કેન્દ્ર સરકાર ખુલાસો કરે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ શરૂ
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘામાં હવે સિંધુ નદીના મુદ્દે રાજકારણ શરૂૂ થયું છે. પાકિસ્તાન સામે કડક વલણ દર્શાવતી કેન્દ્ર સરકારની જાહેરાત પછી, સિંધુ નદીના પાણી અંગેનો વિવાદ નવા ચરમસીમાએ પહોંચ્યો છે. છે.
પાણીના સ્ત્રોતને બંધ કરવાની વ્યવસ્થા નથી, લોકોને ગેરમાર્ગે ન દોરો કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે જણાવ્યું કે, જળ સંપતિ મંત્રી સી.આર પાટીલે સિંધુ નદીનું પાણી બંધ કરવાનું નિવેદન આપ્યું છે. આ મુદ્દાને લઈને દેશભરના અનેક લોકો પોતાના નિવેદનો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, દેશ પાસે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપતા અટકાવવા માટે કોઈ વ્યવસ્થા નથી. લોકોને આ મુદ્દે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે હું કહેવા માંગુ છું કે, આ પ્રકારની શંકા જ્યારે દેશભરમાં ઊભી થતી હોય ત્યારે કેન્દ્ર સરકારે આનો ખુલાસો કરવો જોઈએ અને સ્પષ્ટતા કરવી જોઈએ કે, તેઓ સિંધુ નદીનું જળ કેવી રીતે બંધ કરી રહ્યા છે?
સરકાર પોતાના લીધેલા નિર્ણયની સ્પષ્ટતા કરે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને પાણી માટે મોહતાજ થઈ થવું પડશે, તે પ્રકારનો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને જળ સંપત્તિ મંત્રી સી.આર.પાટીલે પણ મંચ ઉપરથી અને મીડિયા સમક્ષ સિંધુ નદીનું જળ પાકિસ્તાનને આપવામાં નહીં આવે તે પ્રકારની વાત કરી છે પરંતુ, હવે આ મુદ્દે રાજકારણ ચરમ સપાટી પર આવી ગયું છે. કેન્દ્ર સરકારના મુદ્દાને લઈને ભાજપ-કોંગ્રેસ સામે આવીને સરકારે લીધેલા નિર્ણયની સ્પષ્ટતા કરવા માટે પડકાર ફેંકવામાં આવી રહ્યો છે.

