Connect with us

ગુજરાત

વિપ્ર બંધુઓ ઉપર હુમલો કરનાર ત્રણ ટપોરીને લીમડાની કડવાણી ચખાડાઈ

Published

on

ઓઈ માડી, ઓઈ બાપલિયાના ભાંભરડા સંભળાયા, એક આરોપીનું પેન્ટ ભીનું થઈ ગયું !

રાજકોટના કરણપરામાં બે દિવસ પહેલા બે વિપ્ર બંધુઓ ઉપર સરાજાહેર ધોકાવાળી કરી ખુની હુમલો કરનાર રણજીત ચાવડીયા અને તેના પુત્ર સહિત ત્રણ શખ્સોંને પોલીસે ઝડપી લઈ ડીસીબી બ્રાન્ચના પ્રખ્યાત લીંબડાને આલીંગન કરાવી લીંબડાની કડવાણીનો શ્ર્વાદ ચખાડયો હતો અને ઓઈમાડી, આઈ બાપલીયાનો બેસૂરો રાગ છેડાવતા પોલીસનો પરચો જોઈ ત્રણ પૈકી એક આરોપીનું પેન્ટ ભીનુ થઈ ગયું હતું. લાંબા સમય પછી પોલીસ અસલ રંગમાં જોવા મળી હતી.

રાજકોટના કરણપરા વિસ્તારમાં રહેતા અને કોર્પોરેશનમાં નોકરી કરતાં આશીષ ચંદ્રકાંત પંડયા (ઉ.50) અને રાજેશ ચંદ્રકાંત પંડયા (ઉ.48) ગત તા.17ને મંગળવારે રાત્રે ઘર પાસે બેઠા હતાં ત્યારે બાઈકમાં ધસી આવેલા નામચીન રણજીત ભુપત ચાવડીયા તેનો પુત્ર હાર્દિક ઉર્ફે પપ્પુ રણજીત ચાવડીયા, ભત્રીજો મોહિત ચાવડીયા અને અમીત ચાવડીયાએ બન્ને વિપ્ર બંધુ પર ધોકા પાઈપ વડે સરાજાહેર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે કોર્પોરેશનના કર્મચારી આશીષ પંડયાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી રણજીત ચાવડીયાના કૌટુંબીક ભાઈ નરેશ નારણ ચાવડીયા ઉર્ફે નંદાભગત સાથે ફરિયાદીને મિત્રતા હોય અને પારિવારીક સંબંધ હોય જેના કારણે અવારનવાર એક બીજાને મળતાં હતાં. જે આરોપી રણજીત ચાવડીયાને પસંદ ન હોય આ બાબતે માથાકુટ ચાલી આવતી હતી.

બનાવના દિવસે વિપ્ર બંધુ ઘર પાસે બેઠા હતા ત્યારે ‘કેમ સામુ જોવે છે તેમ કહી’ બાઈકમાં ધસી આવેલા રણજીત ચાવડીયા સહિતના શખ્સોએ સરાજાહેર વરવી ગુંડાગીરી આચરી વિપ્ર બંધુને બેફામ માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રણજીત ભુપત ચાવડીયા તેનો પુત્ર હાર્દિક ઉર્ફે પપ્પુ ચાવડીયા અને ભત્રીજા અમીત ચાવડીયાની પોલીસે ધરપકડ કરી હતી. આજે સવારે આ ત્રણેય આરોપીઓને પોલીસ કમિશનર કચેરીમાં લઈ આવવવામાં આવ્યા હતાં. જ્યાં ક્રાઈમ બ્રાંચ દ્વારા જાહેરામાં ગુંડાગીરી આચરી કાયદાના ધજાગરા ઉડાવનાર ત્રણેય શખ્સોને કાયદાનું ભાન કરાવી લીમડાની કડવાણીનો સ્વાદ ચખાડયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં વિપ્ર બંધુ પર હુમલો થયો ત્યારે સાથે રહેલા ચોથા આરોપી મોહિત ચાવડીયાને તેના જ કાકાનો ધોકો જડબામાં લાગી જતાં તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

rajkot

ગોંડલ ખાતે નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતાનો કાલથી પ્રારંભ

