Site icon Gujarat Mirror

દિવ્યાંગો માટે કામ કરવામાં સરકાર નબળી, ખુદ સાંસદ દેવુસિંહ ચૌહાણે કબુલ્યું

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જાહેર સ્ટેજ પરથી કહ્યું, ગુજરાત સરકાર અને અમે નબળા છીએ કેમકે, દિવ્યાંગ સેવાનું કામ કરતા 5 વર્ષ નીકળી જાય છે.

સાંસદે કહ્યું કે, જે કામ સરકારે કરવું જોઈએ એ કામ અહીં સંતો કરે છે, અને અમારે કોઈ કામ કરાવવું હોય તો TDO, DDO, કલેક્ટર, ધારાસભ્યનો સાથ લેવો પડે છે, સરકારે કરવાનું કામ સ્વામીએ એકલા હાથે કર્યુ છે, સાસંદના આ નિવેદનથી ખેડામાં ખળભળાટ મચ્યો છે.

સ્વામિનારાયણના સંતો અને નગરજનોની હાજરીમાં સાંસદે કહ્યું કે, દિવ્યાંગોની સેવાનું કામ સરકારનું છે જો આવું કામ સરકાર કરવા જાય તો પાંચ વર્ષ નીકળી જાય અને ગુજરાત સરકાર અને અમે નબળા છીએ સરકારના પેરેલલ કામ સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા કરવામાં આવે છે અને જે કામ સરકારે અને અમારે કરવું જોઈએ તેં સંતો કરે છે તે જ બતાવે છે કે અમે કેટલા નબળા છીએ.

નડિયાદમાં સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગોને “પ્રોસ્થેટીક લિંબ્સ” સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને રાજ્યના મહેસુલ મંત્રી અને નડિયાદના ધારાસભ્યની હાજરીમાં સાંસદ દેવુસિંહે કહ્યું કે, સ્વાથ્યની ચિંતા સુખદેવ સ્વામી કરે છે. અમારે તો તલાટી, TDO, DDO, કલેક્ટર, ધારાસભ્ય, પછી સાંસદ સભ્ય પછી આવા કાર્યક્રમ થાય, જ્યારે સ્વામીએ એકલા હાથે કર્યું. સરકારનો ભાવ હોતો નથી અને એક આખી ચેનલ મારફતે કામ કરવા જઈએ ત્યારેય આવું કામ નથી થતું.

Exit mobile version