Connect with us

અમરેલી

અમરેલી લોહાણા મહાજન ટ્રસ્ટનો વિવાદ ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો

Published

on

અમરેલી લોહાણા મહાજન અમરેલીમાં ચાલતા ટ્રસ્ટીઓની વિવાદ વકરતા આ વિવાદ ભાવનગરના જોઇન્ટ ચેરીટી કમીશનર સમક્ષ પહોચ્યો છે અને ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને પુર્વમંત્રી અને હાઇર્કોના નામાંકીત એડવોકેટ શ્રી રાજેશ રુપારેલે ટ્રસ્ટમાં તાકીદે ચુંટણી કરવા દાદ માંગતા સમગ્ર લોહાણા સમાજમાં ચકચાર જાગી છે.
આ અંગની હકીકત એવી છે કે શ્રી અમરેલી લોહાણા મહાજન અમરેલીની સ્થાપના 2006માં કરવામાં આવી હતી અને તે વખતે ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓની દર પાંચ વર્ષે ચુંટણી કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. તે વખતે સ્થાપક ટ્રસ્ટી અને માતૃશ્રી અંબાબેન નરીશીદાસ સોઢા લોહાણા મહાજન વાડીના મુખ્ય દાતા સ્વર્ગવાસીશ્રી અંતુભાઇ સોઢા પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે એડવોકેટ રાજેશભાઇ રુપારેલની નિમણુંક કરવામાં આવી હતી અને ત્યારબાદ 2014માં ટ્રસ્ટ ડીડમાં સુધારો કરી 11 જેટલા આજીવન ટ્રસ્ટીની તથા 20 જેટલા પાંચ વર્ષ માટેના ટ્રસ્ટીઓની ચુંટણી કરવાનું ઠરાવેલ હતુ અને તે પ્રમાણે સને 2014માં વર્તમાન મહાજન પ્રમુખ જીતુભાઇ સોમૈયા સહિત ચાર વ્યકિતઓને આજીવન ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને 16 જેટલા ટ્રસ્ટીઓની પાંચ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી હતી.
અમરેલીના જ એક ચાર્ટડ એકાઉન્ટન્ટ અનિલભાઇ ધિરજભાઇ રુપારેલે ચેરીટી કમીશનર સમક્ષ 2019માં અરજી કરી આજીવન ટ્રસ્ટી નિમવાની જોગવાઇ કરી હતી તે રદ કરવા અપીલ કરી હતી અને તેના કારણે આજીવન ટ્રસ્ટીઓની જોગવાઇ રદ થઇ ગઇ હતી. દરમ્યાનમાં 2021માં તે વખતના મહાજન પ્રમુખશ્રી અંતુભાઇ સોઢાનું અવસાન થતા વર્તમાન માજન પ્રમુખ જીતુભાઇ સોમૈયાની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. સને 2014માં જે 16 ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી તેઓની મુદત સને 2019માં પુરી થઇ ગઇ હોવા છતાં અમરેલી શહેરના જ્ઞાતિજનોની સામાન્ય સભા બોલાવી નવા ટ્રસ્ટીઓની નિમણુંક ન કરતા અમરેલીના જ વતની અને હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા રાજેશભાઇ રુપારેલે ભાવનગરના જોઇન્ટ ચેરીટી કમીશનરશ્રી સમક્ષ શ્રી અમરેલી લોહાણા મહાજન અમરેલી ટ્રસ્ટનાં તાત્કાલીક ચુંટણી કરવા માટે અરજી કરતા જોઇન્ટ ચેરીટી કમીશનર ભાવનગરનાએ બધા ટ્રસ્ટીઓને નોટીસ કરેલ.જેથી મહાજનના વર્તમાન પ્રમુખ જીતુભાઇ સોમૈયા, ઉપપ્રમુખ સતીષભાઇ આડતીયા, મંત્રી જગદીશભાઇ સેલાણી તથા મહાજનના કીંગ મેકર અનીલભાઇ રુપારેલે ઠરાવ બુકમાં ખોટો ઠરાવ ઉભો કરી તા.30/6/2019ના રોજ ચુંટણી થઇ ગઇ હોવાનો ફેરફાર રીપોર્ટ તા.1/11/2023ના રોજ રજુ કરતા સમગ્ર અમરેલી લોહાણા સમાજમાં આ વ્યકિતઓ સામે રોષની લાગણી ઉભી થવા પામી છે. કારણ કે તા.30/6/2019ના રોજ અમરેલીના લોહાણા સમાજના સભ્યોની આવી કોઇ મીટીંગ મળી ન હતી કે કોઇ ટ્રસ્ટીઓની ચુંટણી કરવામાં આવી નથી તેમ છતાં આવો ખોટો ઠરાવ ઉભો કરતા મહાજનના જ ટ્રસ્ટીઓના બીજા ગૃપ દ્વારા તેની સામે કાયદેસરની લડત કરવા માટે કાર્યવાહી કરી હોવાનું જણવા મળેલ છે અને આવો ખોટો ઠરાવ ઉભો કરવા બાબતે જવાબદાર ટ્રસ્ટી સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવા માટે પણ કાર્યવાહી કરે તેવી શકયતા વર્તાય રહી છે. શ્રી અમરેલી લોહાણા મહાજન અમરેલી ટ્રસ્ટમાં ચાલતો ટ્રસ્ટીઓ વચ્ચેનો આંતરીક વિખવાત ચેરીટી કમીશનર સુધી તો પહોંચ્યો છે અને હવે પોલીસ સ્ટેશનમાં પહોંચે તો પણ નવાઇ નહીં લાગે તેવું જાણવા મળી રહયુ છે.

