ઓસમ ડુંગર પર ઝરણાનો વૈભવ

અષાઢે અસલી જમાવટ કરી દીધી છે અને તેના પગલે ધોરાજી નજીકના પાટણવાવ સ્થિત પવિત્ર યાત્રાધામ ઓસમ ડુંગર ખાતે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પહાડો પરથી…

અષાઢે અસલી જમાવટ કરી દીધી છે અને તેના પગલે ધોરાજી નજીકના પાટણવાવ સ્થિત પવિત્ર યાત્રાધામ ઓસમ ડુંગર ખાતે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પહાડો પરથી વહેતા ઝરણાં અને ધોધ શરૂૂ થતાં ઓસમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.માત્રી માતાજીનું મંદિર તેમજ ટપકેશ્વર મહાદેવ મંદિર ખૂબજ પ્રસિદ્ધ છે ત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પહાડો ઉપરથી વરસાદી પાણીનો પ્રવાહ ધરતીને મળવા ચાલી નીકળતાં ડુંગરની આભા અનેરી બની ગઇ હતી.