ટોળકીના ત્રણ સભ્યો પાસેથી 5 લાખનો મુદ્દામાલ કબજે, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ અને ભાવનગર જિલ્લાની ચોરીના ભેદ ઉકેલાયા
ગુજરાતના પાંચ જીલ્લામાં આંતક મચાવનાર તસ્કર ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે વિછીયાના મોઢુકા ગામ માંથી ઝડપી લઇ રોકડ સહીત પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. છેલ્લા પકડાયેલ તસ્કર ટોળકીના સભ્ય સામે 26થી વધુ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લામાં થયેલી ચોરીમાં ભાવનગર પંથકની તસ્કર ટોળકી સંડોવાયેલ હોવાનું રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળતા વિછીયાના મોઢુકા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભાવનગરના વલ્લભીપુરના નવાણીયા ગામના ભંગાર વીણવાનો ધંધો કરતા ભરત ઉર્ફે પથુ મનુભાઇ જસમતભાઇ વાઘેલા, ભાવનગરના ઉમરાળાના ચોગઠ ગામના લાકડાકાપવાનો ધંધો કરતા મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો રમેશભાઇ દેવજીભાઇ.ભાવનગરના પાલીતાણાના નાની પાણીયાળી ગામના રાજેશભાઇ ઉર્ફે ભુપતભાઇ હિફાભાઇ પરમારની ધરપકડ કરી ત્રણેય પાસેથી સોનાનો ઢાળીયો તથા એક નાનો ટુકડો આશરે 53 ગ્રામ 880 મી.ગ્રામ કિ.રૂૂ. 2,69,350, રોકડા રૂૂપીયા રૂૂ.1.30 લાખ, ધરફોડ ચોરીમા ઉપયોગમા લીધેલ સાધનો પાનુ/ડીસમીસ/કટર,બે મોબાઈલ, એક મોટર સાયકલ મળી કુલ રૂૂ. 5,04,600નો મુદામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ ત્રિપુટી સાથે ચોરીમાં ભાવનગરના વલ્લભીપુરના નવાણીયા ગામના સંજય ઉર્ફે સી.જે. મનુભાઇ વાઘેલ પણ સામેલ હોવાનું ખુલ્યું હતું. આ ટોળકીએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ અમદાવાદ ગ્રામ્ય,બોટાદ,અમરેલી જીલ્લા તેમજ ભાવનગર જીલ્લામા ઘરફોડ ચોરીના ગંભીર ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું.
આ ટોળકીના ભરત ઉર્ફે પથુ મનુભાઇ જસમતભાઇ વાઘેલા સામે 22 જયારે ચોગઠ ગામના લાકડા કાપવાનો ધંધો કરતા મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો રમેશભાઇ દેવજીભાઇ સામે 26 અને રાજેશ ઉર્ફે ભુપતભાઇ હિફાભાઇ પરમાર સામે 11 અને ફરાર સંજય સામે ત્રણ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલ .સી.બી.ના પી.આઈ વી. વી. ઓડેદરા,પીએસઆઈ એચ. સી. ગોહિલ,આર.વી.ભીમાણી સાથે બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, અમીતભાઇ કનેરીયા, અનિલભાઇ ગુજરાતી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, વિજયસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઇ અરબ, રોહિતભાઇ બકોત્રા, શકિતસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, પ્રણયભાઇ સાવરીયા, ધર્મેશભાઇ બાવળીયા, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ શામળા, હરેશભાઇ પરમાર, કૌશિકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, મહિપાલસિંહ ચુડાસમા, અબ્બાસભાઇ ભારમલ, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, પ્રકાશભાઇ પરમાર, તથા ડ્રાઇવર દિલીપસિંહ જાડેજા, ડ્રાઇવર અનિરૂૂક્સિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

