Connect with us

ગુજરાત

વઢવાણમાં કામ જોવા નીકળેલા યુવકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: પરિવારનો હત્યાનો આક્ષેપ

Published

on

રાહદારીએ મૃતકના મોબાઇલમાંથી જ તેના ભાઇને જાણ કરી: આક્ષેપના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

વઢવાણમાં કામ જોવા નીકળેલા યુવકનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. યુવકની હત્યા થયાનો પરિવારે આક્ષેપ કરતા યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વઢવાણમાં આવેલી કતબા શેરીમાં રહેતા સરફરાજ ગતુભાઇ ચૌહાણ ( ઉ.વ.46) કામ જોવા માટે જાવ છું તેમ કહીને પોતાનું બાઈક લઈને નીકળ્યો હતો અને સરફરાજ ચૌહાણની વાડવા રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાયો હતો. યુવાનનું માર મારવાથી મોત નીપજ્યું હોવાની શંકા હોવાની પરિવારે શંકા વ્યક્ત કરતા વઢવાણ પોલીસે યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં સરફરાજ ચૌહાણ બે ભાઈ ત્રણ બહેનના વચ્ચે હતો અને તેને સંતાનમાં પાંચ દીકરી છે ઘરેથી કામ જોવા માટે જાવ છું તેમ કહીને નીકળ્યા બાદ ઈકાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આક્ષેપના પગલે વઢવાણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ

આડા સંબંધનો કરુણ અંજામ: પત્નીની ક્રૂર હત્યા કરતો કોન્ટ્રાકટર

Published

on

By

  • રાજકોટના અંબિકા ટાઉનશિપ શાંતિવન એપાર્ટમેન્ટમાં પરોઢિયે બની ઘટના: પત્નીના પ્રેમસંબંધની શંકાએ ઝઘડો થતાં પતિએ પથ્થરના બ્લોકથી માથું ફાડી નાખ્યું: આરોપીની અટકાયત

રાજકોટ શહેરમાં ગુનાખોરી દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે શહેરની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપમાં વહેલી પરોઢીએ આડા સંબંધની શંકાએ દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પથ્થરના બ્લોક વડે પત્નીને માથામાં ત્રણ ચાર ઘા ઝીંકી માથુ ફાડી નાખતા પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ બાદ પતિએ ફોનથી મિત્રને જાણ કર્યા બાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઈ આરોપીની અટકાયત કરી સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા અંબિકાબેન ગુરૂપા સિરોડી (ઉ.34) નામની મહારાષ્ટ્ર મહિલાની તેના જ ફલેટમાં લોહીથી ખરડાયેલ હાલતમાં લાશ પડી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનને જાણ થતાં પીઆઈ ડી.એમ.હિરપરા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રીયન મહિલાને માથામાં પથ્થરનો બ્લોક ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું અને હત્યા તેના જ પતિ ગુરૂપા સિરોડીએ કરી હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી પતિની અટકાયત કરી સઘન પુછપરછ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં મુળ મહારાષ્ટ્રનાં પરિવાર છેલ્લા ઘણા સમયથી અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતો હતો અને પતિ કોન્ટ્રાકટનું કામ કરતો હતો. કોન્ટ્રાકટના કામ માટે અવાર નવાર બહાર ગામ જતાં પતિની ગેરહાજરીમાં પત્નીને પર પુરૂષ સાથે આંખ મળી ગયાની આશંકાએ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.

ગઈકાલે રાત્રે પણ પત્નીના આડા સંબંધની શંકાએ દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલ પતિએ ઘરમાં પડેલા બ્લોકથી પત્નીનું માથુ ફાડી નાખ્યું હતું. બનાવ બાદ આરોપીએ પોતાના મિત્ર વર્તુળોને ફોનથી જાણ કરતાં આ બનાવની તાલુકા પોલીસને જાણ થઈ હતી અને પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. બીજી બાજુ પોલીસે ઘટના સ્થળે એફએસએલના અધિકારીઓને પણ બોલાવી તેમની મદદથી તપાસ હાથ ધરી છે.

પુત્ર અને પુત્રીની નજર સામે માતાની હત્યા
રાજકોટની ભાગોળે અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રીય દંપતિ વચ્ચે આડા સંબંધની શંકાએ ઝઘડો થતાં મોડીરાત્રીનાં 3 વાગ્યે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વખતે બાજુના રૂમમાં સુતેલા પુત્ર અને પુત્રી પણ જાગી ગયા હતા અને તેની નજર સામે જ રોષે ભરાયેલા પિતાએ માતાને માથામાં પથ્થરના બ્લોક ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.

 

હત્યા કર્યા બાદ લાશ સાથે સેલ્ફી લઈ પતિએ વીડિયો બનાવ્યો

મારા મિત્ર સાથે પત્ની જતી હતી, મિત્રએ પણ દગો દીધો

રાજકોટની ભાગોળે અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા અને કોન્ટ્રાકટનું કામ કરતાં મહારાષ્ટ્રીય યુવાન ગુરૂપા સિરોડીએ પત્નીના પર પુરૂષ સાથેના સંબંધને કારણે જ મોડીરાત્રીનાં પત્નીની પતિએ માથામાં બ્લોકના ઘા ઝીંકી હત્યા કર્યાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે પત્નીની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ કોન્ટ્રાકટર મહારાષ્ટ્રીયન યુવાને પત્નીની લાશ સાથે સેલ્ફી લીધી હતી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પત્ની અને મિત્રની દગાખોરીના કરતુતોને ઉજાગર કરતો વિડિયો પણ બનાવ્યો હતો.

મહારાષ્ટ્ર યુવાને હત્યા કર્યા બાદ બનાવેલા વિડિયોમાં બનાવ્યું હતું કે ‘શાંતિવનના લોકોને મારા પ્રણામ, ‘મારી ભૂલ થઈ છે, આ ભૂલ નથી મારી ઘરવાળી બહુ તકલીફ આપે આ કરવાનો ન્હોતો પણ કરી નાખ્યું, બહારના બધા કે હું ખરાબ નથી મારી ઘરવાળી ખરાબ હતી, મારા મિત્ર સાથે જતી હતી મિત્રએ પણ દગો દીધો.’

‘મારા લગ્ન 17 વર્ષ પહેલા થયા હતાં. મે બહુ સમજાવવાની કોશિષ કરી, મારી પુત્રીનું 10 માં ધોરણની પરીક્ષા પુરી થયા બાદ જવાનું કહ્યું પરંતુ પત્નીએ બીજા સાથે જવાની ઝીંદ પકડી, હું ન્યુઝ રિપોર્ટને બોલાવી તમામ વાત કરવાનો છું’ જ્યારે બીજા એક વિડિયોમાં ‘મને હથકડી લગાવવાની નથી, હું બીઝનેસ મેન છું, હું સામેથી સરેન્ડર પરવાનો છું, બીજા કેદી જેવું મારી સાથે વર્તન નથી કરવાનું.’

Continue Reading

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

Trending