બહેન અને ભત્રીજા તૈયબાને લઇ સ્કુટર લઇ જતો હતો. દરમિયાન જંગલેશ્વરમાં નુરાની ચોક પાસે પહોંચતા ત્રણેય આરોપીઓએ બાઇક આડુ નાખતા સ્કુટર સ્લીપ ખાઇ જતા ચોય પડી ગયા બાદ આરોપીઓએ ધારીયા જેવા તિક્ષણ હથીયારથી ફરીયાદી અને તેના બહેન ઉપર હુમલો કરી માર માર્યો હતો. જેથી ચારેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.