Site icon Gujarat Mirror

વેરાવળના સોનારિયા ગામથી હાઇવે તરફ જતો રસ્તો અતિ બિસમાર

વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામનો રસ્તો નેશનલ હાઇવેથી ગામ સુધીનો 500 મીટર અતિ બિસ્માર હાલતમાં છે અને આ રોડ ધણાં સમય થી આ બિસ્માર હાલતમાં છે આ ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ રોડ ઉપર સોનારીયા ગામ સહિત અનેક ગામો આવે છે જેમા નાવદ્રા,ઈદ્રોય, પંડવા,કોડીદ્રા,માથાસુરીય,સવની, ઈશ્વરીયા,ભેરાળા અને મોટો વાડી વિસ્તાર આવેલ છે અને તાલાલાને જોડતો રસ્તો છે જેથી આ રોડ ઉપર સતત વાહનો અવર જવર થતાં હોય છે જેથી આ રસ્તો ખુબજ મહત્વનો હોવાથી તાત્કાલિક રીપેરીંગ કરવા સોનારીયા ગામના સરપંચ લીલીબેન મોહનભાઈ સોલંકી દ્વારા કલેકટર અને અન્ય લાગતાવળગતા અધિકારીને રજૂઆત કરી અને તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરવા માંગણી કરવામાં આવેલ છે.

Exit mobile version