Connect with us

rajkot

રક્તનો દરિયો વહાવનાર રકતદાતા- કેમ્પને સફળ બનાવનાર સૌનો આભાર માનતો ઉકાણી પરિવાર

Published

on

રાજકોટના કવિ અમૃત ધાયલ હોલ ખાતે તાજેતરમાં ઉધોગઋષી મૌલેશભાઈ ઉકાણીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિ દ્વારા યોજાયેલ વિશ્વબંધુ મહા રક્તદાન મહોત્સવમાં રેકોર્ડબ્રેક રક્તદાન કરીને કાર્યક્રમને અપ્રતિમ સફળતા આપવા બદલ સર્વધર્મ સમિતિ વતી મુકેશભાઇ દોશી અને ડી.વી.મહેતા એ તમામ સંસ્થાઓ, જ્ઞાતીઓ, બલ્ડ બેંકો, સ્વયં સેવકોનો આભાર વ્યકત કર્યો છે.
મુકેશભાઈ દોશી અને શ્રી ડી .વી. મહેતાની આગેવાનીમાં રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિના નેજા હેઠળ જે 48 થી વધુ જ્ઞાતીઓ અને 70 થી વધુ સંસ્થાઓ દ્વારા આ મહોત્સવને અભુતપૂર્વક સફળતા અપાવા બદલ તમામ લોકોને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કરે છે. વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં કડવા પાટીદાર સમાજ, સમર્પણ ચેરીટેબલ, ટ્રસ્ટ દીકરાનું ઘર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મેટોડા જીઆઇડીસી, આજી જીઆઇડીસી, શાપર વેરાવળ જીઆઇડીસી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગાર્ડી વિદ્યાપીઠ, આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આર.કે યુનિવર્સિટી, વિવેકાનંદ યુથ ક્લબ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સમસ્ત મોઢ વાણિક સમાજ, સમસ્ત જૈન સમાજ, લોહાણા યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ, સૌરકર્મ સમાજ, રાજકોટ સમાજ, વાત્સલ્ય ટ્રસ્ટ, ગીતાંજલી કોલેજ, ભાલોડીયા કોલેજ, હરીવંદના કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એનિમલ હેલ્પલાઇન.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો, સમસ્ત સોની સમાજ, વી.વાય.ઓ, યુનાઇટેડ કેર, નાઈસ એન્ડ ન્યુ, કે પી એસ ક્લબ, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, પંચનાથ હોસ્પિટલ, કણસાગરા મહિલા કોલેજ, પુરુષાર્થ યુવક મંડળ, રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશન, સમસ્ત આહિર સમાજ, ગાધીયા ફિનસર્વ, રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ, સરગમ ક્લબ રાજકોટ, વાત્સલ્ય ટ્રસ્ટ-રાજકોટ, ઉમિયા મહિલા સંગઠન, ઉમિયા યુવા ફાઉન્ડેશન, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોદેદારો તથા કારોબારી સભ્યઓ, દાઉદી વ્હોરા સમાજ, પી. ડી. માલવીયા કોલેજ, સર્વોદય એજ્યુકેશન નેટવર્ક, સમસ્ત સિંધી સમાજ, ઉમિયા પદયાત્રીક પરિવાર રાજકોટ, ઉમિયા ધામ સીદસર, યુ વી ક્લબ, રાજકોટ ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશન, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સીટી પોલીસ જેવા અનેક સમાજ અને સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક ક્ષેત્રની નામાંકિત સંસ્થાઓ જોડાઈને આ મહા રકતદાન કેમ્પના અયોજનને સફળ બનાવ્યું તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આયોજક સમિતિ દ્વારા રાજકોટની તમામ બ્લડ બેન્કો જેવી કે રાજકોટ વોલિયન્ટરી બેલ્ડ બેન્ક, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક, ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલિયન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક સહિતની તમામ બ્લડ બેંકોનો, નર્સીંગ સ્ટાફ તેમજ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાર્ડી વિદ્યાપીઠના હોમિયોપેથ, આયુર્વેદ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, કડવા પાટીદાર સમાજ સહીત અનેક શૈક્ષણિક, સામાજીક અને સેવાકિય સંસ્થાઓના સભ્યો કે જેમણે વ્યવસ્થામાં જોડાઇ વોલિએન્ટર્સ તરીકે સેવા આપી હતી તે તમામનો આભાર માન્યો છે. આ તકે મૌલેશભાઈ ઉકાણી અને તેમના પરિવારે રાજકોટની દિલાવર જનતા કે જેમણે 10 લાખ સીસી થી વધુ રેકોર્ડબ્રેક રક્તદાન કરીને સામાજીક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે તે તમામ વ્યક્તિનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

