ગુજરાત
પોલીસે કપડાં,ચપ્પલ લઇ આપ્યા,ફટાકડા ફોડાવતા બાળકોના મુખે સ્મિત રેલાયું
પોલીસની સંવેદનશીલ કામગીરીથી નાના ભૂલકાંઓના મોઢા દિવાળીની રોશનીની જેમ ચમકી ઉઠ્યા: ટ્રાફિક એસીપી અને સ્ટાફે અબોલ જીવને નીરણ નાખ્યું,બાળકોને જમાડ્યા
દિવાળી એ રોશનીનું પર્વ છે.સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છે.દિવાળીનો તહેવાર તેમજ નવું વર્ષ દરેક લોકો માટે ઉજાષ ભર્યું હોય છે. ત્યારે દિવાળીના તહેવારમાં દરેક વ્યક્તિ નવા કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી કરતા હોય છે, પરંતુ ગરીબ અને મજૂર તેમજ મધ્યમ વર્ગના બાળકો માટે આ તહેવાર માત્ર સ્વપ્ન સમાન હોય છે.કારણ કે આ નવા વર્ષ અને દિવાળીના તહેવારમાં જ્યારે ગરીબ લોકો ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય છે અને રોજીંદી મજુરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.ત્યારે આવા ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને અને બાળકોને દિવાળીનું પર્વ ઉજવવું ભારે મુશ્કેલ બનતું હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી દિવાળીના તહેવારની સમગ્ર રાજકોટ શહેરની પોલીસ ગરીબ તેમજ મધ્યમ વર્ગના અને ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને ફટાકડા, મીઠાઈ અને નવા કપડા લઈ આપી દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે.
ત્યારે માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર.દેસાઈ અને સ્ટાફ,આજીડેમ પોલીસના પીઆઇ એ.બી.જાડેજા અને સ્ટાફ,ટ્રાફિક પોલીસના ડીસીપી પૂજા યાદવ,એસીપી જયવીર ગઢવી સહિત રાજકોટના તમામ પોલીસ દ્વારા ગરીબ બાળકોને કપડા,ચપ્પલ લઇ આપ્યા બાદ ફટાકડા ફોડાવતા બાળકોના ચહેરા દિવાળીના તહેવારની રોશનીની જેમ ચમકી ઉઠ્યા હતા.આજે નાના બાળકોને એમના આનંદિત ચહેરાને જોતા સૌ સાક્ષાત ભગવાનને વાઘા અર્પણ કર્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી.