દાસીજીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે પુણા ગામ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આજે ચતુર્થ દિવસે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયીના શ્રીમુખેથી કથાનું રસપાન નો અવસર પૂર્ણ થયું હતું. આજે પૂજ્યશ્રી દ્વારા ભગવાનના વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતારની કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.જેના પગલે સમગ્ર કથા મંડપ કૃષ્ણમય સાથે રામમય પણ બન્યો હતો. શ્રીમદ્દ ભાગવતનો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે,ૅવ્યક્તિના જીવનમાં મુશ્કેલી તો આવતી જ હોય છે. પરંતુ તેની પાછળનું કારણ વ્યક્તિની પ્રકૃતિની વિપરીત જવાની વૃત્તિ છે. જેમ નાવિક નદીમાં પાણીના સામા પ્રવાડે નાવ ચલાવે તો નાવ આગળ તો વધે છે પરંતુ તેમાં નાવિકને ઘણી મુશ્કેલી આવે છે. એટલું જ નહીં પાણીનો પ્રવાડ નાવિકની મદદ કરે છે. તેમ વ્યક્તિ જયારે પ્રકૃતિની વિપરીત જાય ત્યારે મુશ્કેલી આવે છે.
વ્રજરાજકુમારજીએ કથા દરમ્યાન શ્રીકૃષ્ણ જન્મ કથા પ્રસંગનું ભાવસભર વર્ણન કર્યું હતું અને ત્યાર બાદ નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી.
સમગ્ર મંડપ પરિસર “નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી”ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.50,000થી પણ વધુ ભાવિક શ્રોતાજનો ઉત્સાહભેર આ નંદ મહોત્સવમાં જોડાઈને આનંદિત થયા હતા અને શ્રીકૃષ્ણ જન્મ પ્રસંગને ડરખભેર વધાવ્યો હતો.