Site icon Gujarat Mirror

કારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તો

 

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા છે. દુબેનો દાવો છે કે જુલાઈ 2006માં મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાને બદલે, કોંગ્રેસે હવાના બેઠક દરમિયાન કારગિલ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને સર ક્રીકને પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કર્યો હતો.

બુધવારે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટો બાદ સરહદ પારના આતંકવાદનો સામનો કરવાની કોંગ્રેસ નેતૃત્વની રીતભાત પર નિશાન સાધ્યું હતું. ’ડ’ (અગાઉનું ટ્વિટર) પરની એક પોસ્ટમાં, દુબેએ તત્કાલીન યુપીએ (UPA) સરકારના રાજદ્વારી વલણની સરખામણી વર્તમાન સરકારના વલણ સાથે કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને નિર્ણાયક સૈન્ય કાર્યવાહી કરવાને બદલે અમેરિકાના રાજદ્વારી દબાણ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. દુબેએ દાવો કર્યો હતો કે હવાના બેઠક દરમિયાન, કોંગ્રેસે કારગિલ, ઙજ્ઞઊં અને સર ક્રીક પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કર્યો હતો.
16 સપ્ટેમ્બર, 2006ના રોજ હવાના ખાતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા, દુબેએ તેને વિદેશી દબાણ હેઠળ લેવાયેલું પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મનમોહન સિંહ અને પરવેઝ મુશર્રફ વચ્ચેની તે બેઠક અમેરિકાના દબાણ હેઠળ યોજાઈ હતી.

જુલાઈ 2006માં મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા, જેમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ કે અપંગ બન્યા હતા. પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ કરતી દેશવ્યાપી લાગણી ઉભી થઈ હતી. જોકે, સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ નબળી, લાચાર અને અમેરિકાના દબાણ સામે ઝૂકી જતી જણાઈ હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાને બદલે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ઓગસ્ટની બેઠક દરમિયાન વાતચીત દ્વારા સમાધાન કરવાનો નિર્ણય લીધો હતો.

વિકિલીક્સના ખુલાસાઓનો હવાલો આપતા, દુબેએ આરોપ લગાવ્યો કે યુપીએ નેતૃત્વ વ્યાપક રાજદ્વારી કરારો હેઠળ કારગિલ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ઙજ્ઞઊં) અને સર ક્રીક અંગે છૂટછાટ આપવા તૈયાર હતું. 22 સપ્ટેમ્બર, 2006ના રોજ વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ અને દક્ષિણ એશિયાના નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકોના ઐતિહાસિક દસ્તાવેજોનો ઉલ્લેખ કરતા, દુબેએ દાવો કર્યો હતો કે ભારત-અમેરિકા પરમાણુ કરારના સંદર્ભમાં આ દ્વિપક્ષીય વાટાઘાટોની વિગતોની આપ-લે કરવામાં આવી હતી.

Exit mobile version