Connect with us

અમરેલી

બાબરાના લુણકી ગામે ચાલુ રિક્ષાએ હાર્ટએટેક આવતા ચાલકનું મોત

Published

on

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ-એટેકના કારણે મોતના બનાવમાં વધારો નોંધાયો છે. હાલતા ચાલતા માણસોના હાર્ટ-એટેકના કારણે મોતની ઘટનાના સીસીટીવી પણ સામે આવતા રહે છે. ત્યારે અમરેલી જિલ્લામાં હાર્ટ એટેકના કારણે મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. છકડો રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ જ હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ તરફ ઓઘડભાઈ મૂંધવા પોતાની છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આ સમયે તેમની રિક્ષામાં ત્રણ પેસેન્જર પણ સવાર હતા. રિક્ષા ચલાવતી સમયે ઓઘડભાઈને હાર્ટ એટેકનો હુમલો આવતા જ તેઓ ચાલુ રિક્ષાએ રસ્તા પર પટકાયા હતા. તો બીજી તરફ રિક્ષા દોડતી રહી હતી અને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. તાત્કાલીક 108 દ્વારા ઓઘડભાઈને બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકના કારણો મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
છકડો રિક્ષાના ચાલક ઓઘડભાઈને ચાલુ રિક્ષાએ જ હુમલો આવતા તેઓ રસ્તા પર પટકાયા હતા. જો કે, આ સમયે રિક્ષાની સ્પીડ હોવાના કારણે રિક્ષા રસ્તા પર ચાલતી રહી હતી અને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. સદનસીબે આ સમયે સામેથી કે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાના કારણે મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો. રિક્ષામાં સવાર ત્રણેય પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો.
મૃતક ઓધડભાઈ વર્ષોથી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે અચાનક જ રિક્ષા ચલાવતી સમયે આવેલો હ્રદયરોગનો હુમલો જીવલેણ સાબિત થતા ઓધડભાઈના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાના પગલે બાબરા પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી

અમરેલીમાં જેનીબેન ઠુંમરનું ફોર્મ રદ કરવા ભાજપની માંગ, ચાર વાગે સુનાવણી

Published

on

By

  • જેનીબેને એક મિલકત ઓછી દર્શાવી હોવાની ફરિયાદ બાદ કોંગ્રેસને જવાબ આપવા નોટિસ

ગુજરાતમાં આગામી તા. 7 મેના રોજ યોજાનાર લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનું ગઈકાલે પૂર્ણ થઈ ગયેલ છે અને આજે તમામ બેઠકોના ઉમેદવારી પત્રકોની ચકાસણી ચાલી રહી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમંર સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વાંધો રજૂ કરી જેનીબેનનું ફોર્મ રદ કરવાની માંગણી કરતા ભારે રાજકીય ધમાસાણ મચી જવા પામેલ છે. અને ચૂંટણી અધિકારીએ પણ ભાજપનો વાંધો માન્ય રાખી કોંગ્રેસને સાંજે ચાર વાગ્યે જવાબ આપવા નોટીસ આપી છે અને યોગ્ય જવાબ ન આપે તો જેનીબેનનું ફોર્મ રદ પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતી માહિતી મુજબ આજે અમરેલી બેઠકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે તેના સોગંદનામામાં એક મિલ્કત ઓછી દર્શાવેલ છે. ત્રણ વર્ષ પહેલા જેનીબેને વેચેલી એક દુકાન દર્શાવી નથી. તેમણે ખોટુ એફીડેવીટ કરેલ હોય ફોજદારી ફરિયાદ કરવા તેમજ ફોર્મ રદ કરવા માંગણી કરતા કલેક્ટર કચેરીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ગરમાગરમી સર્જાવા પામી હતી.

બીજી તરફ આ ધમાસાણ વચ્ચે જિલ્લા ચૂંટણી અધિકારીએ બાજપ દ્વારા લેવામાં આવેલા વાંધા માન્ય રાખી જેનીબેનને સાંજે ચાર વાગ્યે જવાબ રજૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે. ભાજપે આ વાંધો લેતા જેનીબેન દ્વારા ટેક્નિકલ ક્ષતિ દૂર કરવામાં કોંગ્રેસ નિષ્ફળ જાય તો તેનું ફોર્મ રદ પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાયેલ હોય અમરેલીમાં રાજકીય મામલો ભારે ગરમ બન્યો છે. ચાર વાગ્યે ચૂંટણી અધિકારી ભાજપના વાંધા અંગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના આગેવાનોના ટોળા કલેક્ટર કચેરીએ ઉમટી પડેલ છે. આ મામલામાં ચૂંટણી અધિકારી કેવો નિર્ણય કરે છે તે તરફ સૌની નજર મંડાયેલ છે.

Continue Reading

અમરેલી

લાચારીનું બીજું નામ શિસ્ત, ભાજપ નેતા ડો.કાનાબારનું ટ્વિટ

Published

on

By

બીજેપી નેતા ભરત કાનાબાર નેતા નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમના એક ટ્વિટથી અનેક પ્રકારની અટકળો તેજ બની છે.

તેમણે ટ્વિટ કરી શિસ્ત અને વફાદારીની નવી વ્યાખ્યા આપી છે. લાચારીનું બીજુ નામ શિસ્ત, કાયરતાનુ બીજુ નામ વફાદારી એવો પણ સોશિયલ મિડીયા પોસ્ટમાં ઉલ્લેખ છે. કાનાબારની પોસ્ટ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કે અન્ય કારણસર તે વિશે ચર્ચા થઈ રહી છે. કાનાબાર અનેક વાર આ જ પ્રકારે પોસ્ટ કરતા હોય છે. આ પોસ્ટમાં કાનાબારના નિશાને કોણ તે કહેવું મુશ્કેલ છે. તેમણે લખ્યું છે,વતનની ધરતીના અન્ન પાણી આપણું પોષણ કર્યુ છે તેના લોકોનું અહિત થઈ રહ્યુ હોય તે જાણવા છતાં કંઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.

Continue Reading

અમરેલી

અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

Published

on

By

અમરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના મહિલા ઉમેદવારે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ભાજપની લીગલ ટીમ દ્વારા ફરિયાદ કરાતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.જાહેરસભામાં ભાષણ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે તેની બંને બાજુ ભારતમાતાના વેશમાં તિરંગા સાથે બે છોકરીઓને ઉભી રાખતા આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે જેની ઠુમ્મરે કહ્યું હતું કે, અમરેલીની દીકરીને દબાવવાનો પ્રયાસ છે.

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂૂ થઈ ગયો છે,ત્યારે ઉમેદવારો તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે નિકળી રહ્યા છે,બનાસકાંઠા ભાજપના પીઢ નેતા શંકર ચૌધરી સામે કોગ્રેસ પક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે.આદર્શ આચાર સહિતા મુજબ બંધારણીય પદ ધારકો કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચાર ન કરી શકે તેમજ વિધાનસભાના સ્પીકર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ ન બની શકે સાથે સાથે શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9 નો ભંગ કરી તેઓ પ્રચારમાં જોડાયા હતા,બનાસકાંઠા ભાજપના ઉમેદવારની તરફેણમાં રાજકીય પ્રચાર શરૂૂ કર્યો હતો.

ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી.અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 ના પ્રકરણ-9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે.જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી.

Continue Reading

Trending