આંતરરાષ્ટ્રીય
ચીફ જસ્ટિસનો ખુલાસો ગળે ઉતરે એવો નથી
ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ મનાતી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે દેશના ચીફ જસ્ટિસપદેથી ડી.વાય. ચંદ્રચૂડની વિદાયને ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે વિદાય લઈ રહેલા ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સરકારના વડાઓને મળે ત્યારે તેમની વચ્ચે સોદાબાજી જ થઈ હોય એવું નથી હોતું. આ પ્રકારની બેઠકો મોટાભાગે વહીવટી બાબતોને લગતી હોય છે કેમ કે અમારે રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવી પડે છે કેમ કે રાજ્ય સરકાર ન્યાયતંત્ર માટે બજેટ આપે છે. ચીફ જસ્ટિસ રાજ્ય સરકારના વડાને મળવાને બદલે માત્ર પત્રો પર આધાર રાખીને બેસી રહે તો કોઈ કામ નહીં થાય.
ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે, ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કામ કરે છે તેથી કહ્યું છે કે, જ્યારે સરકારના વડા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને મળે છે ત્યારે આ બેઠકોમાં રાજકીય પરિપક્વતા જોવા મળે છે અને મારી કારકિર્દીમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન કોઈ પેન્ડિંગ કેસ વિશે કંઈ કહ્યું હોય. ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે, કોર્ટ અને સરકાર વચ્ચેનો વહીવટી સંબંધ ન્યાયતંત્રના કામ કરતા અલગ છે. સીએમ કે ચીફ જસ્ટિસ તહેવારો કે શોકના સમયે એકબીજાને મળે તેના કારણે અમારા કામને કે ફરજને કોઈ અસર નથી થતી. ગણેશ ઉત્સવ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના નિવાસસ્થાને ગયા હતા અને આરતી ઉતારી હોવાના ફોટા તથા વીડિયો વાઇરલ થયા હતા.
મરાઠી પોશાક અને મરાઠી ટોપી પહેરીને આવેલા મોદી અને ચીફ જસ્ટિસ વચ્ચે તેમના નિવાસસ્થાને થયેલી બેઠકની કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ ટીકા કરી હતી. બંધારણીય અને કાનૂની નિષ્ણાતોએ પણ તેની ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે ઘણા બંધારણીય નિષ્ણાતોએ મોદીની ટીકા કરી હતી તો ઘણાંએ મોદીની તરફેણ પણ કરી હતી. ચીફ જસ્ટિસે વિદાય લેતાં પહેલાં આ મુદ્દે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે એ સ્પષ્ટ છે પણ કમનસીબે તેમની સ્પષ્ટતા ગળે ઊતરે એવી નથી. સૌથી પહેલી વાત એ કે, ચંદ્રચૂડ મોદીને મળ્યા એ મુદ્દે કોઈને વાંધો નહોતો પણ મોદી ચંદ્રચૂડના ઘરે એકલા ગયા અને ખાનગીમાં મળ્યા તેની સામે વાંધો હતો. ચીફ જસ્ટિસ કહે છે એ રીતે સરકારના વડાઓને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મળવું પડે કેમ કે સરકારો ન્યાયતંત્રને ફંડ આપે છે. આ વાત સ્વીકારવામાં વાંધો નથી પણ આ મુલાકાતો સત્તાવાર રીતે ઓફિસોમાં થતી હોય છે ને ન્યાયતંત્ર તથા સરકાર સાથે જોડાયેલા લોકોની હાજરીમાં થતી હોય છે.
મોદી અને ચંદ્રચૂડ મળ્યા એ રીતે ખાનગીમાં ને બીજા કોઈની હાજરી વિના વન ટુ વન નથી થતી, કોઈના ઘરે પણ નથી થતી. લોકશાહીમાં ચૂંટાયેલી પાંખ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર ત્રણ સ્તંભ છે. આપણે ત્યાં ચૂંટાયેલી પાંખના વડા સરકાર ચલાવે છે તેથી તેમને મોટા માનવામાં આવે છે પણ વાસ્તવમાં ત્રણેયનું પોતપોતાની રીતે મહત્ત્વ છે. ત્રણેયનું કામ એકબીજાના સંકલનમાં કામ કરવાનું છે ખરું પણ એકબીજા પર વોચ રાખવાનું પણ છે. મોદી અને ચંદ્રચૂડ બંને લોકશાહીના બે આધારસ્તંભના વડા છે ત્યારે તેમણે ગૌરવપૂર્ણ રીતે વર્તવું જોઈએ અને તેમની ફરજો અંગે કોઈને પણ શંકા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે મોદીને પોતાના ઘરે ખાનગી બેઠક માટે મળવાની મંજૂરી આપી એ મર્યાદા રેખા ઓળંગી હતી.
