Connect with us

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં દેશળ ભગતની જગ્યામાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે

Published

on

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રામાં શહેરની ભાગોળે જી. આઇ. ડી. સી સામે ખવાસ રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજોની શ્રધ્ધાના હેતુ સમાન સંત દેશળધામમાં ભવ્ય મંદિર નિર્માણનું કામ પૂર્ણતા તરફ છે વર્ષ 2024ના પ્રારંભે સંભવિત માર્ચમાં સ્થાપનાના નવા રૂપરંગ સાથે દિવ્ય ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. મંદિર નિર્માણ માટે રાજકોટના મવડી નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ભલાભાઈ ચૌહાણ (મો. 9825261661) અને તેમના સાથીદારો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. ભલાભાઈ સંચાલીત મવડી એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્યામનગર એજ્યુકેશન ટ્રસ્ટનો મુખ્ય સહયોગ છે.
ભલાભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ધાંગધ્રામાં રાજાશાહી વખત થી 2 એકર જગ્યામાં દેશળબાપુ અને લાલ બાપુની સમાધીનું સ્થાનક આવેલ છે. સમગ્ર સંકૂલનું નવીનીકરણ થઈ રહ્યું છે. જર્જરિત મંદિરની જગ્યા એ વિશાળ નવું મંદિર બનાવવામાં આવ્યું છે. બંને સમાધી મંદિરની સાથે જ બનાવવામાં આવેલા મંદિરોમાં શિવ પાર્વતી, રાધાકૃષ્ણ અને રામ, લક્ષ્મણ, જાનકી સાથે હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. કલાત્મક મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ છે. માર્ચ મહિનામાં શાસ્ત્રોગત વિધિ સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્રણ દિવસના મહોત્સવમાં પાંચ લાખથી વધુ લોકો તેવા પ્રયાસો છે. મહોત્સવના પ્રથમ દિવસે દર્શનીય શોભાયાત્રા નીકળશે. મંદિર નિર્માણનું કામ અંતિમ ચરણમાં છે.
સંત દેશળધામમાં મહોત્સવ વખતે લાખો લોકોની હાજરીને ધ્યાને રાખીને ઉતારા,ભોજન, ચા-પાણી,પાર્કિંગ,સમિયાણો વગેરેની વ્યવસ્થા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે સ્થાનિક અને રાજ્યભરમાંથી તેમજ રાજ્યબહારથી મોટી સંખ્યામાં ભાવિકો આવનાર છે. વ્યવસ્થા સંબધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને નિમંત્રિત કરવામાં આવશે. મહોત્સવના ત્રણેય દિવસ રાત્રે નામાંકિત કલાકારોના લોકડાયરા યોજવામાં આવશે. સમગ્ર મહોત્સવ અંગે ભાવિકો અને સ્વયંસેવકોમાં હરખની હેલી છે.

ગુજરાત

સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર સિવિલ એન્જિનિયર કે 12 ચોપડી પાસ ?

Published

on

By

  • કોંગ્રેસે બાયોડેટા અને એફિડેવિટમાં અલગ અલગ શિક્ષણ બાબતે મતદારોને લલચાવવાનો આરોપ લગાવ્યો

તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન ક્ધફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાંક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવો જ એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સાથે બન્યો છે. તેમના પર કોંગ્રેસ દ્વારા ડિગ્રી અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવાયાનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી બી.ઈ.સિવિલ એન્જિનિયર દર્શાવી હતી. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ 12 પાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ મામલો સામે આવતાં જ કોંગ્રેસે આરોપબાજી શરૂૂ કરી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડિગ્રી ન હોવા છતાં ચંદુભાઈએ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યો હતો. જોકે વિવાદ વધતાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈએ ખુલાસો કર્યો કે તેમણે બી.ઈ.સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો. એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ વતી ઋત્વિક મકવાણાએ આ મામલે નિશાન તાકતાં કહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારોની ડિગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Continue Reading

ગુજરાત

ધ્રાંગધ્રા પંથકમાં ડેન્ગ્યુના કેસમાં વધારો: બાળકોને ઝાડા-ઊલટીનું ઇન્ફેક્શન

Published

on

By

ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા બે દિવસથી બીમાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સામાન્ય દિવસો કરતા છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુ, તાવ અને ઝાડા ઊલ્ટી જેવા કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને નાના બાળકોના ખાનગી હોસ્પિટલોમાં મોટાભાગના બાળકોને ઝાડા અને ઊલ્ટી જેવા વાઇરલ ઇન્ફેક્શન હોવાનું જસમે આવ્યું હતું.

જ્યારે આ મામલે ધ્રાંગધ્રા શહેરમાં બાળકોનું ખાનગી હોસ્પિટલ ધરાવતા બાળકોના તજજ્ઞ તબીબ ડો. નિલેશભાઈ સંઘવી દ્વારા જણાવાયું હતું કે શિયાળાની સીઝન હાલમાં જ પૂર્ણ થઈ ચૂકી છે અને ગરમીની સીઝન શરૂૂ થઈ છે પરંતુ એક સાથે ગરમીનો પારો ઉપર જતાં જ નાના બાળકોનું શરીર આ પ્રકારની પરિસ્થિતિ સહન કરવા સમકક્ષ હોતું નથી અને રોગ પ્રતિકારક શકિત પણ ઓછી હોય છે જેના લીધે આ પ્રહરની ઋતુ બદલવાના લીધે નાના બાળકોને કોઈને કોઈ બીમારી સપડી લે છે. આ તરફ બાળકોની સાથે અન્ય લોકોના પણ ડેન્ગ્યુ જેવા કેસ સામે આવ્યા છે જેમાં માત્ર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેતા લગભગ 20થી વધુ કેસ હોવાનું જણાવ્યું છે ત્યારે આ તમામ બીમારી પાછળ હાલમાં જ થયેલ માવઠું જવાબદાર હોવાનું સ્થાનિક તબીબો દ્વારા જણાવાયું હતું.

Continue Reading

ગુજરાત

સોમા ગાંડા ફરી ભાજપમાં, પાટીલના હાથે ખેસ કર્યો ધારણ

Published

on

By

  • ભાજપ-કોંગ્રેસ-ભાજપની લાંબી રમત

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડાભાઇ પટેલે ફરી એક વખત પક્ષપલ્ટો કર્યો છે અને વધુ એક વખત ભાજપમાં જોડાઇ ગયા છે.આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પરટીલના હસ્તે સોમાભાઇ પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

આ અગાઉ સોમાભાઇ પટેલ ભાજપ-કોંગ્રેસ-ભાજપની સંતાકુકડી રમી ચૂકયા છે અને છેલ્લે લોકસભાની સુરેન્દ્રનગર બેઠક માટે તેમણે કોંગ્રેસની ટિકિટની પણ માંગણી કરી હતી પરંતુ સોમા ગાંડાને કોંગ્રેસે બે વર્ષ અગાઉ જ પક્ષમાંથી હાંકી કરાયા હોય, ટિકિટ નહીં આપતા સોમાભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું નાટક કર્યુ હતુ.જોકે આ નાટકનો ભાંડો ફૂટી ગયો હતો.અંતે આજે પૂર્વ જાહેરાત વગર જ સોમાભાઇ પટેલે ફરી ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

Continue Reading

Trending