Site icon Gujarat Mirror

WTCની ફાઇનલમાં પહોંચવા ટીમ ઇન્ડિયાએ નવમાંથી 7 ટેસ્ટ મેચ જીતવી ફરજિયાત

 

ભારતીય ટીમે વર્ષ 2021 અને 2023 એમ બંને વખત WTC ફાઈનલ રમી છે, પરંતુ કમનસીબે અનુક્રમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ, 2023-25 ના ચક્રમાં ટીમ ઈન્ડિયા ફાઇનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. હવે સવાલ એ છે કે વર્તમાન 2025-27 WTC ચક્રમાં ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની કેટલી શક્યતાઓ છે? શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આગામી 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા મેદાનમાં ઉતરશે. પરંતુ તે પહેલાં, ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ટીમનું ગણિત શું કહે છે તેના પર એક નજર કરીએ.

હાલના આંકડાઓ પ્રમાણે, 2025-27 ના WTC પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 5મા ક્રમે છે. આ ચક્રમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 9 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ટીમે 4 મેચમાં જીત મેળવી છે, 4 માં હારનો સામનો કરવો પડ્યો છે અને 1 મેચ ડ્રો રહી છે. હાલમાં ટીમની જીતની ટકાવારી એટલે કે ઙઝઈ 48.15 છે.

તાજેતરના પ્રદર્શનોની વાત કરીએ તો, ભારતને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, વિદેશ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા સામે પણ હાર મળી હતી, જ્યારે ઈંગ્લેન્ડ સામેની અવે સિરીઝ ડ્રોમાં પરિણમી હતી. અહીં નોંધવા જેવી ખાસ વાત એ છે કે, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર અગાઉના 2023-25 ચક્રનો ભાગ હતી. આથી, વર્તમાન ચક્રના ગણિતમાં માત્ર ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની હારની જ ગણતરી થશે. હવે અહીંથી ભારતને વધુ 9 ટેસ્ટ મેચ રમવાની છે: જેમાં 2 શ્રીલંકા સામે, 2 ન્યુઝીલેન્ડ સામે અને બાકીની 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે બાકી રહેલી 9 ટેસ્ટમાંથી ઓછામાં ઓછી 7 ટેસ્ટ જીતવી જ પડશે. આમ કરવાથી ટીમનો PCT 60%ની ઉપર જળવાઈ રહેશે. જો ટીમ 8 ટેસ્ટ જીતે અને 1 મેચ ડ્રો કરે, તો પણ PCT 60% થી ઉપર રહેશે અને ફાઇનલમાં પહોંચવાના ચાન્સ ખૂબ જ વધી જશે.

જો ભારતીય ટીમ બાકીની તમામે તમામ 9 મેચ જીતી લે છે, તો ફાઇનલનું ક્વોલિફિકેશન લગભગ નિશ્ચિત થઈ જશે. 8 ટેસ્ટ જીતવા અને માત્ર 1 હારવા છતાં પણ ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઊંચી રહેશે. તેવી જ રીતે, 7 જીત અને 2 હારની સ્થિતિમાં પણ ફાઇનલમાં પહોંચવાનું લગભગ પાકું ગણી શકાય. જો ભારત માત્ર 6 મેચ જીતે, અને બાકીની 3 માંથી 2 ડ્રો થાય અને 1 માં હાર મળે, તો રસ્તો અત્યંત મુશ્કેલ બની જશે. આ પરિસ્થિતિમાં ટીમનો PCT 60% થી નીચે આવી જશે, જેના લીધે ફાઇનલની ટિકિટ મેળવવી લગભગ અશક્ય બની જશે.

 

Exit mobile version