rajkot

એરપોર્ટ માટેની બસ બંધ, બમણા ભાડા ચૂકવવા મુસાફરો મજબૂર

Published

on

By

અમદાવાદ હાઇ-વે પર શહેરથી 35 કિમી દુર આવેલા આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખાતે જવા માટે એસ.ટી વિભાગ દ્વારા રાજકોટ ડેપોથી 22 જેટલી એસી બસો દર બે કલાકે દોડાવવામાં આવી રહી છે. જે એકાએક બંધ કરી દેતા મુસાફરો એરપોર્ટ જવા માટે બમણું ભાડું ચૂકવવા મજબૂર થવા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ સમિટમાં તમામ 22 એસી બસો મોકામ દેવામાં આવી હોય રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી દોડતી બસો બંધ કરી દેવામાં આવી છે.જ્યારે અન્ય અધિકારીઓએ જણાવ્યુ હતું કે બસ મેઇન્ટેન્સ માટે મોકલવામાં આવી હોવાથી તા.13 જાન્યુઆરી સુધી સંચાલન બંધ રાખવામાં આવ્યું છે. જયારે તા.14 જાન્યુઆરીથી ફરીથી રાબેતા મુજબ એસી બસનું એરપોર્ટ સુધી સંચાલન કરવામાં આવશે.

વધુમાં કહ્યું હતું કે અન્ય બસોની હાઇ-વે સુધીની સેવા શરૂ જ છે. પરંતુ હાઇ-વેથી એરપોર્ટનું અંતર 4થી 5 કિલોમીટર અંદર હોવાથી હાઇ-વે પર ઉતરી અંદર જામાટ.

Continue Reading

rajkot

સગાડિયા પાસે ચાલી રહેલા દારૂના કટિંગ વખતે ત્રાટકી પોલીસ: 1392 બોટલ કબજે

Published

on

By

ધ્રોલના સગાડીયા ગામ પાસે ગઈકાલે વહેલી સવારે ચાલી રહેલા અંગ્રેજી શરાબના કટીંગ વખતે પોલીસ ત્રાટકી હતી. ત્યાં પડેલી એક મોટરમાંથી દારૃની નાની મોટી બોટલ તથા બીયરના 250 ટીન મળી કુલ 1392 બોટલ કબજે કરાઈ છે. પોલીસને જોઈને મોટરનો ચાલક નાસી ગયો હતો. મોરકંડા પાટિયા પાસેથી બાઈકમાં પાંચ ચપટા લઈને જતાં બે શખ્સ ઝડપાઈ ગયા છે. જોડિયા પાસેથી પોણી બોટલ સાથે એક શખ્સ પકડાયો છે.
ધ્રોલ તાલુકાના સગારીયા ગામમાં કેનાલ પાસે ગઈકાલે અંગ્રેજી દારૃનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમી ધ્રોલના હે.કો. ધર્મેન્દ્ર વઘોરા, વનરાજ ગઢાદરાને મળતા પીએસઆઈ પી.જી. પનારાને વાકેફ કરાયા પછી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે વહેલી સવારે સગારીયા ગામથી કેનાલ તરફ જતાં રસ્તા પર સરકારી ખરાબામાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે સફેદ રંગની જીજે-3-એલબી 3032 નંબરની ઈકો મોટર ઉભેલી જોવા મળી હતી. તે મોટરમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. આ સમયે જ પોલીસને આવી ગયેલી જોતા મોટરનો ચાલક મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો. પોલીસે મોટરની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 696 મોટી બોટલ, 408 નંગ અડધીયા, બીયરના 288 ટીન મળી કુલ 1392 બોટલ મળી આવી હતી.
અંદાજે રૃા.4,78,800ની કિંમતનો દારૃનો જથ્થો, રૃપિયા અઢી લાખની ઈકો મોટર મળી કુલ રૃા.7,28,800નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. મોટરના નંબર પરથી તેના માલિક તેમજ ચાલક અને અન્ય વિગતો મેળવવા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા મોરકંડા ગામના પાટિયા નજીકથી ગઈકાલે સાંજે જીજે-10-ડીએલ 503 નંબરનું બાઈક જઈ રહ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલા પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે તે ડબલ સવારી બાઈકને રોકાવી તલાશી લેતાં તેના ચાલક મોટા થાવરીયા ગામના વિશાલ મુકેશભાઈ મકવાણા તથા હિતેન પ્રવીણભાઈ મકવાણા નામના શખ્સો પાસેથી અંગ્રેજી શરાબના પાંચ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા બાઈક મળી રૃા.50625 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સોએ વિક્કી પરમાર પાસેથી દારૃ મેળવ્યાની કબૂલાત આપી છે. પોલીસે તેની શોધખોળ આદરી છે.
જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટિયા પાસે ઓવરબ્રિજ પરથી ગઈકાલે સાંજે જઈ રહેલા વાલાભાઈ મચ્છાભાઈ ધ્રાગીયા નામના શખ્સની પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી દારૃ ભરેલી પોણી બોટલ મળી આવી છે. પોલીસે બોટલ કબજે કરી વાલાભાઈની ધરપકડ કરી છે.

Continue Reading

Trending