Site icon Gujarat Mirror

શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: જાડેજાની વાપસી, આ યુવા ખેલાડીની એન્ટ્રી

શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચોની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની આ મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ માટે શુભમાન ગિલને ટીમના કેપ્ટન જ્યારે કેએલ રાહુલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ફિટ થઈને ટીમમાં પાછા ફર્યા છે. વોશિંગ્ટન સુંદરને પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. 1

રવિન્દ્ર જાડેજા શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પાછો ફર્યો છે; તેને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો.મધ્ય પ્રદેશના 33 વર્ષીય ઓફ-સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનને ઘરેલું ક્રિકેટ અને તાજેતરના ઇન્ડિયા-એ પ્રવાસ પરના શાનદાર પ્રદર્શનના આધારે પ્રથમ વખત રાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

જ્યારે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનને ટીમમાં રાખવામાં આવ્યા છે પરંતુ તેમની પસંદગી તેમની ફિટનેસના આધારે થશે.

શ્રીલંકા સામે ભારતની ટેસ્ટ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પડિકલ, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુર્નૂર બ્રાર અને સરાંશ જૈન.

શ્રીલંકા સામે બે ટેસ્ટની શ્રેણી
ભારત શ્રીલંકા પ્રવાસ દરમિયાન બે ટેસ્ટની શ્રેણી રમવા માટે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટે શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે અને 7 ઓગસ્ટથી કોલંબોમાં ચાર દિવસની પ્રેક્ટિસ મેચ રમશે.

Exit mobile version