ભાવનગર
આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક ધ્યેયનું ભાવનગરથી આહ્વાન થવાની ઐતિહાસિક ઘટના : ડો. માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ આજે વિકાસશીલ દેશોના આરોગ્યમંત્રીઓની સમિટને ભાવનગરથી ઓનલાઇન માધ્યમથી સંબોધી હતી. પ2ક્ષમ ટજ્ઞશભય જ્ઞર ૠહજ્ઞબફહ જજ્ઞીવિં જીળળશથિં અંતર્ગત આજે વિકાસશીલ દેશોના આરોગ્યમંત્રીઓના સંવાદ કાર્યક્રમમાં મંત્રી ઓનલાઇન માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક ધ્યેયનું ભાવનગરથી આહવાન થવાની ઐતિહાસિક ઘટના પહેલીવાર અહીં બની છે.
મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આપણે પવન હેલ્થથનો દ્રષ્ટિકોણ કેળવી સંસ્થાગત પ્રયત્નો કરીએ. ભારતનું નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ક્ધટ્રોલ આ વન હેલ્થના ધ્યેય માટે વિવિધ કામગીરી માટે અગ્રેસર રહી કામગીરી કરી રહ્યું છે.
મંત્રીએ વધુ ઉમેરતા કહ્યું હતું કે ભારતનો પવન હેલ્થથ કાર્યક્રમ ઉભરતા ચેપી રોગો પર સતત દેખરેખ રાખે છે અને તેના પર અભ્યાસ-સંશોધન હાથ ધરે છે. આ કાર્યક્રમ વન્યજીવોમાંથી ઉદભવીને માનવીઓમાં ફેલાતા ચેપી રોગો પર સવિશેષ ધ્યાન આપે છે, જેથી આ રોગોને ખૂબ જ શરુઆતના તબક્કામાં ઓળખી તેનું નિવારણ લાવી શકાય. મંત્રીએ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી આ સમિટ સંબોધી હતી, જેમાં વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાત
ભાવનગરમાં રૂા.35 લાખના દારૂ-બીયર ભરેલું ટેન્કર પકડાયું

ભાવનગરના વરતેજ ગામમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની 878 પેટી તેમજ 78 પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.35 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ ટેન્કર અને મોબાઇલ મળી કુલ રૂ. 45.36 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અંબાલાથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલું આ ટેંકર સોમનાથ ખાતે જતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસ કાફલો નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરેલું ટેન્કર ધોલેરાવાળા રોડથી ભાવનગર તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે વરતેજ પોલીસે વરતેજ ગામના સરકારી દવાખાના પાસે વોચમાં રહીને રોડ પર પસાર થઈ રહેલા અશોક લેલેન્ડ કંપનીના સફેદ બોડીના ટેન્કર નં. જી.જે.06 – એ.ઝેડ.- 9223 ને અટકાવીને ટેન્કરની સલાશી લેતા ટેન્કરની અંદરથી ઇંગ્લિશ દારૂની 878 પેટી ( બોટલ નંગ-10536,કિં. રૂ.33,36,000) તથા બિયરની 78 પેટી (ટીન નંગ -1872, કિં.રૂ. 1,87,200) મળી આવતા વરતેજ પોલીસે ટેન્કરના ચાલક દિનેશકુમાર ક્રિષ્નારામ બીશ્નોઈ (રહે. સુદાબેરી, તા.ગુડામાલાની, જિ. બાડમેર, રાજસ્થાન) તથા કલીનર રમેશકુમાર મંગલારામ બીશ્નોઈ (રહે. સોમારડી, થાના છેડવા, જિ. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી ઇંગલિશ દારૂ તેમજ બિયરનો જથ્થો, 02 મોબાઈલ, રૂ. 5,000 રોકડા તેમજ ટેન્કર મળી કુલ રૂ. 45,36,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં જગદીશ બિશ્નોઇ ઉર્ફે જેડી (રહે. સાંચોર રાજસ્થાન)ના કહેવાથી હરિયાણાના અંબાલામાંથી એક અજાણ્યા ઈસમે દારૂ અને બિયરનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો ગુજરાતના સોમનાથ ખાતે લઈ જવાનો હોવાનું ઝડપાયેલા બંને શખ્સએ પોલીસને જણાવ્યું હતું. વરતેજ પોલીસે આંતરરાષ્ટ્રીય દારૂની હેરાફેરીમાં સામેલ પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર
જાણીતા ગાયક અને વોઇસ ઓફ મુકેશ કમલેશ અવસ્થીની હાલત ગંભીર

