Site icon Gujarat Mirror

થલપતી વિજયની અંતિમ ફિલ્મ ‘જન નાયકન’ વિવાદમાં અટવાઇ

સેન્સર બોર્ડની મંજૂરી બાદ અટકાવાતા કાનૂની પડકાર

સાઉથના સુપરસ્ટાર વિજય થલપતીની કરિયરની સૌથી ચર્ચિત અને છેલ્લી ફિલ્મ ’જન નાયકન’ અત્યારે કાનૂની ગૂંચવણમાં ફસાઈ છે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ હતી, પરંતુ હવે તેની રિલીઝ કેન્સલ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતાઓએ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ માટે તમામ જરૂૂરી દસ્તાવેજો CBFCની ચેન્નાઈ ઓફિસમાં સબમિટ કર્યા હતા. શરૂૂઆતમાં સેન્સર બોર્ડની સમિતિએ ફિલ્મ જોયા બાદ યૌન હિંસા અને કેટલાક સંવાદોમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. નિર્માતાઓએ આ ફેરફારો સ્વીકારી લીધા અને બોર્ડે ફિલ્મને ઞ/અ’ સર્ટિફિકેટ આપવાની ભલામણ પણ કરી દીધી હતી.

જોકે, છેલ્લી ઘડીએ સ્ક્રીનિંગ કમિટીના એક સભ્યએ CBFC ચેરમેન પ્રસૂન જોશીને પત્ર લખીને ફરિયાદ કરી કે ફિલ્મમાં ધાર્મિક લાગણીઓ દુભાય તેવું ક્ધટેન્ટ છે. આ ફરિયાદના આધારે ચેરમેને ફિલ્મને ફરીથી રિવ્યૂ માટે ‘રિવાઇઝિંગ કમિટી’ પાસે મોકલી આપી હતી, જેને નિર્માતાઓએ કોર્ટમાં પડકારી છે.

નિર્માતાઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હતી કે. જ્યારે ફિલ્મ હજુ ક્યાંય જાહેર પ્રદર્શિત થઈ જ નથી, તો કોઈ ત્રીજા પક્ષની ફરિયાદનો આધાર કેવી રીતે હોઈ શકે? સેન્સર બોર્ડે અગાઉ ફેરફારો સાથે સર્ટિફિકેટ આપવાનું નક્કી કર્યું હતું, તો તેને અટકાવવું એ ગેરવાજબી છે. રિલીઝના સમયે સર્ટિફિકેટ રોકવાથી નિર્માતાઓને ભારે આર્થિક નુકસાન થશે. બીજી તરફ, સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું કે કાયદો બધા માટે સમાન છે. ફિલ્મમાં સુરક્ષા દળોના પ્રતીકો અને ધાર્મિક મુદ્દાઓ હોવાથી તેની તપાસ થવી જરૂૂરી છે.

Exit mobile version