Site icon Gujarat Mirror

જેતલસરમાં નજીવી બાબતે યુવક ઉપર ત્રણ શખ્સોનો હુમલો

કલરકામ કરતા યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ

જેતલસરમાં રહેતા અને કલરકામ કરતા યુવાનને તેનાજ ગામના શખ્સે નજીવી બાબતે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અને હુમલો કરતા આ મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદને આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ ફરિયાદી સાગરભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 23, રહે. જેતલસર), જેઓ કલરકામનો વ્યવસાય કરે છે, તેઓ 4 એપ્રિલ 2026ના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ જેતલસર ગામમાં આવેલી આંબેડકર સોસાયટી પાસે ઉભા હતા.

આ સમયે ત્યાંથી પસાર થતા આરોપી જયદીપભાઈ ઉર્ફે જયલો બાબુભાઈ વાઘેલા સાથે સાગરભાઈને અગાઉના કોઈ મનદુ:ખ અથવા સામાન્ય બોલાચાલી થઈ હતી. આ નજીવી બાબતે ઉશ્કેરાઈને આરોપી જયદીપે સાગરભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી બિભત્સ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. જ્યારે સાગરભાઈએ ગાળો આપવાની ના પાડી, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતા આરોપી જયદીપ વાઘેલાએ તેની સાથે રહેલા અન્ય બે શખ્સો, અજય બાબુભાઈ વાઘેલા અને સાહિલ ગિરિરાજસિંહ વાઘેલાને બોલાવી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ ભેગા મળી સાગરભાઈ પર હુમલો કર્યો હતો.

આરોપી જયદીપે લોખંડના પાઈપ વડે સાગરભાઈના જમણા હાથના અંગૂઠા અને આંગળીઓ પર ઘા ઝીંક્યા હતા. અજય અને સાહિલ નામના શખ્સોએ સાગરભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ સાગરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત સાગરભાઈને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાર્યવાહી આ ઘટના અંગે સાગરભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે:

 

Exit mobile version