Connect with us

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારોમાં ત્રણ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે. હાર્ટએટેક એ જાણે કોઈ રોગચાળો હોય તેમ ટપોટપ અને ચૂપચાપ લોકોના ભોગ લઈ રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ દિવસમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
હાલના દિવસોમાં રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ઘણાં લોકો રાજ્યના વિવિધ ભાગોમાં જીવ ગુમાવી રહ્યા છે. આવી જ રીતે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કુલ 3 લોકોએ આજે જીવ ગુમાવ્યા છે. જેમાં 56 વર્ષીય બહાદુર સિંહ નામના આધેડની તબિયત લથડયા બાદ બેહોશ થયા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હાર્ટએટેક આવ્યો હોય અને મોત નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ સિવાય સ્વામીનારાયણ મંદિરના સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં માહિતી પ્રમાણે પરમપ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનુ જાહેર થયું હતું. આ સિવાય ડેરવાળા ગામમાં પણ એક અન્ય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અહીં 65 વર્ષીય વૃદ્ધ ધીરજ ભાઈને પણ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં લઈ જવાયાં પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આમ તહેવારના દિવસોમાં એક જ દિવસમાં 3 લોકોના મોત થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાયો હતો. લોકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ હતી. જો કે આ બધાની વચ્ચે એક વાત એ પણ નોંધવી ઘટે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ મહિનામાં હાર્ટ એટેક થી 20 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આમ સુરેન્દ્રનગર પંથકમાં હાર્ટએટેકનો ભય વધ્યો છે.

ગુજરાત

સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં વૃદ્ધા ઓપરેશન બાદ ભાનમાં નહીં આવતાં મોત: તબીબી બેદરકારીનો આરોપ

Published

on

By

થાનના જામવાડી ગામના વૃદ્ધાના મગજનું સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધા ભાનમાં આવ્યા ન હતા. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલ દ્વારા બેભાન હાલતમાં રજા આપી દેવાતા વૃદ્ધાને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃધ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાન તાલુકાના જામવાડી ગામે રહેતા મુક્તાબેન દેવજીભાઈ ઉઘરેજા નામના 72 વર્ષના વૃધ્ધાને બીમારી સબબ સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાના મગજનું ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધાને ડાયાબીટીસની બીમારી સબબ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ વૃદ્ધાના મગજની નસ ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરવાનું કહેતા પરિવારની મંજૂરીથી તા.23 ના રોજ વૃદ્ધાના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ વૃદ્ધા ભાનમાં નહીં આવતા તબીબોએ વૃદ્ધાને બેભાન હાલતમાં રજા આપી દીધી હતી. વૃદ્ધાને બેભાન હાલતમાં પરિવાર સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃધ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

દારૂનો નાશ કરતી વખતે 606 બોટલ સેરવી લીધી: 3 પોલીસ કર્મી સામે ફરિયાદ

Published

on

By

સુરેન્દ્રનગરની ઘટના : ફોજદારે ગુનો દાખલ કરાલતા પોલીસ બેડામાં ખળભળાટ

સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરતી વખતે ત્રણ પોલીસ કર્મચારીઓએ સારી સારી બ્રાંડની 606 બોટલ વિદેશી દારૂ સેરવી લીધી હોવાનું અધિકારીઓનાં ધ્યાન પર આવતાં ત્રણેય પોલીસ કમર્ચારીઓ સામે વિદેશી દારૂની ચોરી કરવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં ખુદ પોલીસ સબ ઈન્સ્પેકટર જ ફરિયાદી બન્યા છે અને પોલીસ કર્મચારી કૃપાલસિંહ, ભાવેશ રાવલ અને ગોવિંદ નામના ત્રણ કર્મચારીઓના જ આરોપીઓ તરીકે નામ આપવામાં આવ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી કબજે કરવામાં આવેલા વિદેશીના જથ્થાનો નાશ કરતી વખતે ખુલ્લા પ્લોટમાં ગોઠવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થામાંથી સારી સારી બ્રાંડની 606 બોટલ ઉપરોકત ત્રણેય પોલીસ કર્મચારીઓએ સેરવી લીધો હતો. જેની ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં તપાસ કરી આ અંગે ત્રણેય પોલીસ કર્મચારીઓ અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે?
આમ તો પોલીસનું કામ દારૂૂ પકડવાનું હોય છે. પરંતુ જો પોલીસ જ દારૂૂની ચોરી કરે તો ? વાત છે સુરેન્દ્રરનગરની જ્યાં 3 પોલીસકર્મીઓ અને ૠછઉ જવાને દારૂૂની ચોર કરી પાટડીમાં પોલીસે પકડેલો દારૂૂ ચોર લીઘાની ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસકર્મીઓ પકડેલા દારૂૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂૂ સગેવગે કર્યો હતો.

Continue Reading

Trending