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

અમરેલી

સાવરકુંડલામાં ગેસ કનેકશન માટે ખોદાયેલા ખાડાઓથી લોકોને હાલાકી

Published

on

સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન લાગે તે માટે સરકાર દ્વારા કામગીરીઓ પૂરજોશમાં ચાલુ છે પણ શહેરી વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઈન બિછાવવાની કામગીરીઓને કારણે સાવરકુંડલા ના શહેરીજનો વ્યાપક પણે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન પાથરવાની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને ગેસ કનેક્શન માટેની પાઇપ લાઇન લગાવવા માટે ગેસ કંપની દ્વારા જાહેર માર્ગો પર ખાડાઓ કરીને પાઇપ લાઈન યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે પણ કામગીરી ઓમા ક્ષતિઓ રહી જવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ ખોદીને બુરવામાં આવતા ના હોવાથી વાહનચાલકો આવા ખાડામાં ફસાઈ જાય છે ને વાહનો અટવાઈ જાય છે જ્યારે અનેક ફરિયાદો એવી પણ મળી રહી છે કે કંપનીઓ દ્વારા પાઇપ લાઈન પાથરવામાં ખાડાઓ અને લાઈન બુરવાની કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા હોય ને શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે પાલિકા દ્વારા ગેસ કનેકશન કંપની પાસે કરેલા કરાર મુજબની કામગીરી કરે છે કે કેમ તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તપાસ થવી જરૂૂરી છે ને શેહરિજનો ને ગેસની પાઇપ લાઈન ની કામગીરીઓ પૂર્ણ જે વીસ્તરોમાં થઈ ગઈ છે ત્યાં પાઇપ લાઇન બુરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે ઘરે ઘરે ગેસ પાઇપ લાઇન ફિટીગ થાય તે સારી બાબત છે પણ પાઇપ લાઈન ફિટીગ વખતે લાઈન બુરવાની કામગીરીઓ પણ સંગાથે થાય તો અકસ્માતો ની ઘટનાઓ પણ ઘટે ને વાહનચાલકો કે રાહદારીઓને હાલાકી નો સામનો ના કરવો પડે તે અંગે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિ દાખવે તે ઈચ્છનીય છે

Continue Reading

Trending