Connect with us

સૌરાષ્ટ્ર

સાવરકુંડલામાં ભાવિકોમાં આકર્ષણ બનતી દેવળા ગેટ વિસ્તારની ગરબી

Published

on

સાવરકુંડલા ની નવરાત્રી એટલે એક અનોખી અને અદભુત નવરાત્રી મનાવવામાં આવે છે દેવળા ગેટ વિસ્તારમાં માતાજીની હલનચલન વાળી અદભુત નવરાત્રિ મૂર્તિ બનાવવામાં આવી છે જે હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
સાવરકુંડલા શહેરમાં પ્રાચીન અને પરંપરાગત નવરાત્રી બનાવવામાં આવે છે મા જગદંબાની આરાધના કરવામાં આવે છે છેલ્લા 75 વર્ષથી આ રીતે ઉજવાથી નવરાત્રિમાં છેલ્લા 40 વર્ષથી માતાજીની પૂરા કદની હલનચલન વાળી યાંત્રિક મૂર્તિઓ બનાવી નવરાત્રી ઉત્સવ મનાવાય છે ત્યારે આ વિસ્તારના મૂર્તિકાર કનુભાઈ રાઠોડ ઉર્ફે ભાંગલ છેલ્લા 40 વર્ષથી માતાજીની મૂર્તિઓ બનાવવા માટે નવરાત્રી પહેલા જ ચાર મહિના અગાઉ જય ખોડીયાર બાળ મંડળના મિત્રોના સહકારથી આ મૂર્તિની તૈયારી કરતા હોય છે આ વર્ષે 15 ફૂટ નું એક મહાકાય શ્રીફળ બનાવવામાં આવ્યું છે જે શ્રીફળ ખુલે અને અંદરથી મહાલક્ષ્મી માતા બહાર નીકળે છે એ મૂર્તિ બનાવવામાં આવી છે જમીનમાં 10 ફૂટ ઊંડો ખાડો કરી હાઇડ્રોલિક અને યાંત્રિક ગોઠવણીથી આ પ્લોટ ઉભો કરવામાં આવ્યો છે દર વર્ષે આવી હલનચલન વાળી તમામ દેવી ઓની પ્રતિમાઓ બનાવવામાં આવે છે..
સાવરકુંડલાના દેવળા ગેટ સર્વોદય નગર ખાતે અદભુત લાઇટિંગ ગોઠવી શ્રીફળ માંથી મહાલક્ષ્મી માતાજી ની મૂર્તિ પ્રગટ થાય છે એ દ્રશ્ય જોવા માટે સાવરકુંડલા શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો જોવા આવે છે દર્શન કરવા આવે છે અને હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે…છેલ્લા 40 વર્ષથી સાવરકુંડલા શહેરીજનો ગૌરવ અનુભવે છે કે અમારા શહેરમાં આવા માતાજીના આબેહૂબ અને અદભુત દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ ત્યારે શ્રીફળ ખુલે અને અંદરથી માતાજી પ્રગટ થાય એવી આ વર્ષે યાંત્રિક હલનચલન વાળી મૂર્તિ જોઈ ખૂબ જ અભિભૂત થઈ જવાય છે ત્યારે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે અને દર્શનાર્થીઓ પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
સાવરકુંડલા શહેર અનેક બાબતોમાં વિશ્વવિખ્યાત બન્યું છે. ઇંગોરિયા ની લડાઈ હોય કે વિશ્વવિખ્યાત વજન કાંટા પણ સાવરકુંડલામાં જ બને છે અને નવરાત્રીમાં શહેરમાં અનેક જગ્યાએ માતાજીની અદભુત મૂર્તિઓ માટે પણ સાવરકુંડલા જાણીતું થયું છે ત્યારે હલનચલન વાળી પૂરા કદની યાંત્રિક મૂર્તિઓ અને માતાજીની આસ્થા ટકાવી રાખવાના સાવરકુંડલા મંડળીઓ એ જાળવી રાખી છે જે નિર્વિવાદ સત્ય છે…

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

જેનીબેન ઠુંમર ટે્રક્ટર ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા

Published

on

By

અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. શક્તિ પ્રદશન માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યાં હતા. જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા જાહેર સભા યોજી હતી. ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, પાલ આંબલીયા, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, પુંજા ભાઈ વંશ, વિરજી ઠુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રાજમાર્ગો ઉપર જેની ઠુમ્મર ટ્રેકટર ચલાવીને વિશાળ રેલી સાથે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ટ્રેકટરની આગળ પરેશ ધાનાણી ગોઠવાઇ ગયા હતા.

