Site icon Gujarat Mirror

વાંગચુકના ભાષણના અનુવાદમાં કેન્દ્ર સરકારે મીઠું-મરચુ ભભરાવ્યું

સોનમ વાંગચુક કેસની સુપ્રીમ કોર્ટે સુનાવણી: સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોનમ વાંગચુકનું મૂળ ભાષણ ફક્ત 3 મિનિટ લાંબુ હતું, પરંતુ સરકારે આપેલું ભાષાંતર 7-8 મિનિટ લાંબુ હતું. કોર્ટે હવે સરકાર પાસેથી સંપૂર્ણ અને સચોટ ભાષાંતર માંગ્યું છે. લડાખના પર્યાવરણ માટે લડત ચલાવી રહેલા અને હાલ જેલમાં રહેલા લોકનેતા વાંગચુક આજકાલ કેન્દ્ર સરકાર સામે કાનુની આંટીમાં ફસાયા છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના વિવાદાસ્પદ ભાષણના સંપૂર્ણ અનુવાદની માંગ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે તેને સમગ્ર ભાષણનો સચોટ અનુવાદ જરૂૂરી છે અને એઆઈના યુગમાં, અનુવાદ 98% સચોટ હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સોમવાર, 16 ફેબ્રુઆરીના રોજ સોમવારના રોજ સોનમ વાંગચુકની અટકાયતને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને પી.બી. વરાલેની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજને કહ્યું, અગાઉ, સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો હતો કે સરકારે વાંગચુકને એવા શબ્દો આપ્યા છે જે તેમણે ક્યારેય કહ્યું નથી. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, એડિશનલ સોલિસિટર જનરલે જવાબ આપ્યો કે ટ્રાન્સક્રિપ્શન એક વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓ આ ક્ષેત્રના નિષ્ણાત નથી. જ્યારે કોર્ટે સરકારને મૂળ ટ્રાન્સક્રિપ્ટ માંગી, ત્યારે સિબ્બલે જવાબ આપ્યો,

Exit mobile version