Connect with us

Sports

વિજયના નિર્ધાર સાથે કાલે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા

Published

on

વર્લ્ડ કપ 2023માં, ભારતીય ટીમ રવિવારે, ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે પાંચમી મેચ રમશે. વર્લ્ડકપના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ હંમેશા ટીમ ઈન્ડિયા પર હાવી રહ્યું છે. ભારત છેલ્લે 2003માં ન્યૂઝીલેન્ડ સામે ICC ODI વર્લ્ડ કપમાં મેચ જીત્યું હતું. એટલે કે ટીમ ઈન્ડિયા 20 વર્ષમાં ODI વર્લ્ડ કપમાં ભારત સામે જીત મેળવી શકી નથી. આવી સ્થિતિમાં ભારત માટે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે જીત નોંધાવવી આસાન નહીં હોય.
ODI વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3માં જીત મેળવી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. ODI વર્લ્ડ કપમાં બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં રમાઈ હતી. વર્લ્ડ કપમાં બંને વચ્ચે છેલ્લી ટક્કર 2019માં થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો. તો બીજી તરફ, બંને ટીમો ODIમાં કુલ 116 વખત આમને-સામને આવી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 58 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણિત રહી છે અને 1 મેચ ટાઈ રહી છે. આવી સ્થિતિમાં 2023ના વર્લ્ડ કપમાં કઇ ટીમ કોના પર વિજય મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.
અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. બંને ટીમો 4-4 મેચ રમી છે. આવી સ્થિતિમાં રવિવારે બંને વચ્ચેની ટક્કરમાં એક ટીમની જીતનો દોર તૂટી જશે. હવે કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. અત્યારે પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોપ પર છે જ્યારે ટીમ ઈન્ડિયા બીજા સ્થાને છે.

Sports

વિમેન્સ પ્રીમિયર લીગ, દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર જીત

Published

on

By

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી.ટોસ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીના 171ના જવાબમાં ઇનિંગ્સ રમતા મુંબઇ ઇન્ડિયન્સની શરૂૂઆત ખરાબ રહી હતી. હેલી મેથ્યુઝ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગઈ હતી. અહીંથી નતાલી સીવર અને યાસ્તિકા ભાટિયાએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન નતાલી 19 રન બનાવીને આઉટ થઇ હતી.યાસ્તિકા ભાટિયાએ તોફાની અંદાજમાં રમતા 35 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 57 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. તેમના પછી હરમનપ્રીતે ચાર્જ સંભાળ્યો. હરમને તોફાની ફિફ્ટી ફટકારી હતી પરંતુ છેલ્લી ઓવરમાં 34 બોલમાં 55 રન બનાવીને આઉટ થઈ ગઇ હતી. મુંબઈને છેલ્લા બોલ પર 5 રનની જરૂૂર હતી. સજનાએ સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક જીત અપાવી હતી.

આ મેચમાં ઇંગ્લેન્ડની મહિલા બેટ્સમેન એલિસ કેપ્સીએ શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન મેગ લેનિંગે 31 રનની ઇનિંગ રમી હતી. જે બાદ ત્રીજા નંબરે રમવા આવેલા કેપ્સીએ 53 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમના સિવાય જેમિમાહ રોડ્રિગ્ઝે 24 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્સીએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. અંતે, મેરિજન કેપે 9 બોલમાં 16 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 170થી આગળ લઈ ગયા. મુંબઈ ઈન્ડિયન્સ સામે આ લીગના ઈતિહાસમાં આ સૌથી મોટો અને રેકોર્ડ સ્કોર હતો.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા ભારે ફ્લોપ સાબિત થઈ હતી. તેણે 8 બોલ રમ્યા બાદ માત્ર એક રન બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેનું ફોર્મ એવું નથી રહ્યું કે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂૂઆત કરી હતી. આ ઈનિંગમાં મુંબઈ માટે બોલિંગની વાત કરીએ તો ઈસ્માઈલે 1 વિકેટ ઝડપી હતી. એમેલિયા કાર અને નેટ સીવર બ્રન્ટને 2-2 સફળતા મળી.

Continue Reading

Sports

ડેબ્યૂ સાથે જ આકાશદીપની 3 વિકેટ, ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે

Published

on

By

ભારત સામેની પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટના પ્રથમ પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટેસ્ટ ડેવ્યુ કરનારા આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલનો બોલ નીકળ્યો. જોકે, આકાશે હાર ન માની અને પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી શક્યો હતો.

આ પછી તેણે એ જ ઓવરમાં ઓલી પોપને કઇઠ આઉટ કર્યો હતો. પોપ ખાતું ખોલાવી શક્યા ન હતા. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ રિકવર કરી શકી નહોતી. આકાશે પણ ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો. ક્રાઉલી 42 રન બનાવી શક્યો હતો. આકાશે ઇંગ્લેન્ડને આપેલા ઝાટકા પછી સ્પિનરોનો વારો હતો. અશ્વિને જોખમી બનતા જોની બેયરસ્ટોને પેવેલિયન અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ શરૂૂઆતના બે કલાકમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા. સ્ટોક્સ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી હતી. લંચ સમયે જો રૂૂટ 16 રને રમતમાં હતા. હાલમાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. ભારત આ ટેસ્ટ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા માંગે છે. જ્યારે ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતીને શ્રેણી 2-2થી સરખી કરવા આતુર છે. જો કે ભારતીય સ્પિનરો સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન કેટલું ટકી શકે છે તે જોવાનું મહત્વનું રહે છે.

