Connect with us

ગુજરાત

પાણીપૂરી ખાવા ગયેલી બે જુડવા બહેનો સહિત ત્રણ બાળકીને વીજશોક લાગ્યો: એકનું મોત

Published

on

ધ્રાંગધ્રાના હળવદ રોડ પરની ઘટના: પરિવારમાં શોક છવાયો

ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા વૃંદાવન પાર્ક પાસે પાણીપુરી લારીમાં પાણી પુરી ખાઈ રહેલી 3 બાળા પર ઉપર પસાર થતી વીજળી લાઈન તૂટી હતી. તે બાળા પર પડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જેમાં 1નું મોત થયું, 2ને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પંથકમાં ચોમાસાને લઈને અકસ્માતના બનાવ વધ્યા છે. ધ્રાંગધ્રાના હળવદ રોડ પર વૃંદાવનપાર્ક પાસે રોડ પર પાણીપુરીની લારીમાં પાણી પુરી ખાવા માટે ગયેલી 3 બાળા પર ઉપર પસાર થતી પીજીવીસીએલની ચાલુ વીજળી લાઈનનો વાયર તૂટીને પડતા ત્રણેય બાળાને શોક લાગ્યો હતો. આથી આસપાસમાંથી લોકો દોડી આવી ચાલુ વીજળી લાઈનના વાયરને ખસેડી ત્રણેય બાળાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી.

ત્યારે ફરજ પર ડોક્ટર દ્વારા ધ્યાના લાલાભાઈ સોમપુરા (ઉં.11)ને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે અન્ય 2 બાળાને ગંભીર હાલતમાં દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવી બનાવને લઈને બાળકીના પરિવારજનો સીટી પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓ દોડી ગયા હતા. ત્યારે બનાવને લઈને બાળકીના પરિવાર જનો દ્વારા ભારે હૈયાફાટ રૂૂદનને લઈને ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. 1નું મોત થતાં જુડવા બહેનો વિખૂટી પડી વીજવાયર પડતા 11 વર્ષીય ધ્યાના લાલાભાઈ સોમપુરાનું મોત થયું હતું. તેની જુડવાબેન બેન 11 વર્ષીય દીપા લાલાભાઈ સોમપુરાને ઈજા થતા દવાખાના દાખલ કરવામાં આવી હતી. બહેનપણી પ્રિયા ભાર્ગવભાઇ દવે (ઉં.12)ને ગંભીર ઈજા થતા દવાખાના દાખલ કરવામાં આવી હતી. આમ બન્ને જુડવાબેન બેહનો મા એકનુ મોત થતા બન્ને વિખૂટી પડી ગઈ હતી.

ગુજરાત

પોલીસ કર્મચારીઓની બદલી બાદ 16 PSIની આંતરિક બદલી

Published

on

By

એ ડિવિઝનના એમ.કે.મોવલિયાને ક્રાઈમ બ્રાંચ અને રીડરમાં બે પીએસઆઈ મુકાયા

સતત બીજા દિવસે માગણી મુજબની બદલીના હુકમ કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

રાજકોટમાં શહેર પોલીસ વિભાગમાં બદલી બઢતીનો દોર યથાવત હોય તેમ પોલીસ કમિશનર દ્વારા પીઆઈ અને ત્યાર બાદ એએસઆઈ ,હેડ કોન્ટેબલ અને કોન્ટેબલની માંગણી મુજબ બદલી કર્યા બાદ બીજા દિવસે 16 પીએસઆઈની માંગણી મુજબની આંતરિક બદલીના હુકમ કર્યા છે.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગત માસે હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે અને પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી સાથે બદલી કર્યા બાદ 11 પી.આઈની બદલી કરી હતી. ત્યારબાદ ગઈકાલે 44 પોલીસ કમર્ચારીઓને માંગણી મુજબ બદલી કરી આપ્યા બાદ સતત બીજા દિવસે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં 16 પીએસઆઇની આંતરિક બદલી કરવમાં આવી છે. આ બદલીમાં એ ડિવિઝનના પીએસઆઈ એમ.કે.મોવલીયાને ક્રાઈમ બ્રાંચ,માલવીયાનગરના પી.એસ.આઈ સી. એચ.વાછાણી ને ટ્રાફિક શાખામાં, ભકિતનગર પોલીસ મથકના પી. જી રોહડીયાને ગાંધીગ્રામ, ટ્રાફિક શાખાના સી.વી.ચુડાસમાને થોરાળા,કંટ્રોલના પીએસઆઈ કે.એસ.મિશ્રાને ટ્રાફિકમાં,પ્રનગરના પીએસઆઈ કે.એસ.ભગોરાને ટ્રાફિક શાખામાં, રીડર બ્રાંચના પીએસઆઈ જે.આર.સોલંકીને બી ડિવિઝન, એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એ.કે.રાઠોડને ટ્રાફિક શાખા, ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ વી.એચ.પરમારને બી ડિવિઝન, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર. ભરવાડને તાલુકા પોલીસ મથકમાં, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદરને ટ્રાફિક શાખા, બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.આઈ.શેખને તાલુકા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખાના પીએસઆઈ જે.જી.રાણાને આજીડેમ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ આઈ.આઈ. કટીયાને ટ્રાફિક શાખા, એમઓબીના પીએસઆઈ એસ.એમ. વઘાસીયાને રીડર બ્રાંચ અને એસ.એસ. સ્કવોડના પીએસઆઈ સી.એમ.કુંભાણી રીડર બ્રાંચમાં મુકવામાં આવ્યા છે.

