Connect with us

ગુજરાત

તા.15મી મધ્યરાત્રીથી જોવા મળશે લાયરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

Published

on

  • કલાકની 15થી 100 ઉલ્કાઓ સ્પષ્ટ પડતી જોવા મળશે: રાજ્યમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા. 15 મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. 29 મી એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. 15 મી સોમવાર મધ્યરાત્રિથી તા. 29 મી સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. 21 તથા 22 મી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 100 ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.

એડવોકેટ પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેક્ધડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા 10સ50 નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.

જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે.લાયરીડસ ઉલ્કાવર્ષાનો નજારો તા. 21 તથા 22 રાત્રીના નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિનોદ વામજા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વિગેરે અનેક સદસ્યો જોડાયા છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 9825216689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

ગુજરાત

મેવાસાના વૃદ્ધને અપમાનિત કરવા સબબ સરપંચ સામે ફરિયાદ

Published

on

By

 

ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા જીણાભાઈ હીરાભાઈ પરમાર નામના 62 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધને મેવાસા ગામના સરપંચ પદ પર રહેલા જેઠાભાઈ મારખીભાઈ નંદાણીયાએ પોતાના ઘરે ચા-પાણી પીવા માટે રકાબી અલગ રાખી હોય, તે લઈને ચા પીવાનું કહેતા આ પ્રકારે ભેદભાવ રાખી અને ફરિયાદી ઝીણાભાઈ ચાવડા પ્રત્યે ધિકારપાત્રતા જેવી ભાવનાને પ્રોત્સાહન આપવા બાબત ભાણવડ પોલીસે ઝીણાભાઈની ફરિયાદ પરથી જેઠાભાઈ નંદાણીયા સામે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ હાથ ધરી છે.

મેવાસા ગામના તલાટી મંત્રી પાસે ફરિયાદીએ અનુસૂચિત જાતિના વિકાસ કામો બાબતની માહિતી આર.ટી.આઈ. મારફતે માંગી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

Continue Reading

ગુજરાત

ખંભાળિયા નજીક રિક્ષા અકસ્માતમાં ચાલકનું મૃત્યુ: અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત

Published

on

By

 

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડાથી દેવળીયા ગામ તરફ જતા માર્ગે એક રીક્ષા છકડો લઈને જઈ રહેલા મહેશભાઈ કિશોરભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને પોતાનો રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા તેણે રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.

આ અકસ્માતમાં મહેશભાઈ મકવાણાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય રીક્ષા સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે સંજયભાઈ જયંતીભાઈ મકવાણા (ઉ.વ. 44, રહે. સિક્કા પાટિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક છકડા રીક્ષા ચાલક મહેશભાઈ કિશોરભાઈ મકવાણા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.

_________________________

સગાઈ થતી ન હોવાથી નાના આસોટાના યુવાને જિંદગી ટૂંકાવી

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ભાવિનભાઈ રામાભાઈ રામાવત નામના 25 વર્ષના યુવાને ગત તા. 12 ના રોજ મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક ભાવિનભાઈની સગાઈ થતી ન હોવાથી તેણે આ પગલું ભર્યું હોવા અંગેની જાણ હેમતભાઈ જાનકીદાસ રામાવત (ઉ.વ. 42, રહે. નાના આસોટા) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

_________________________

પતિ સાથે થયેલા ઝઘડા બાદ પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ભાણવડ તાલુકાના જંબુસર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જાબર તાલુકાના વતની પ્રભુભાઈ નાનસિંગભાઈ ચૌહાણ નામના 31 વર્ષના શ્રમિક યુવાને હોળીના તહેવારમાં દારૂ પીવા માટે રાખેલા 500 રૂપિયા ખોવાઈ જવા બાબતે તેના પત્ની શીલાબેન ઉર્ફે ભુરીબેન પ્રભુભાઈ ચૌહાણ (ઉ.વ. 30) સાથે બોલાચાલી થઈ હતી.
આ બનાવ બાદ ગત તારીખ 24 માર્ચના રોજ શીલાબેન ઉર્ફે પુરીબેન ચૌહાણએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતક મહિલાના પતિ પ્રભુભાઈ ચૌહાણએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી છે.

Continue Reading

ગુજરાત

દ્વારકા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષક દ્વારા નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

Published

on

By

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ ખર્ચ નિરીક્ષક (એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર) અવિજીત મિશ્રાએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં તેમણે નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો, ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી ખર્ચ નિરીક્ષણ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કર્યા હતા.
નિરીક્ષક મિશ્રાએ પણ વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી તથા તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ ચૂંટણી માટે સચોટ મોનિટરિંગ ખૂબ જ મહત્વનું હોય છે. દરેકને સોંપવામાં આવેલ ફરજો સુપેરે પાર પાડી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

બેઠક પૂર્વે ખર્ચ નિરીક્ષક મિશ્રાએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ સેન્ટર, ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલ તથા કંટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી નિરીક્ષણ કર્યું હતું તેમજ અત્રે હાથ ધરવામાં આવતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જામનગર લોકસભા મતવિસ્તારના રિટર્નીગ ઓફિસર અને જામનગરના જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, અહીંના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

Trending