Continue Reading

ગુજરાત

પંજાબના CM ભગવંત માનનો ભાવનગરમાં રોડ-શો યોજાયો

Published

on

By

અમદાવાદ: લોકસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોચ્યાં છે.આજે મંગળવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભાવનગર ખાતે રોડ શો સાથે ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરવા તે સમયે પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે. 17 તારીખે રોડ શો યોજીને આપના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચાર કરશે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમીને ગુજરાતમાં બે બેઠકો મળી છે. ભાવનગર અને ભરૂૂચ બેઠક આમ આદમી પાર્ટીએ લોકસભાની બેઠકમાં ઉમેદવાર ઉતાર્યા છે.

ગુજરાત આવેલા ભગવંત માને કહ્યું, બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યો છું. દેશમાં જ્યાં અમારા ઉમેદવાર છે,ત્યાં પ્રચાર માટે જઈશું. ગુજરાતમાં પ્રેમ મળ્યો એટલે અમારો પક્ષ રાષ્ટ્રીય પક્ષ બન્યો.

Continue Reading

ગુજરાત

મનસુખ માંડવિયા પાસે 5,84,80,809ની સ્થાવર-જંગમ મિલકત, એક પણ વાહન નથી

Published

on

By

પોરબંદર લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ પોતાની આવક અને સંપતિ જાહેર કરી છે. મનસુખ માંડવિયાએ કરોડપતિ હોવાનું સોંદગનામામાં જણાવ્યું છે.

પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ચૂંટણી ફોર્મ સાથે રજુ કરેલા એફિડેવિટમાં પોતાની સ્થાવર તથા જંગમ મિલ્કત જાહેર કરી છે તે મુજબ તેમના હાથ પર 86,500 રૂૂપિયાની રોકડ છે.

આ ઉપરાંત SBI ની ગાંધીનગર,દિલ્હી અને પોરબંદર બ્રાંચ અને પાલીતાણાની ગ્રામીણ બેંકમાં પણ તેઓ એકાઉન્ટ ધરાવે છે. તેઓ નેશનલ સેવિંગ્સ સ્કીમ,મ્યુચ્યુલ ફંડ વગેરેમાં પણ રોકાણ કર્યું છે. 3,69,513,ના મુલ્યની લાઈફ પોલીસી ધરાવે છે અને સીતારામ ટ્રેડીંગ કુમાં 15,02,027ના મુલ્યની 33 ટકા ભાગીદારી ધરાવે છે.

તેઓ એક પણ વાહન ધરાવતા નથી અને 5,96,800ની કીમતનું 100 ગ્રામ સોનું જ્યારે પત્ની ગીતાબેન પાસે પણ 29,84,000ના મુલ્યનું 500 ગ્રામ સોનું છે. એ સિવાય તેઓ વતન હણોલ, ભાવનગરના જાસેર વડીયા, પાલીતાણામાં ખેતીની જમીન ધરાવે છે. પાલીતાણા GIDCમાં પ્લોટ, ત્યાંના સરદાર શોપિંગ સેન્ટરમાં દુકાન, સીતારામ કોમ્પ્લેક્ષમાં 33 ટકા હિસ્સો, ગાંધીનગર, હણોલ વગેરે ગામોમાં પ્લોટ અને મકાન સહીત કુલ 4, 19, 35, 300ની સ્થાવર મિલકત અને 1,65,45,509ની જંગમ મિલ્કત ધરાવે છે અને પોતાના પર એક પણ ગુન્હો નોંધાયો ન હોવાનું પણ સોગંદનામાંમાં જણાવ્યું છે.

Continue Reading

Trending