ન્યાયતંત્રની જવાબદારી મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે, કોઈ પણ સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે છે તેની ખાતરી કરવાની છે. આ કારણે જ બંને વચ્ચે અંતર હોવું જોઈએ પણ ચીફ જસ્ટિસ ને વડા પ્રધાનને ઘર જેવા સંબંધો છે એવું સ્થાપિત કરવા પ્રયત્ન કરાય એ યોગ્ય ના કહેવાય ને મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય. રાજકારણીઓને આ બધી વાતોથી ફર્ક નથી પડતો હોતો પણ ચીફ જસ્ટિસ માટે આ મોટી વાત કહેવાય કેમ કે, તેના કારણે ન્યાયતંત્ર વિશેની લોકોની ઈમેજને અસર થાય છે.
આંતરરાષ્ટ્રીય
પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત
પશ્ચિમી આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી. ત્યાં ચાહકોની અંદરો-અંદર અથડામણ થઈ ગઈ. જેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ આ ઘટનાને લઈને જણાવ્યું કે પરવિવારે ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ચાહકોની વચ્ચે અથડામણમાં ડઝન લોકો માર્યા ગયા છે. એક ડોક્ટરે નામ ન છાપવાની શરત પર જણાવ્યું, હોસ્પિટલમાં જ્યાં સુધી એક નજર જઈ રહી છે ત્યાં સુધી મૃતદેહોની લાઈન લાગેલી છે.
ઘણા મૃતદેહ જમીન પર પડેલા છે, શબઘર ભરેલા છે.સોશિયલ મીડિયા પર આ હિંસાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રસ્તા પર અફરા-તફરીનો માહોલ નજર આવી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ એનજેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને આગ લગાડી દીધી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ, પહિંસા મેચ રેફરીની તરફથી એક વિવાદિત નિર્ણય આપ્યા બાદ શરૂૂ થઈ. તે બાદ ચાહકો ભડકી ગયા અને પછી ખૂબ હિંસા ભડકી.સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતો.
આંતરરાષ્ટ્રીય
પોતાની સત્તા વાપરી ફરી બાઇડેને પુત્રને માફ કર્યો
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ નિર્ણય તેમના એ વચન પર યુ-ટર્ન મનાઈ રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે હું મારા પરિવારના લાભ માટે મારી શક્તિઓનો ઉપયોગ નહીં કરું.
પ્રમુખ બાઈડેને એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. અગાઉ, બાઈડેને કહ્યું હતું કે હું ડેલાવેર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા બે કેસોમાં મારા પુત્ર હન્ટરને માફ કરાશે નહીં કે તેની સજામાં દખલ નહીં કરું .
અમેરિકાના પ્રમુખ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપો છે. અગાઉ, ડેલાવેર કોર્ટમાં હન્ટરે કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. એવા આક્ષેપો છે કે હન્ટર બાઇડેને જાણી જોઈને આવકવેરો ચૂકવ્યો નથી.
આંતરરાષ્ટ્રીય
વેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. તેઓ વાસ્તવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતા પહેલા જ ફુલ ફોર્મમાં છે. તેમણે તેમની કેબિનેટની પસંદગી કરી છે. તેમણે અનેક મહત્વના પદો પર પોતાના નજીકના લોકોને પસંદ કર્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે તેમણે આરબ અને મધ્ય પૂર્વ બાબતોના સલાહકારના પદ માટે તેમના સાથીદારની પસંદગી કરી છે.
ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. મસાદ વાસ્તવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે. ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ આરબ મૂળના મુસ્લિમો અને મુસ્લિમ નેતાઓને મળ્યા હતા.
મિશિગનમાં ટ્રમ્પની જીતમાં મસાદે મહત્વની ભૂમિકા ભજવી હતી. અહીંના લોકોએ 2020માં બિડેનના સમર્થનમાં વોટ આપ્યા હતા, પરંતુ આ વખતે ટ્રમ્પે મસાદની મદદથી મિશિગનમાં ચૂંટણી જીતી લીધી. ચૂંટણી પ્રચાર દરમિયાન, મસાદે આરબ અમેરિકન વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડઝનેક બેઠકો યોજી હતી.
અગાઉ શનિવારે, તેણે રિયલ એસ્ટેટ મોગલ ચાર્લ્સ કુશનર, તેના જમાઈ જેરેડ કુશનરના પિતા, ફ્રાન્સમાં યુએસ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા હતા.
-
ગુજરાત14 hours ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત14 hours ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ક્રાઇમ14 hours ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
ગુજરાત14 hours ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત14 hours ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ
-
ગુજરાત14 hours ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
ગુજરાત14 hours ago
એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી
-
ગુજરાત14 hours ago
એક વર્ષ પહેલાં GPSC પાસ વર્ગ-1ના 15 અધિકારીઓને મળશે પોસ્ટિંગ