Connect with us

ગુજરાત

હારની હેટ્રિક મારનાર મુંબઇની ટીમ મિની વેકેશન માણા જામનગર પહોંચી

Published

on

દેશભરમાં હાલ ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ ટીમ જામનગર આવી પહોંચી છે. જ્યાં ટીમના ખેલાડીઓ મોટીખાવડી સ્થિત રિલાયન્સના ગ્રીન્સ રિસોર્ટમાં પોતાના પરિવાર સાથે મિની વેકેશન માણશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા. તમામનું જામનગર એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત્ કરાયું હતું.
ત્યારબાદ તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા હતા. ગત આઈપીએલ સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગરની મુલાકાતે આવી હતી. તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મિની વેકેશન માણશે. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના માલિક નીતા અંબાણી છે. આગામી 7 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. નોંધનીય છે કે, સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમ 125 રન જ બનાવી શકી હતી. 126 રનના ટાર્ગેટને રાજસ્થાને 15.3 ઓવરમાં પાર પાડીને સરળ વિજય મેળવ્યો હતો. જ્યારે મુંબઈ ટીમનો સતત ત્રીજો પરાજય થયો હતો.

ગુજરાત

રાજકોટમાં રૂપાલા સામે ધાનાણી: બહારના ઉમેદવારોના જંગની લકીર

Published

on

By

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બાકી રહેલા ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં. આ ચાર બેઠકોમાં રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂૂપાલા સામે પરેશ ધાનાણી, મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલ અને નવસારીમાં ભાજપ નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સામે નૈષધ દેસાઇને ટિકિટ આપી છે. કોંગ્રેસે વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે પણ વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને ટિકિટ આપી છે. વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ કે ભાજપ માટે બહુ મહત્ત્વની નથી કેમ કે તેનાથી ગુજરાતમાં સત્તાનાં સમીકરણો બદલાવાનાં નથી. કોંગ્રેસ એક-બે બેઠકો નહીં પણ બધી પાંચેય બેઠકો જીતી લે તો પણ ફરક નથી પડવાનો કેમ કે આ પાંચમાંથી ચાર બેઠકો 2022માં કોંગ્રેસે જ જીતી હતી. આ સંજોગોમાં વિધાનસભાની પેટાચૂંટણીનું રાજકીય રીતે મહત્ત્વ નથી પણ લોકસભાની ચૂટણી મહત્ત્વની છે કેમ કે તેનાં પરિણામ દેશમાં હવે પછી કોની સત્તા હશે એ નક્કી કરવામાં યોગદાન આપશે તેથી તેની વાત કરવી જરૂૂરી છે. કોંગ્રેસે બાકી રહેલી ચાર બેઠકો પરના જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં હિંમતસિંહ પટેલ અને નૈષધ દેસાઈ ફૂટેલી કારતૂસો છે. એ બંને ભાજપને હરાવે એવી તો કલ્પના જ ના થઈ શકે પણ દેશમાં સૌથી વધુ લીડથી હારનારા ઉમેદવારોમાં તેમનું નામ ના આવે તો પણ એ તેમની સિદ્ધિ ગણાશે. મહેસાણામાં કોંગ્રેસે ઉતારેલા રામજી ઠાકોર રસપ્રદ પસંદગી છે. મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોરને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે પટેલ વર્સીસ ઠાકારનો જંગ સેટ કરી દીધો છે.

રાજકોટમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતારીને એવી જ ચાલ ખેલી નાખી છે. પરસોત્તમ રૂૂપાલા સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે એવી શક્યતા હતી જ તેથી આ નિર્ણય આશ્ચર્યકારક નથી પણ કોંગ્રેસે ધાનાણીને જ ઉતારીને રાજકોટના જંગને રસપ્રદ બનાવી દીધો છે એ સ્વીકારવું જોઈએ. પરસોત્તમ રૂૂપાલા તેમના નિવેદનના પગલે ક્ષત્રિયોના રોષનો ભોગ બની રહ્યા છે અને ક્ષત્રિયો તેમની ટિકિટ કાપવામાં આવે એ માગ પર અડી ગયા છે ત્યારે જ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને રૂૂપાલા સામે મજબૂત ઉમેદવાર ઉતારી દીધો છે એવું લાગી રહ્યું છે. ધાનાણી રૂૂપાલાને હરાવી જ દેશે એમ કહેવું અતિશયોક્તિપૂર્ણ છે પણ ધાનાણીનો ટ્રેક રેકોર્ડ જોતાં એ રૂૂપાલાને જોરદાર ટક્કર આપી શકશે એવું ચોક્કસ માની શકાય.

