ગુજરાત
સજા વોરંટમાં નાશતા ફરતા આરોપીને પોલીસે બોલબાલા રોડ પરથી પકડ્યો
રાજકોટ શહેરના કોર્ટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ જજ ડી.આર.જગુવાલાની કોર્ટના સજા વોરંટના ગુનામાં નાશતા ફરતા જગદીશ લાખાભાઇ સિધ્ધપરા (રહે.વ્રજ લાલપાર્ક શેરી નં.1 કોર્નર સોનાલી પાન સામે 80 ફુટ બોલબાલા રોડ રાજકોટ તથા હાલ રહે શ્રધ્ધાદીપ સોસાયટી શેરી નં.1નો કોર્નર 40 ફુટ રોડ લાલ પાર્ક પાછળ 80 ફુટ બોલબાલા રોડ રાજકોટ)ને પોતાના ઘર પાસેથી ઝડપી પેરોલ ર્ફ્લો સ્કોવર્ડે ભક્તિનગર પોલીસને સોંપી દીધો હતો. આ કામગીરી પેરોલ ર્ફ્લો સ્કોવર્ડના પી.આઇ. સી.એચ.જાદવ, પી.એસ.આઇ. જે.જી.તેરૈયા, એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ, રાજદિપસિંહ ચૌહાણ, યોગભા, કુલદિપસિંહ જાડેજા અને શાંતુબેન મુળીયા સહિતની ટીમે કામગીરી કરી હતી. જ્યારે બીજી ઘટનામાં ડીસીપી ઝોન-1ના પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ. પીયુસભાઇ ત્રીવેદી, જયપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ જાદવ અને નરેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે આજીડેમ પોલીસ સ્ટેશન સહિત બે દારૂના ગુનામાં નાસતા ફરતા વિંછીયાના માત્રા ગામના વતની ઇશ્ર્વર ભવાન બાવળીયાને પકડી લીધો હતો.
આ ઘટનામાં પીએસઆઇ બી.વી. બોરીસાગરે વિગતો આપતા જણાવ્યું હતુ કે, આરોપી ઇશ્ર્વર છેલ્લા પાંચ મહિનાથી દારૂના ગુનામાં ફરાર હોય બાતમીના આધારે ભાવનગર હાઇવે પર આવેલા પેટ્રોલપંપ પાસે હોવાની બાતમી મળતા ઝોન-1 એલસીબીની ટીમ ત્યાં પહોંચી હતી અને પોલીસને જોઇ આરોપી ઇશ્ર્વર ઝાડી-ઝાંખળાઓમાં ભાગવા લાગ્યો હતો. પોલીસે તેમનો પીછો કરી ફિલ્મી ઢબે પકડી લીધો હતો.