Site icon Gujarat Mirror

વિદેશ જવાનો ક્રેઝ વધ્યો, ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઈસ્યૂ

ગુજરાતમાં આ વર્ષે પાસપોર્ટ માટે 8.55 લાખથી વઘુ અરજી આવી છે અને તેની સામે 8.63 લાખથી વઘુ પાસપોર્ટ જારી થયા છે. જેમાં અમદાવાદની રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી 6.82 લાખ જ્યારે સુરતથી 1.81 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવેલા છે. આમ, ગુજરાતથી દરરોજ સરેરાશ 2585 પાસપોર્ટ ઈશ્યૂ થાય છે. અલબત્ત, વર્ષ 2023ની સરખામણીએ નવેમ્બર 2024 સુધી પાસપોર્ટની અરજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.ગુજરાતમાંથી ગત વર્ષે અમદાવાદથી 7.95 લાખ અને સુરતથી 2.28 લાખ એમ કુલ 10.24 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. આ સ્થિતિએ ગત વર્ષે દરરોજ 2807 જેટલા નવા પાસપોર્ટધારકો ઉમેરાતા હતા.

અમદાવાદ આરપીઓમાંથી આ વખતે જેટલી અરજી આવે છે તેની સામે વઘુ પાસપોર્ટનો નિકાલ થયો છે. સમગ્ર દેશમાં આ વર્ષે નવેમ્બર સુધી 12.36 કરોડ અરજી સામે 11.84 કરોડ પાસપોર્ટ જારી થયેલા છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 44.32 લાખથી વઘુ અરજીઓ આવી છે અને તેની સામે 43.99 લાખથી વઘુ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ પાસપોર્ટ અરજદારોમાં ઘટાડો થયો છે. દિવાળી અગાઉ રોજના 3500 જેટલા અરજદારો હતા અને તે હવે ઘટીને 3 હજારની આસપાસ છે.

Exit mobile version