Published

on

કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજીની સુચના તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્રીય કિસાન મોરચા દ્વારા નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જીલ્લામાં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પાર્ધાનું આયોજન કરેલ છે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા તા.5 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભાના કુલ 16 મંડલો (તાલુકાન)ની કબડ્ડી ટીમો વચ્ચે ઉપરોકત પ્રતિયોગીતા એશિયાટિક એન્જીનીયરીંગ કોલેજ, ગોંડલ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તેમજ અતિથી વિશેષઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળિયા, ભાનુબેન બાબરિયા, સાંસદઓ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઇ માંકડિયા, પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટ, એશિયાટિક કોલેજના પ્રમુખ ગોપાલભાઇ ભુવા સહિતનાઓ જોડાશે.
નમો કિસાન કબડ્ડી પ્રતિયોગીતા સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહતિ કરવા અને પ્રેરણાસ્ત્રોત બનવા માટે રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી વનરાજસિંહ ડાભી, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઇ ઠુંમર, મહામંત્રી અનિરુધ્ધસિંહ ડાભી, વલ્લભભાઇ રામાણી તથા જીલ્લા કિસાન મોરચાના હોદેદારો, જીલ્લા કારોબારી સભ્ય, મંડલના પ્રમુખ-મહામંત્રીઓએ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જે યાદીમાં જણાવ્યું હતું.

Continue Reading

ગુજરાત

દરેકને ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે: મુખ્યમંત્રી

Published

on

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જે બાદ અમદાવાદ સહિત દેશભરમાં ભાજપના કાર્યાલયમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપની જીતની ઉજવણીમાં સામેલ થયા હતા.
ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પહોંચ્યા હતા. જેમણે 3 રાજ્યોમાં ભાજપની જીતને વધાવી લીધી હતી. આટલું જ નહીં, તેમણે ફટાકડા ફોડીને અને મીઠાઈ ખવડાવીને ભાજપની જીતની ઉજવણી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 રાજ્યોમાં ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકીને જીત અપાવી છે. હવે દરેકને ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે. દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધે તે માટે પ્રયત્ન થશે.

Continue Reading

ગુજરાત

ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી રૂા.50 લાખની જીએસટીની ચોરી ઝડપાઇ

Published

on

અમદાવાદમાં દિવાળી પહેલાથી ઇન્કમટેક્સ અને જીએસટી દ્વારા વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જ જીએસટીના અધિકારીઓએ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલી ટેક્સ નહીં ભરનાર મોટી હોટલ પર દરોડા પાડીને તપાસ કરી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારોમાં કરોડો રૂૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનાર અને ટેક્સ ચોરી કરનાર ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટી ચોરી સામે આવી છે. હજુ તપાસ ચાલી રહી છે.
દિવાળીમાં ડ્રાયફ્રૂટનો કરોડો રૂૂપિયાનો વેપાર થયો છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો વેપલો કર્યો હોવા છતાં મોટા વેપારીઓએ જે જીએસટી ચૂકવવાની થાય તે ચૂકવી નથી. જેને કારણે ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરીને અમદાવાદના મોટા ડ્રાયફ્રૂટ્સના વેપારીઓની ઓફિસો અને દુકાનો ધરાવે છે. ત્યાં દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂૂ કરી છે. 50થી વધુ જગ્યાએ ચાલી રહેલી તપાસમાં જીએસટીના અધિકારીઓને 50 લાખ રૂૂપિયાની જીએસટી ચોરીની વિગતો મળી છે.
હજુ આ વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ અને મીઠાઈની દુકાનોવાળા તેમજ અન્ય વેપારીઓને ત્યાં પણ તેની તપાસનો રેલો પહોંચે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. સ્ટેટ જીએસટી દ્વારા ચાલુ વર્ષે બિલ્ડરો, કોસ્મેટિક સુવિધા પૂરી પાડતી એજન્સીઓ અને દવાખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલનાર હોટલ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ દરોડામાં કરોડો રૂૂપિયાની કરચોરી સામે આવી રહી છે. હજુ બોગસ બિલિંગ અને અન્ય પ્રકરણની તપાસ ચાલુ છે. ત્યારે જ ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડીને તપાસ શરૂૂ કરાઇ છે. વધુ તપાસ જીએસટી ચોરી સામે આવે તેવી સંભાવના છે.

Continue Reading

Trending