વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામથી વાડી વિસ્તારમા થય અને સવની નાવદ્રા ગામોને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હજુ ગેરંટી પીરીયડ બાકિ છે છતા રસ્તાની હાલત ખરાબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાની આશંકા સરપંચ અને ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામથી વાડી વિસ્તાર થય અને સવની નાવદ્રા ગામ બાજુમાં રસ્તો નિકળે છે આ રસ્તો ખુબજ મહત્વનો છે કારણ કે આ રસ્તો અંદાજીત બે કિલોમીટર જેવો વાડી વિસ્તારમાંથી પસાર થાય છે અને આ વાડી વિસ્તાર મોટા પ્રમાણમાં ખેડૂતો વસવાટ કરે છે અને આ રસ્તો વાડી વિસ્તાર થય અને સવની, ઈશ્વરીયા, ભેરાળા થય અને તાલાલા નિકળે છે જ્યારે આજ રસ્તો નાવદ્રા, પંડવા, કોડીદ્રા બાજુ નિકળે છે જેથી ખુબજ મહત્વનો રસ્તો અને ઘણા સમય ની માંગણી અને રજુઆત બાદ આ રસ્તો બનેલ છે પરંતુ કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ ની મીલી ભગત ને કારણે આ રસ્તા ની કામગીરી મા લોટ પાણી અને લાકડા જેવી કામગીરી થયેલ છે જેથી હજુ રોડ ની ગેરંટી પીરીયડ બાકિ છે છતા રસ્તા ની બિસ્માર હાલત થયેલ છે.
આ રોડ ઉપર પાણી નિકાલ માટે નાના પુલીયા મુકવામાં આવેલ છે તે નાના પુલીયા જમીન મા બેસી ગયા આમ આ રસ્તા ની કામગીરી મા ખુબજ નબળી થયેલ અને ભષ્ટ્રાચાર મોટા પ્રમાણમાં થયેલ છે જેથી સોનારીયા ગામ ના સરપંચ મોહનભાઈ સોલંકી દ્વારા જીલ્લમ પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના એન્જીનીય ને રજૂઆત કરવામાં આવેલ હતી છતાં કોઈ પરીણામ ન આવતા ફરીથી સોનારીય ગામ ના ગામલોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી તેમજ ગાંધીનગર ખાતે માર્ગ વિભાગ ના મંત્રી સચિન ને રજૂઆત કરવામાં આવેલ છે એસઅને આ ખુબજ મહત્વ ના રસ્તા ની કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવેલ છે.

