Site icon Gujarat Mirror

બગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકા

બગસરા શહેર ભાજપ પ્રમુખની વરણીને એક મહિના કરતા વધુ સમય વીતિ ગયો છે જા કે હજુ સુધી શહેર ભાજપ મહામંત્રી કે અન્ય હોદ્દાઓ માટે કોઈની વરણી કરવામાં ન આવતા શહેરના સંગઠન બાબતે અનેક સવાલો ઉભા થયા છે. બગસરા શહેર ભાજપ પ્રમુખની ટર્મ પુરી થઈ ગયા બાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામ સાદરાણીની વરણી કરવામાં આવી હતી. આ વરણીને એક મહીના કરતા વધુ સમય વીતિ ગયો છે જયારે મહામંત્રી તરીકે પાંચ કરતા વધુ નામો પણ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે.

હાલમાં જ બગસરામાં તિરંગા યાત્રા નું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી હાજર રહ્યા હતા પરંતુ શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી હાજર ન રહેતા ભાજપના કાર્યકરોમાં વિખવાદ અને જૂથવાદ નો ગણગણાટ જોવા મળ્યો હતો પરંતુ હજુ સુધી મહામંત્રી તરીકે કોઈના નામની મહોર લાગી નથી. જો કે આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેર ભાજપ સંગઠન માટે જૂથવાદ ચાલી રહ્યો હોય તેવી ચર્ચા થઈ રહી છે. માત્ર કાર્યકરોને મીટીંગમાં ભેગા કરવા માટે જ તેનો ઉપયોગ થતો હોય જયારે હોદ્દાઓ આપવામાં ભાજપ ઢીલી નીતિ અપનાવતુ હોવાથી કાર્યકરરોમાં રોષ ફેલાયો છે.

Exit mobile version