Sports
ટીમ ઇન્ડિયા મેચ જીતવા માગતી ન હતી, કેપ્ટન સોફી ડિવાઇનનો દાવો
ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ ઉપર સવાલ ઉઠ્યા
એક તરફ ટોમ લાથમની કેપ્ટન્સી હેઠળ ન્યુઝીલેન્ડની પુરૂૂષ ક્રિકેટ ટીમે ભારતીય ટીમને સતત બે ટેસ્ટ મેચમાં હરાવીને શ્રેણી પર કબજો જમાવ્યો હતો, તો બીજી તરફ સોફી ડિવાઈનની કપ્તાની હેઠળની ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને બીજી વનડેમાં હરાવી ઓડીઆઇ સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી છે. જોકે મેચ બાદ ન્યુઝીલેન્ડની કેપ્ટને જે નિવેદન આપ્યું હતું, તેનાથી ભારતીય ખેલાડીઓના ઈરાદાઓ પર ઉઠી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ ક્રિકેટથી સતત નુકસાન થઈ રહ્યું છે. વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, મહિલા ટી20 વર્લ્ડ કપ અને હવે ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમોએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. ખાસ કરીને ઓક્ટોબર 2024નો મહિનો બંને ભારતીય ટીમો માટે ખૂબ જ ખરાબ રહ્યો છે, જ્યાં તેમને ન્યુઝીલેન્ડથી માત્ર હાર જ મળી રહી છે અને હવે ન્યુઝીલેન્ડ તરફથી ભારતીય ટીમના ઈરાદા પર સવાલો ઉઠયા છે.
અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ કિવી ટીમને હરાવ્યું હતું. રવિવાર 27 ઓક્ટોબરે રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 76 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે મંગળવારે રમાશે.
આ મેચ પહેલા ન્યુઝીલેન્ડની ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સોફી ડિવાઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બીજી વનડે મેચ વિશે વાત કરતા સોફી ડિવાઈને ટીમ ઈન્ડિયાના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. કીવી કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ભારતીય ટીમની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ જીતવાની કોશિશ પણ કરવા માંગતા ન હતા, જે શરમજનક હતું. ન્યુઝીલેન્ડની કેપ્ટનના આવા નિવેદનથી ટીમ ઈન્ડિયાની રમવાની રીત પર સવાલો ઉભા થાય છે.
Sports
પીવી સિંધુએ ત્રીજી વખત સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી
ફાઇનલમાં ચીનની વુ લુઓ યુને હારવી ગોલ્ડ મેળવ્યો
લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું છે. સિંધુએ 1 ડિસેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ચીનની ખેલાડી વુ લુઓ યુ સામે સીધા સેટમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.સિંધુએ કારકિર્દીમાં ત્રીજી વખત સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.
પીવી સિંધુએ ફાઈનલ મેચના પહેલા સેટથી જ ચીનની ખેલાડી વુ લુઓ યુ પર પોતાનો દબાવ જાળવી રાખ્યો હતો જેમાં તેણે 21-14થી જીત મેળવી હતી. આ પછી બીજા સેટમાં પણ સિંધુએ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું અને તેને 21-16થી જીતી લીધો. સમગ્ર મેચ દરમિયાન સિંધુ સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતી હતી જેમાં તેણે એક વખત પણ ચીની ખેલાડીને વાપસી કરવાની તક આપી ન હતી. વર્ષ 2024માં સિંધુનું આ પહેલું ટાઈટલ છે, જ્યારે તેણે છેલ્લે વર્ષ 2022માં જુલાઈમાં આયોજિત સિંગાપોર ઓપનમાં ટાઈટલ જીત્યું હતું. મહિલા સિંગલ્સમાં ભારતની પીવી સિંધુએ ચીનની વુ લુઓ યુને 21-16ના માર્જિનથી હરાવીને મેચ જીતી લીધી હતી.