રૂૂપાલા અને ધાનાણીમાં કોણ જીતશે એ સમય કહેશે પણ અત્યારે રાજકોટના મતદારો અને વધારે તો રાજકીય કાર્યકરોની દયા આવે છે. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ સ્થાનિક ઉમેદવારને બાજુ પર મૂકીને અમરેલીના બે પટેલોને ટિકિટ આપી છે એ જોતાં બંને પક્ષના કાર્યકરો શું કરતા હતા એ સવાલ થાય. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સ્થાનિક સ્તરે લોકોની વચ્ચે રહીને કામ કરનારો નેતા નથી એવું જ માનવું પડે ને ?

Continue Reading

ગુજરાત

ગોંડલના રામોદમાં બુધવારે નવતર લગ્ન, સ્મશાનમાં વરરાજાનો ઉતારો: ભૂત-પ્રેતનું સરઘસ

Published

on

By

  • કાળી સાડી સાથે ઉંધા ફેરા ફરી કુરિવાજોને અપાશે તિલાંજલિ: સપ્તપદીને બદલે બંધારણના લેવાશે સોગંધ

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રામનવમી તા.17 બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારનાં આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી લગ્નનાં રિવાજોને તિલાંજલિ આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. તેમાં ક્ધયા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપશે. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો છે.
વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવવાની છે. જેમા વરરાજા જયેશભાઇ નું સ્વાગત રામોદની ક્ધયા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે. વર-ક્ધયાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાશે. મુર્હુતચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરશે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાનાં જણાવ્યાં મુજબ બુધવાર તા. 17 મી એ જાથાની ટીમ રામોદમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરશે. પ્રારંભમાં સવારે 9 થી 10 એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે.

સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવશે. ક્ધયા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકિકત મુકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે, કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરવાના છીએ. આ લગ્ન સમારોહને સફળ બનાવવા ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ ગોવિંદભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઈ, જેન્તીભાઈ રાઠોડ, અંકિત મનસુખભાઈ અને હિરેન સુરેશભાઈ સહિત ગામના જાગૃતો અને મિત્ર મંડળ, જાથાના સદસ્યો જોડાવાના છે.

Continue Reading

ગુજરાત

તળાજા નજીક અકસ્માતમાં વૃદ્ધ દંપતી ખંડિત, વૃદ્ધની હાલત નાજુક

Published

on

By

  • મોગલધામ બાઈક પર જતા હતા તે સમયે કારચાલકે અડફેટે લીધા

ભાવનગર જિલ્લાના તળાજાના સાખડાસર -1 ગામે રહેતા આહિર પંચોલી સમાજના વૃદ્ધ દંપતિ આજે બપોરના સમયે બાઇક લઈને મોગલ ધામ ભગુડા જતા હતા.તે સમયે રસ્તો ઓળંગવા જતા સ્પીડમાં આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત થયુંહતું.

જેમાં વૃદ્ધા નું મૃત્યુ સ્થળ પરજ થયુ હતું. જ્યારે વૃદ્ધને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવેલ છે જ્યાં તેઓની હાલત અત્યંત નાજુક બતાવવા આવી રહી છે. તળાજા ની રેફરલ હોસ્પિટલ પરથી અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ સાંખડાસર એક તમે રહેતા મોહનભાઈ સડથાભાઈ લાડુમોર તથા તેમના પત્ની સવિતાબેન મોહનભાઈ લાડુમોર બંને બાઈકનં.જીજે-4બી-227 પર સવાર થઈ ભગુડા સ્થિત આઈ મોગલના દર્શનેજતા હતા.પસ્વી ગામ નજીક પાદરગઢ થી ભગુડા જવાના માર્ગ પર જવા માટે નેશનલ હાઇવે પરથીથીબાઈક વાળતા હતા ત્યારે કાર નંબર જીજે 06 કે એચ 5973 ના ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધાહતા. જેના પગલે સ્થળ પર જ સવિતાબેન 60 નું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું.

જ્યારે મોહનભાઈ 62 ને પ્રથમ તળાજા સદવિચાર જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલમા લઈ જવાતા તબીબે નાજુક હાલત જણાવતા સર્ટી હોસ્પિટલમાં સારવાર સારવાર લેવાની ફરજ પડી હતી.બનાવને પગલે મોહનભાઈના નાનાભાઈ કાબાભાઈ લાડુમોર એ રે.સાંખડાસર-1 રસ્તાપર જ કાર મૂકીને જતા રહેલ અજાણ્યા ચાલક વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છેકે વૃદ્ધ દંપતિ ના દીકરા સહિત પરિવાર ના સભ્યો સુરત સ્થાઈ થયેલ છે.

Continue Reading

Trending