Connect with us

ગુજરાત

પ્રાથમિક શાળાઓમાં ધો 3થી 8ની દ્વિતીય પરીક્ષાનો થયો આજથી પારંભ

Published

on

રાજ્યની તમામ સ્કૂલોમાં ધો.3થી 8ની દ્વિતીય શાળાકીય પરીક્ષા આજથી, એટલે કે 4 એપ્રિલથી 23મી એપ્રિલ વચ્ચે લેવાશે. દરેક સ્કૂલોમાં એકસૂત્રતા રહે તે માટે જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકા સહિતની સ્કૂલોમાં એકસાથે જ પરીક્ષાનું આયોજન કરવા તાકીદ કરાઈ છે. રાજ્યની 32 હજાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી અંદાજે 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.વિભાગે અગાઉ જાહેર કરાયેલા પરિરૂૂપ પ્રમાણે પરીક્ષા લેવાની તાકીદ કરવામાં આવી છે.

તમામ સ્કૂલોમાં પરીક્ષા કયારે લેવી તે અંગે કોઇ દ્વિધાભરી સ્થિતિ ન રહે તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે ધો.3થી 8ની સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ વિષય પરિરૂૂપ તૈયાર કરવામાં આવ્યું છે. સ્કૂલોએ આ પરિરૂૂપ પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી મેળવી લેવાની સૂચના અપાઈ છે. પરિરૂૂપ પ્રમાણે ધો.3થી 5ની પરીક્ષા 4 એપ્રિલ એટલે કે આવતીકાલથી લેવાની રહેશે. ધો.6થી 8ની પરીક્ષા આગામી 13મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીમાં લેવાની રહેશે. ધો.3થી 5માં કુલ 40 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, આ માટે બે કલાકનો સમય અપાશે. દરેક પેપરદીઠ 40 માર્કસ રહેશે. સ્કૂલોઓ પરીક્ષાનો સમય મોટાભાગે સવારે 8થી 10 દરમિયાન રાખવાનો રહેશે. આ જ રીતે ધો.6થી 8માં દરેક વિષયદીઠ 80 માર્કસનું પેપર રહેશે. આ પરીક્ષાનો સમય પણ સવારે 8થી 11 વાગ્યા સુધીનો રહેશે. એટલે કે, ધો.6થી 8ની પરીક્ષામાં ત્રણ કલાકનો સમય આપવામાં આવશે.

જ્યારે ધો.3થી 5માં બે કલાસનો સમય રહેશે. ધો.3થી 8માં વિવિધ વિષયોમાં ૠઈઊછઝ દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસ પ્રમાણે કરાયેલી ફાળવણી પ્રમાણે ડિસેમ્બર 23થી માર્ચ 24 સુધીનો અભ્યાસક્રમ પરીક્ષામાં ધ્યાનમાં લેવાનો રહેશે. ધો.4 અંગ્રેજી દ્વિતીય ભાષામાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમ ભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલા માળખાં-પરિરૂૂપ પ્રમાણે શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. એટલું જ નહીં, પરીક્ષા પણ દર્શાવેલા સમયે જ લેવાની રહેશે. આ સિવાયના વિષયોની પરીક્ષા સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ પોતાની રીતે શાળાકક્ષાએ નિયત સમયપત્રક પ્રમાણે લઇ શકશે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ સમાન કસોટીપત્રો અને સમયપત્રકનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.

ગુજરાત

ખંભાળિયા: ફાયરના જવાનો દ્વારા ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ

Published

on

By

 

ખંભાળિયામાં અગ્નિશમન સેવા દિવસની ગઈકાલે રવિવારે ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી.વર્ષ 1944 માં મુંબઈ ખાતે ડોકયાર્ડમાં લાગેલી આગની કામગીરી કરવા ગયેલા ફાયર મેનની ટીમના 66 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આથી સમગ્ર દેશમાં તારીખ 14 એપ્રિલના રોજ “નેશનલ ફાયર સર્વિસ ડે” ની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે આ “અગ્નિશમન સેવા દિવસ” નિમિત્તે ખંભાળિયામાં આવેલા ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનોએ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, સહિતના આગેવાનો તથા કર્મચારીઓએ ફાયર સ્ટાફની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરી હતી.જેમાં ફાયરના જવાનો તેમજ પાલિકાના હોદ્દેદારોએ મૃતક જવાનોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Continue Reading

ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું: ખંભાળિયા, ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાજડી સાથે વરસાદ

Published

on

By

 

 

 

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રવિવારે બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો.કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

Continue Reading

ગુજરાત

કાળીયા ઠાકોરને ચાંદીના આયુધ અર્પણ કરાયા

Published

on

By

ભગવાન દ્વારકાધીશને ગઈકાલે રવિવારે સાંજે દ્વારકાધીશના ઉથાપન સમયે રાજકોટના ભાવિક પરિવારના યોગેશભાઈ ભીખુભાઈ દેથરીયા પરિવાર દ્વારા ચાંદીથી બનાવેલા શંખ, ચક્ર, ગદા અને પદ્મ અર્પણ કરવામાં આવ્યા હતા.

મંદિરના પૂજારી મહેશભાઈએ આ ભક્ત પરિવારને દ્વારકાધીશના ઉપવાસ તરફથી આશીર્વાદ આપ્યા હતા. શ્રદ્ધાળુ દાતા પરિવારએ દ્વારકાધીશ અને મંદિર પરિસરમાં જ આવેલા શારદાપીઠ મઠ સંચાલિત ભગવાન બલદેવજીને પણ શંખ, ચક્ર અને ગદા અર્પણ કર્યા હતા. આશરે 740 ગ્રામ વજનની ચાંદીના આયુધ અર્પણ થયા છે.

Continue Reading

Trending