આંતરરાષ્ટ્રીય
ડ્રગ્સનો ઓવરડોઝ લઇ હમાસના આતંકીઓએ નરસંહાર કર્યો

હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે તેઓ નશામાં હતા. મળતી માહિતી મુજબ આતંકીઓએ જે ડ્રગનું સેવન કર્યું હતું તે કેપ્ટાગોન હતું.
એવું કહેવાય છે કે આ દવા દક્ષિણ યુરોપમાં તૈયાર કરવામાં આવી છે, જે સિન્થેટિક એમ્ફેટામાઈન પ્રકારનું ઉત્તેજક છે. ત્યાંથી તુર્કી થઈને અરબ દ્વીપકલ્પમાં તેની દાણચોરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર લગભગ 5000 મિસાઈલો છોડી હતી.
ઈઝરાયેલમાં જીવ ગુમાવનારા ઘણા આતંકવાદીઓના ખિસ્સામાંથી આ ડ્રગની ગોળીઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગને ગરીબોનું કોકેન કહેવામાં આવે છે. તેનું સેવન કર્યા પછી આતંકવાદીઓએ કંઈપણ અનુભવવાનું બંધ કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે તેઓએ લોકોને અત્યંત ક્રૂરતાથી મારી નાખ્યા. એટલું જ નહીં, આ નશાની અસર એવી હતી કે આતંકવાદીઓ કલાકો સુધી સતર્ક રહેતા હતા અને તેમની ભૂખ પણ મરી ગઈ હતી.
કેપ્ટાગોનનું નામ પહેલી વાર 2015માં ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ ISIS આતંકવાદી હુમલા દરમિયાન ડર દૂર કરવા માટે આ દવાનું સેવન કરતી હતી. ISIS જેવા આતંકવાદી સંગઠનોનો પ્રભાવ ઓછો થતાં લેબનોન અને સીરિયાએ બાગડોર સંભાળી. આ પછી તેણે મોટા પાયે દવાનું ઉત્પાદન અને વિતરણ કરવાનું શરૂૂ કર્યું. આમાં, આ ડ્રગ્સ ગાઝાના યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની હતી. આ દવા Captagonની કિંમત અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે. જ્યારે ગરીબ દેશોમાં તે માત્ર એક કે બે ડોલરમાં ઉપલબ્ધ છે, જ્યારે સમૃદ્ધ દેશોમાં તેની કિંમત પ્રતિ ગોળી 20 સુધી પહોંચી જાય છે.
મળતી માહિતી મુજબ કેપ્ટાગોનની દાણચોરી ISISના સભ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. તે સીરિયા માટે પણ આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે, જેને હિઝબુલ્લાહનું સમર્થન પણ છે. અંદાજો અનુસાર, 2020માં એકલા સીરિયામાંથી કેપ્ટાગોનની નિકાસ ન્યૂનતમ 3.5 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ સીરિયાના કાનૂની નિકાસ ઉદ્યોગોના સંયુક્ત મૂલ્ય કરતાં પાંચ ગણું હતું. આમાં હિઝબુલ્લાહની ભાગીદારી પણ સામેલ છે.
આંતરરાષ્ટ્રીય
કેનેડામાં હિન્દી ફિલ્મના શો દરમિયાન સિનેમા ગૃહમાં કેમિકલ એટેક જેવી ઘટના