જાણીતા ગાયક અને વોઇસ ઓફ મુકેશ ગણાતા કમલેશ અવસ્થીની હાલત હાલમાં ગંભીર છે. મળતી માહિતી અનુસાર 11મીએ રાત્રે બ્રેઇન સ્ટોક આવ્યો હતો. અત્યાર સુધી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કર્યા હતા પરંતુ સારવાર બાદ પણ સુધારો નહીં થતા તેમને ઘરે લઇ આવવામાં આવ્યા છે. સૂત્રોના અનુસાર તેઓને આજે વેજલપુર સ્થિત તેમના નિવાસ સ્થાને લઇ આવવામાં આવ્યા છે. નોંધનીય છે કે તેમનુ પૂરું નામ ડો.કમલેશ આવસ્થી છે. તેમનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. તેમણે એમ.એસી પીએચડી કરીને ભાવનગર યુનિ. કેમેસ્ટ્રી ભવનના પૂર્વ વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી હતી. તેમને બે પુત્ર છે. તેમની કારકીર્દીની શરૂઆત જોઈએ તો ભાવનગર સપ્તકલામાં કલા ગુરુ ભાર્ગવભાઈ પંડયાના હાથ નીચે સંગીતની સઘન તાલીમ લીધી હતી. કુદરતી વારસામાં મળેલ મુકેશ કંઠી અવાજને કેળવી- પાર્શ્વગાયક સ્વ. મુકેશને સંગીતાંજલિ આપવા સંગીતકાર મહેશ-નરેશના સંગીત નિર્દેશન તળે – ‘ટ્રીબ્યુટ ટુ મુકેશ’ પ્રથમ આલ્બમ બહાર પાડયું હતું. આઠેક જેટલી હિન્દી ફિલ્મો અને ડઝન જેટલી જુ ગુજરાતી ફિલ્મોમાં પાશ્વ ગાયક તરીકે કંઠ આપ્યો છે. રાજ કપૂરના જીવનના અંતિમ હિન્દી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસમાં’ પોતે સ્વર આપ્યો ત્યારે રાજ કપૂરે મુકેશ પાછો મળી ગયાનું જણાવ્યું હતું.
તેઓ સંગીતના વિવિધ ક્ષેત્રે-રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાતેક એવોર્ડ વિજેતા હતા અને ભારતીય વિધાભવન યોજિત ઓલ ઈન્ડિયા સુગમ સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એક્માત્ર આમંત્રિત તેમજ લીમકા અને મીલેનિયમ મુકેશ મેમોરિયલ એવોર્ડ વિજેતા બન્યા હતા.
કમલેશભાઈના ખાસ મિત્ર નવિનભાઈ રાજ્યગુરૂૂ કે જેની સાથે સીત્તેર (70) વર્ષની મિત્રતા અને ઘર જેવા સંબંધ છે. તેમણે જણાવ્યું હતું કે, મેં દિવાળી પર્વમાં ફોન કરી કમલેશ સાથે ઘણી વાતો કરી હતી. અમદાવાદ પરિવાર સાથે સ્થાયી થયેલ નવિનભાઈએ કમલેશભાઈને ભાવનગર દિવાળી કરવા આવવા કહેતા તેણે કીધેલું કે, હવે આવવું મુશ્કેલ છે. એકબીજાના ખબરઅંતર પુછ્યા અને રાત્રે 2 વાગે સ્ટ્રોક (એટેક) આવ્યો. મિત્ર નવિનભાઈ રાજ્યગુરૂ કે જે ઈન્કમટેક્ષ પ્રેક્ટીશનર છે અને શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં સેવા આપે છે. તે અમદાવાદ હોસ્પિટલમાં કમલેશભાઈ પાસે જઈ આવ્યા પરંતુ તેના મિત્ર ભાનમાં ન હતા.
ભાવનગર
ભાવનગરના ભાલર ગામેથી કેફી પીણું માની સીરપનો જથ્થો કબજે લીધો

લઠ્ઠાકાંડ અથવા કેફી પ્રવાહી પીવાથી રાજ્યમાં સામટા મોત થાય એટલે તંત્ર સફાળું જાગીને કાનૂની કાર્યવાહી કરવા માંડે તેવી સ્થિતિ જોવા મળે છે.
આવિજ રીતની કાર્યવાહી તળાજા પોલીસ દફતરે નોંધાઇ છે.ભાલર ગામે આવેલ શિવમ પાન માવા ની દિલીપસિંહ ચંદુભા ગોહિલ ની દુકાન મા બીટ જમાદાર દિનેશભાઇ માયડા એ તપાસ હાથ ધરી શંકા સ્પદ કેફી પીણાં ની કેફી પ્રવાહી મિશ્રિત પીણું હોવાનું માની ને સિરપ ની 282 બોટલ કી. રૂૂ.41125/- ની કબ્જે લીધી હતી. પોલીસ દ્વારા લેબોરેટરીમાં આ પીણું મોકલવામાં આવશે અને તેમાં કેફી પ્રવાહી ની માત્રા નો અભિપ્રાય આવ્યા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે તળાજા પોલીસે ત્રણ માસ પહેલા આવીજ રીતે કેફી પ્રવાહી મિશ્રિત માની બોટલો કબ્જે લીધી હતી જેને લેબ.મા અભિપ્રાય માટે મોકલી આપેલ જેનો આજ સુધી ત્રણ મહિના વીતવા છતાંય અભિપ્રાય આવેલ નથી.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો