Site icon Gujarat Mirror

સાત મહિલાઓ પર આધારિત ફિલ્મ ‘ઉંબરો’નું ટિઝર રિલીઝ

24 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક ફિલ્મો છે. જે દર્શકોને ખૂબ ગમી રહી છે. ત્યારે આ યાદીમાં વધુ એક ફિલ્મનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારોના ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા વધુ એક ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવવા આવી રહી છે. આ ફિલ્મનું નામ ઉંબરો છે. ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.


ગુજરાતના જુદા જુદા ખૂણામાંથી સાત મહિલાઓ કે જે એકબીજા માટે અજાણી છે. તેઓ એક ટૂર કંપની દ્વારા લંડન જવા માટે તેમના પ્રથમ વિદેશી સાહસની શરૂૂઆત કરવા માટે ભેગા થાય છે. આ પ્રવાસ દરમિયાન તેમની વચ્ચે અનેક અવરોધો છે – જેમ કે તેમની ભાષા જુદી છે. તેમની સંસ્કૃતિ અલગ છે. તેમની આ યાત્રા દરેક મર્યાદાઓને તોડે છે. જે દર્શાવે છે કે તે દરેક ઉંબરો ઓળગીને પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.


ફિલ્મમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા એમ જોશી, આર્જવ ત્રિવેદી, સંજય ગલસર, પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


ફિલ્મ ઉંબરો સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા પ્રોડ્યુઝ કરવામાં આવી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અભિષેક અને કેયુ શાહ દ્વારા લખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને જેમાં લખ્યું હતું કે હજાર માઇલની સફર એક પગલાથી શરૂ થાય છે.

Exit mobile version