Site icon Gujarat Mirror

આ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુ

 

પાકિસ્તાનમાં ભારતે જે મિસાઈલ એટેક કર્યો છે. તેના પર સમગ્ર દેશમાંથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે તેમાં કથાકાર મોરારીબાપુએ પણ પ્રતિક્રિયા આપી છે. ભારત દ્વારા એરસ્ટ્રાઇકને લઈને મોરારીબાપુએ ચાલુ કથા દરમિયાન પ્રતિક્રિયા આપી છે. ભારત પર આતંકી હુમલો કરનારા સામે મોરારીબાપુ કહ્યું કે આ તો માત્ર પ્રયોગ છે. આ પ્રયોગમાં દેશનાં વીર, ધીર અને ગંભીર પ્રધાનમંત્રીને આપ્યા અભિનંદન. દેશનાં સરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ તેમજ જળ, થલ અને વાયુ સેનાનાં ત્રણેય પાંખને બિરદાવ્યા. મોરારીબાપુ બાપુએ કહ્યું કે હુમલો શબ્દ નહિ કહું આ માત્ર પ્રયોગ છે.ભારતીય સેના એ જે પ્રયોગ કર્યો છે તે પાકિસ્તાન કે પાકિસ્તાન ની સેના પર નહિ પરંતુ આતંકવાદી અને તેમનાં આકાઓ પર પ્રયોગ કર્યો છે.

Exit mobile version