Site icon Gujarat Mirror

પાણીપુરીવાળાને રૂા.40 લાખની ટેક્સ નોટિસ: સોશિયલ મીડિયામાં ધીકતા ધંધા પર કોમેન્ટ્સ

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુમાં એક પાણીપુરી વેચનારને GSTવિભાગ તરફથી 40 લાખ રૂપિયાની નોટિસ મળતાં તે ચોંકી ગયો હતો. એક સાદો પાણીપુરીનો સ્ટોલ માલિક વાર્ષિક 40 લાખ રૂૂપિયા કમાતો હતો.

નોેટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિક્રેતાને આ રકમ વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ દ્વારા પ્રાપ્ત થઈ હતી. GSTવિભાગ તરફથી ગોલગપ્પા વેચનારને 40 લાખ રૂૂપિયાની નોટિસ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર અનુસાર GSTવિભાગે આ નોટિસ ફોનપે અને રેઝરપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પરથી મળેલા ડેટાના આધારે જાહેર કરી છે. આ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું છે કે, આ પાણીપુરી વેચનારને વર્ષ 2021-22, 2022-23 અને 2023-24માં કુલ 40,11,019 રૂૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ મળ્યું હતું. આ નોટિસ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સ આશ્ચર્યમાં છે કે, પાણીપુરી વેચનાર આટલી મોટી રકમ કેવી રીતે કમાઈ શકે છે તો બીજી તરફ કેટલાક યુઝર્સ સરકારના આ પગલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ નોટિસની સત્યતા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ નોટિસ નકલી હોઈ શકે છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે બનાવવામાં આવી હશે. ભારતમાં ૠજઝના નિયમો અનુસાર જો કોઈ વેપારીનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂૂપિયાથી વધુ હોય તો તેના માટે GSTમાટે નોંધણી કરાવવી ફરજિયાત છે.

જોકે કેટલાક ખાસ સંજોગોમાં આ મર્યાદા 40 લાખ રૂૂપિયા સુધી હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ કિસ્સામાં પાણીપુરી વેચનારનું વાર્ષિક ટર્નઓવર કથિત રીતે 40 લાખ રૂૂપિયાથી વધુ હતું તેમ છતાં તેણે GSTમાટે નોંધણી કરાવી ન હતી. આ કારણે GSTવિભાગે તેમના પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે.

Exit mobile version