2022 પછી સિંધુએ સૈયદ મોદી ચેમ્પિયનશિપ જીતી છે. તે 2017માં પણ જીતી ચૂકી છે. 2019માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હારી ગઈ હતી. ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ માટે વર્ષ 2024 કંઈ ખાસ ન હતું, જેમાં તે માત્ર બે વખત જ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. પેરિસ ઓલિમ્પિકમાં પણ સિંધુ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને રાઉન્ડ ઓફ 16માં બહાર થઈ ગઈ હતી. આ સિવાય તે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી પરંતુ અહીં તેને ચીનની ખેલાડી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Sports
બોર્ડર ગાવસ્કર ટ્રોફી, રોહિત શર્મા, શુભમન ગિલ પ્લેઇંગ-11માં હશે
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે બીજી ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર છે. રોહિત પર્થ ટેસ્ટ દરમિયાન જ ભારતીય ટીમ સાથે જોડાયો હતો. રોહિતના વાપસી બાદ બીજી ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11માં ફેરફાર નિશ્ચિત છે. શુભમન ગિલ પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને વાપસી કરી શકે છે. આ દરમિયાન, દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ત્રીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11 કેવી હશે.
ગાવસ્કરે કહ્યું છે કે પિંક બોલ ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11માં 3 ફેરફાર થઈ શકે છે. ગાવસ્કરે કહ્યું કે રોહિત શર્મા અને શુભમન ગિલ ચોક્કસપણે દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે. તેમણે સૂચન કર્યું કે મેનેજમેન્ટ બેટિંગ ક્રમમાં ફેરફાર કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલે ઓપનિંગ કર્યું હતું. બીજી ટેસ્ટમાં રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. ઉપરાંત, રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂૂઆત કરતા જોવા મળી શકે છે.
ગાવસ્કરે કહ્યું, મને લાગે છે કે ચોક્કસપણે બે ફેરફારો થશે, રોહિત શર્મા અને શુભમન ગિલ બંને પ્લેઇંગ 11માં પરત ફરી રહ્યા છે. મને લાગે છે કે બેટિંગ ક્રમ બદલાશે. જ્યારે રોહિત શર્મા રાહુલનું સ્થાન લેશે, શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરશે. ધ્રુવ જુરેલ પ્લેઇંગ 11માંથી બહાર રહેશે. રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. ગાવસ્કરે સૂચવ્યું કે ભારતીય મેનેજમેન્ટ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. તેમણે કહ્યું અને બીજો ફેરફાર જે થઈ શકે છે તે એ છે કે રવીન્દ્ર જાડેજાને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તક મળી શકે છે.
Sports
જય શાહની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી લોન્ચ કરાઇ
કાલે ICCના ચીફ તરીકે જય શાહ કાર્યભાર સંભાળશે
ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો કર્યા પછી આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. જ્યારે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી 29 નવેમ્બરના રોજ મુંબઈમાં BCCIહેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવી હતી. સચિવ જય શાહ જેઓ 1 ડિસેમ્બરથી ICC ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ પ્રસંગે હાજર હતી. જો ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીની વિશેષતા વિશે વાત કરીએ તો તે પહેલાની જર્સી કરતા એકદમ અલગ છે જેમાં આ વખતે ખભા પર તિરંગો જોવા મળશે. બીસીસીઆઈ દ્વારા જર્સી લોન્ચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરે જર્સીના લોન્ચિંગમાં હાજર રહીને સેક્રેટરી જય શાહ સાથે મળીને તેને લોન્ચ કરી હતી. હરમનપ્રીત કૌરે નવી ODI જર્સીની વિશેષતા વિશે કહ્યું કે મારી હાજરીમાં નવી જર્સી પર પડદો ઉઠાવવામાં આવ્યો તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મને તે જોઈને ખૂબ આનંદ થાય છે જેમાં બંને ખભા પર ત્રિરંગો જે રીતે બતાવવામાં આવ્યો છે તે ખૂબ જ અદભૂત દેખાય છે.
5 ડિસેમ્બરથી ભારતીય મહિલા ટીમ ત્રણ મેચની ODI શ્રેણી રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જેમાં ટીમ ઈન્ડિયા નવી ODI જર્સીમાં જોવા મળશે નહીં. આ પછી, આ જ મહિનામાં ભારતીય મહિલા ટીમને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે, જેમાં 15 ડિસેમ્બરથી ટી-20 શ્રેણી શરૂૂ થશે અને તે પછી, પ્રથમ મેચ રમાશે. ODI સિરીઝ 22 ડિસેમ્બરે રમાશે, જેમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે.
-
ગુજરાત14 hours ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત14 hours ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ક્રાઇમ14 hours ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
ગુજરાત14 hours ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત14 hours ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ
-
ગુજરાત14 hours ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
ગુજરાત14 hours ago
એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી
-
ગુજરાત14 hours ago
એક વર્ષ પહેલાં GPSC પાસ વર્ગ-1ના 15 અધિકારીઓને મળશે પોસ્ટિંગ