 

ઇંગ્લેન્ડ સામે 1000 રન અને 100 વિકેટ ઝડપનાર અશ્ર્વિન એશિયાનો પ્રથમ ખેલાડી

આવી સિધ્ધિ વિશ્ર્વમાં માત્ર સાત ખેલાડીઓએ મેળવી છે
ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આજે રાંચીમાં શરૂૂ થયેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચના પહેલા દિવસે અશ્વિને તેની પ્રથમ સફળતા હાંસલ કરતાની સાથે જ તે એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો હતો, જેણે એક દેશ સામે 100 વિકેટ અને 1000 રન બનાવ્યા છે. અશ્વિન કોઈ દેશ સામે આ સિદ્ધિ હાંસલ કરનાર એશિયાનો પ્રથમ ખેલાડી અને વિશ્વનો સાતમો ખેલાડી બની ગયો છે.રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામે 1085 રન બનાવ્યા છે અને હવે તેણે 100 વિકેટ પણ લીધી છે. તે ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. અશ્વિન પહેલા બી ચંદ્રશેખરના નામે 95 વિકેટ હતી. અનિલ કુંબલેએ ઈંગ્લેન્ડ સામે 92 વિકેટ ઝડપી હતી. પરંતુ અશ્વિને આ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. ઈંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ અશ્વિને હવે ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપી છે.અશ્વિને જોની બેયરસ્ટોને એલબીડબલ્યુ આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 100મી વિકેટ લીધી હતી. તેણે આ ટીમ સામે 1000 રન પૂરા કરી લીધા છે. ઓસ્ટ્રેલિયાના નાથન લાયને ઈંગ્લેન્ડ સામે 100 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે, પરંતુ તેણે આ દેશ સામે 1000થી વધુ રન બનાવ્યા નથી. શેન વોર્ને પણ ઈંગ્લેન્ડ સામે 100થી વધુ વિકેટ લીધી છે. અશ્વિન એશિયાનો પહેલો બોલર પણ બન્યો છે જેણે એકથી વધુ ટીમો સામે ટેસ્ટમાં 100 કે તેથી વધુ વિકેટ લીધી હોય. અશ્વિને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે આ કારનામું કર્યું છે. મુથૈયા મુરલીધરન, શેન વોર્નર અને જેમ્સ એન્ડરસને ત્રણ-ત્રણ દેશો સામે ટેસ્ટમાં 100થી વધુ વિકેટ લીધી છે. જ્યારે, લાન્સ ગિબ્સ, કર્ટની વોલ્શ, કર્ટલી એમ્બ્રોસ, ગ્લેન મેકગ્રા, નાથન લાયન અને આર અશ્વિને 2-2 દેશો સામે 100-100 વિકેટ લીધી છે.

Continue Reading

Sports

ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન

Published

on

By

જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાશે ટી-20 વર્લ્ડ કપ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે બુધવારે ક્ધફર્મ કરી દીધું કે રોહિત શર્મા જ ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા આ ભૂમિકા માટે એક મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યો હતો પરંતુ મેનેજમેન્ટે રોહિત પર વિશ્વાસ રાખ્યો છે. સચિવે સાથે જણાવ્યું કે- હાર્દિક વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. આગામી ટી20 વર્લ્ડકપ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાશે.
રોહિતની આગેવાનીમાં ભારત સતત 10 મેચ જીત્યા બાદ વનડે વર્લ્ડકપ 2023માં ફાઈનલ સુધીની સફર કરી હતી. પરંતુ રોહિત બ્રિગેડને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2022માં સેમીફાઈનલ રમી હતી. રોહિતે સેમીફાઈનલમાં હાર પછી ભારત તરફથી લગભગ 14 મહિના સુધી કોઈ ટી20 મેચ રમી ન હતી. તેણે જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન ટી20 સીરીઝના સૌથી નાના ફોર્મેટમાં વાપસી કરી.જય શાહે કહ્યું આપણે ભલે જ 2023માં વનડે વર્લ્ડકપની ફાઈનલ હારી ગયા પરંતુ આપણે સતત 10 મેચ જીતીને દિલ જીત્યું હતું. પરંતુ હું તમને પ્રોમિસ કરવા માગું છું કે આપણે 30 જૂને બારબાડોસમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં જરુર ભારતનો ઝંડો લહેરાવીશું. ટી20 વર્લ્ડકપની ફાઈનલ 30 જૂને બારબાડોસમાં રમાશે. જય શાહે વધુમાં કહ્યું કે- હાર્દિક પંડયા ટી20 વર્લ્ડકપ 2024માં ભારતનો વાઈસ કેપ્ટન હશે. આપણે સૌને જોયું છે કે હાર્દિક પંડયા વનડે વર્લ્ડકપમાં કઈ રીતે ઘાયલ થયો હતો, તેથી અમે વિચારી રહ્યાં હતા કે કેપ્ટનની ભૂમિકા કોને સોંપવામાં આવે. મહત્વપૂર્ણ છે કે હાર્દિક વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઘાયલ થયો હતો. હાર્દિક ત્યારથી જ ક્રિકેટના મેદાનથી બહાર છે. તે ઈંઙક 2024થી કમબેક કરી શકે છે. હાર્દિક આઇપીએલ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળશે. ફ્રેન્ચાઈઝીએ રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે.

Continue Reading

Trending