Site icon Gujarat Mirror

ધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાં

ધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાં ફેરવાઈ જવા પામેલ છે જેના પગલે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હેરાન-પરેશાન બની રહ્યા છે તેમ છતાં તંત્ર પગલા લેવાને બદલે મૂકપ્રેક્ષક બની તમાશાને નિહાળી રહ્યું છે. શહેરના સરદાર ચોકથી નાગરિક બેંક સુધીનો રસ્તો ઘણા સમય પૂર્વે ખોદી નાખવામાં આવેલ છે. જે બાદ તેનું હજુ રીપેરીંગ કામ કરવામાં આવેલ નથી કે રસ્તો નવો બનાવવામાં આવેલ નથી.

ધોરાજીના નાગરિકો અને પ્રજાજનો માટે આ મુખ્ય માર્ગ છે રાહદારીઓ, વિદ્યાર્થીઓ મોટા વાહનો આ રોડ પરથી પસાર થાય છે હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ આ જ માર્ગેથી પસાર થાય છે.

Exit mobile version