Continue Reading

ગુજરાત

સારવારનો ખર્ચ નહીં ચૂકવવાનું વીમા કંપનીને મોંધું પડ્યું; 1.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

Published

on

By

હૃદયની નળીઓની બીમારીની સારવારની મેડીક્લેઇમની પુરતી રકમ નહિ ચૂકવ્યાની વીમા કંપની સામેની ફરિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા સારવાર ખર્ચ 6 ટકા વ્યાજ સહિત ચૂકવી દેવા યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીને હુકમ કર્યો છે.


આ કેસની હકીકત મુજબ રાજકોટના પરેશ દાવડાએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીની ફેમિલી મેડીકેર પોલીસી 2014થી 100 ટકા મેડિકલ રિસ્ક કવર સાથે લીધી હતી. દરમિયાન પરેશભાઈ દાવડાને છાતીમાં દુ:ખાવાના રિપોર્ટ કરાવાતા હદયની અમુક નળીઓ સુકાઈ ગયેલ હોય તેની બાયપાસ સર્જરી અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં કરાવવામાં આવી હતી. ત્યારબાદ પરેશભાઈએ સારવાર ખર્ચનું કલેઈમ ફોર્મ જરૂરી પેપર્સ સાથે વીમાકંપની મોકલી આપ્યું હતું. પરંતુ વીમા કંપનીએ જુદા જુદા કારણો ઉભા કરી કુલ સારવાર ખર્ચનો મેડીક્લેમ પૈકી રૂા.દોઢ લાખ ચુકવેલ ન હતા. જેથી પરેશભાઈએ વકીલ શુભમ પી. દાવડા મારફત ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ આયોગે વીમા કંપનીના કૃત્યને સ્પષ્ટ રીતે અયોગ્ય વેપાર નીતિ-રીતી અને એકટની કલમ 2(46) (6) અન્વયે ખોટુ, ભુલ-ભરેલું, ગેરકાયદેસરનું અને બદઈરાદાનું ઠરાવી ક્લેઇમમાંથી કપાત કરેલ રકમ રૂ.દોઢ લાખ 6 ટકા ચડતા વ્યાજ સાથે અને ફરીયાદ ખર્ચ રૂા.5000 ચુકવવા આદેશ કર્યો હતો.
આ કેસમાં ફરીયાદી વતી બાલાજી એસોસીએટસના શુભમ પી. દાવડા અને મિહીર પી. દાવડા રોકાયા હતા.

Continue Reading

ગુજરાત

ભગવતીપરાના પ્રૌઢને દારૂનો દૈત્ય ભરખી ગયો

Published

on

By


દારૂૂના દુષણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવવામાં ભગવતીપરાના પ્રૌઢને દારૂૂનો દૈત્ય ભરખી ગયો છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા જુમાભાઇ નરમહમદભાઈ સર્વદી નામના 46 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા. ત્યારે સાંજના ચારેક વાગ્યા અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. જુમાભાઇ સર્વદીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રૌઢ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે જુમ્માભાઈ સર્વદીનું દારૂૂ પીવાની કુટેવના કારણે મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા વાલ્મિકી વાસમાં રહેતા રમેશભાઈ ધનજીભાઈ ટીમાણીયા નામના 59 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં શ્વાસની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશભાઈ ટીમાણીયાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
ગુજરાત3 mins ago

પોલીસ કર્મચારીઓની બદલી બાદ 16 PSIની આંતરિક બદલી

ગુજરાત4 mins ago

સારવારનો ખર્ચ નહીં ચૂકવવાનું વીમા કંપનીને મોંધું પડ્યું; 1.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

ગુજરાત11 mins ago

ભગવતીપરાના પ્રૌઢને દારૂનો દૈત્ય ભરખી ગયો

ક્રાઇમ14 mins ago

રેલનગર અને શિવધામ સોસાયટીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 16 પકડાયા

ક્રાઇમ17 mins ago

નકલી પોલીસ બની BPCLના નિવૃત્ત કર્મચારી પાસેથી ટોળકીએ 1 કરોડ પડાવ્યા

ક્રાઇમ20 mins ago

દારૂના ગુનામાં ત્રણ મહિનાથી નાસતો ફરતો બૂટલેગર ઝડપાયો

ક્રાઇમ26 mins ago

રામેશ્ર્વર પાર્કમાં મકાન પર ટોળકીએ સોડા-બોટલના ઘા ર્ક્યા

ગુજરાત29 mins ago

કપડાં ધોતા પ્રૌઢા તળાવમાં પટકાતાં ડૂબી જતાં મોત

ગુજરાત31 mins ago

બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો

ગુજરાત33 mins ago

વધુ એક સહકારી સંસ્થામાં મેન્ડેટનો ઉલાળિયો

ગુજરાત2 days ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

કચ્છ2 days ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

આંતરરાષ્ટ્રીય23 hours ago

નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ

ગુજરાત23 hours ago

કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ

ગુજરાત23 hours ago

ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ

Sports2 days ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય

ગુજરાત5 hours ago

સુરત બાદ ભરુચમાં પથ્થરમારો, ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે જૂથના લોકો વચ્ચે ઘર્ષણ થતાં તંગદિલી

કચ્છ1 day ago

કચ્છના કાસેઝના ગોદામમાંથી 3.16 લાખની સોપારીની ચોરી

આંતરરાષ્ટ્રીય23 hours ago

અમેરિકામાં કોરોનાનો કહેર, એક અઠવાડીયામાં 1500થી વધુ મોત

Trending