કેનેડાના ત્રણ થિયેટરોમાં હિન્દી ફિલ્મના શો દરમિયાન ભારતીય સમુદાયના લોકો ઉપર કેમીકલ એટેક જેવી ઘટના બની છે. ત્રણ સિનેમામાં ચાલુ શો એ બુકાનીધારી શખ્સોએ સ્પ્રે છાંટતાં નાસભાગ મચી જવા પામી હતી અને લોકોને ઉધરસ સાથે શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હતી. કેનેડામાં ખાલિસ્તાન આતંકવાદીઓના વિવાદ બાદ ગ્રેટર ટોરેન્ટો એરીયામાં ભારતીય ફિલ્મો દર્શાવી રહેલા ત્રણ થિયેટરમાં અચાનક જ ઘુસી આવેલા અજાણ્યા શખ્સોએ સિનેમા હોલમાં કોઇ ભેદી સ્પ્રે છાંટીને આતંક મચાવવાની કોશીષ કરી હતી અને તેના કારણે પ્રેક્ષકો પણ થોડો સમય ગભરાય ગયા હતા અને સિનેમા હોલ પણ ખાલી કરાવવાની ફરજ પડી હતી. કેનેડીયન પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ યોર્ક રિજિયોનલ પોલીસ એરીયામાં બની હતી.
ગ્રેટર ટોરોન્ટો એરીયામાં આવેલા થિયેટરોમાં હિન્દી ફિલ્મ દર્શાવાઇ રહી હતી તે સમયે થિયેટરમાં 200ની આસપાસ પ્રેક્ષકો પણ મોજુદ હતા જેમાં મોટા ભાગના ભારતીયો હતા અને ઓચિંતા જ ધસી આવેલા માસ્ક પહેરેલા લોકોએ થીયેટરમાં ભેદી કેમીકલ સ્પ્રે કરીને ગભરાટની સ્થિતિ પેદા કરી હતી.
આંતરરાષ્ટ્રીય
ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ, 14 વિદ્યાર્થીઓ બળીને ભડથું, 18 ઘાયલ

ઈરાકના ઉત્તરી શહેર એર્બિલમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 14 વિધાર્થીના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે. આ ઘટના ગઈ કાલે (8 ડિસેમ્બર) સાંજે બની હતી. સોરાનના આરોગ્ય નિર્દેશાલયના વડા કામરામ મુલ્લા મોહમ્મદના જણાવ્યા અનુસાર, એર્બિલની પૂર્વમાં આવેલા નાના શહેર સોરાનમાં એક બિલ્ડિંગ (હોસ્ટેલ)માં આગ લાગી હતી. સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.
સ્થાનિક સમાચાર એજન્સી રૂડાએ જણાવ્યું હતું કે શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રૂડાવના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ વિસ્તાર કુર્દીસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી છે.
ઇરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે
ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યો છે. આનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.
ભૂતકાળ અકસ્માતોથી ભરેલો છે
ઈરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે. જો કે આ ઘટનાઓ કોઈપણ દેશમાં બની શકે છે, પરંતુ ઈરાકમાં આવા અકસ્માતોમાં લોકો સૌથી વધુ જીવ ગુમાવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ નથી. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય
સૈયદના સૈફુદ્દીનને પાક.નું સર્વોચ્ચ સન્માન

દાઉદી વોહરા સમાજના ધાર્મિક નેતા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને પાકિસ્તાને સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સમ્માનિત કર્યા છે. તે આ સન્માન મેળવનારા ચોથા ભારતીય બન્યા છે. આ સમ્માન તે લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તર પર નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા બતાવી હોય. માનવીય કાર્યો માટે પણ આ સમ્માન આપવામાં આવે છે.
પાકિસ્તાને આ સમ્માન 1990માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ, 1998માં એક્ટર દિલીપ કુમાર અને 2020માં કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને આપ્યુ હતું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સૈયદનાને સમ્માનિત કર્યા હતા. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન તેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યુ કે તેમણે હેલ્થ, એજ્યુકેશન અને પર્યાવરણમાં યોગદાન માટે સમ્માન આપવામાં આવ્યું છે. આ સિવાય વિશ્વમાં શાંતિનો સંદેશ આપવા માટે પણ તેમણે સમ્માનિત કરાયા છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સૈયદનાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેમણે પાકિસ્તાનમાં કેટલાક અલગ અલગ પ્રયાસ કર્યા છે, જેનાથી દેશના સામાજિક આર્થિક વિકાસને ગતિ મળી છે.સૈયદના 20 નવેમ્બરે પાકિસ્તાન સરકાર અને દાઉદી વોહરા સમાજના આમંત્રણ પર પાકિસ્તાન પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેમણે કરાચી યૂનિવર્સિટીમાં સૈયદના સૈફુદીન સ્કૂલ ઓફ લોનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. પાકિસ્તાનમાં વોહરા સમાજની થોડી વસ્તી છે અને ખાસ કરીને તે કરાચીમાં જ છે. કરાચીમાં વોહરા સમાજની એક સંસ્થા પણ છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
રૂા. 1.35 કરોડના મામલે રિક્ષાચાલક, વકીલ અને પોલીસ વચ્ચે ગેમ