Site icon Gujarat Mirror

ગોંડલ ની શાકમાર્કેટમાં ‘સબ ભૂમિ ગોપાલ કી’ જેવી હાલત

પાર્કિંગમાં મોટા દબાણ:અઢીસોથી વધુ થડા હોવાં છતાં પાથરણાં પાથરી કે રેંકડી રાખી દબાણ

ગોંડલ શહેર ની મધ્યમાં વેરી દરવાજા માંડવીચોક માં આવેલી જુની શામાર્કેટ માં અનેક ગેરવ્યવસ્થાઓ ખુલી ને બહાર આવી રહી છે. શાકભાજી ખરીદવા આવતી મહીલાઓ આ ગેરવ્યવસ્થા નો રોજીંદો ભોગ બની રહીછે. શાકમાર્કેટ માં ગેરકાયદેસર પાથરણાં પાથરી ને કે રેકડીઓ રાખીને ’સબ ભુમી ગોપાલ કી’ જેવી હાલત સર્જાઇ છે.રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલાં શાકમાર્કેટ નાં નકશા માં પાર્કીંગ બતાવાયાં છે.પરંતુ આ પાર્કીંગજોન કરાયેલા દબાણો વચ્ચે શોધવો મુશ્કેલ બન્યો છે.

વર્ષ 2014 માં નગરપાલિકા દ્વારા વેપારીઓ ને 108 મોટા અને 180 નાના થડા બનાવી અપાયાં હતાં.પરંતુ કેટલાક ને બાદ કરતા મોટાભાગ નાં વેપારીઓ પાકા થડા નો ઉપયોગ કરવાને બદલે થડા આગળ રેકડીઓ રાખી ધંધો કરી રહ્યા છે.તો કેટલાક પાથરણાં પાથરી શાકભાજી વેંચી રહ્યા છે.જેને કારણે શાકમાર્કેટ ખુબ સાંકડી બની ગઈ છે.શાકભાજી ખરીદનાર ને ચાલવા માટે માત્ર નાનકડી કેડી જેવો રસ્તો મળે છે. જેને કારણે સ્વાભાવિક રીતે શાકમાર્કેટ માં ભીડભાડ નો માહોલ સર્જાય છે.રોમિયોગીરી કરતા તત્વો આ ભીડભાડ નો લાભ ઉઠાવતા હોય મહીલાઓ રોમીયોગીરી નો ભોગ બની રહીછે.

અહી જે પાકા થડા બનાવાયાં છે તે અંદાજે ચાર થી સાડા ચાર ફુટ ઉંચા બનાવાયાં છે.વેપારીઓ નું કહેવું છે કે આટલા ઉંચા થડા માં શાકભાજી વહેંચવું મુશ્કેલ છે.જેને કારણે થડાઓ પડતા મુકી રેકડીઓ કે પાથરણા નાં દબાણ સર્જાયા છે.જેતે સમયે થડાની ડિઝાઈન ની આ ભુલ નગરપાલિકાએ સુધારી લેવી જરુરી હતી.પરંતુ એવુ થયું નથી.

શાકમાર્કેટ માં ત્રીસ ફુટ જેટલા માર્ગ સાથે મોટું પાર્કીંગ આવ્યુ છે.પરંતુ પાર્કીંગ ની આ જગ્યા ઉપર મસાલા મીલ ખડકી દેવાઇ છે.આ સરાજાહેર દબાણ સામે તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયાં નથી.અન્ય પાર્કીંગ માં પણ રેકડીઓ ખડકી દઇ દબાણ કરી દેવાયું છે.શહેર ની મહત્વ ની ગણાતી શાકમાર્કેટ ની હાલત વર્ષો થી દયનીય બની રહીછે.ત્યારે નગરપાલિકા તંત્ર ગેરવ્યવસ્થા અને રોમીયોગીરી ની ઉઠી રહેલી ફરીયાદો વચ્ચે સફાળુ જાગી યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ને સાથે રાખીને પાલીકા પ્રમુખ નાં પ્રતિનિધિ દિપકભાઈ ગોવાણી,કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,ઉપપ્રમુખ મનિષભાઈ રૈયાણી સહીત પદાધિકારીઓ એ શાકમાર્કેટ ની મુલાકાત લઇ આગામી દિવસો માં શાકમાર્કેટ માં મહીલાઓ ની સલામતી ઉપરાંત પાથરણાં સહીત નાં દબાણો હટાવી પુરતી વ્યવસ્થા જળવાયા તે પ્રકારે એક્શન લેવા શરુ કર્યા છે.આ અંગે ધારાસભ્ય નાં પ્રતિનિધી ગણેશભાઈ દ્વારા પણ કડક સુચના અપાઇ છે. અગાઉ પણ નગરપાલિકા. તંત્ર દ્વારા શાકમાર્કેટ નાં દબાણ અંગે કાર્યવાહી કરાઇ હતી.પરંતુ તે માત્ર કાગળ ઉપર સિમિત રહી હતી. શાકમાર્કેટ નાં મુદ્દે પાલીકા તંત્ર વાસ્તવ માં ’એક્શન મોડ’ પર આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Exit mobile version