Connect with us

ગુજરાત

સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં વૃદ્ધા ઓપરેશન બાદ ભાનમાં નહીં આવતાં મોત: તબીબી બેદરકારીનો આરોપ

Published

on

થાનના જામવાડી ગામના વૃદ્ધાના મગજનું સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધા ભાનમાં આવ્યા ન હતા. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલ દ્વારા બેભાન હાલતમાં રજા આપી દેવાતા વૃદ્ધાને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃધ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. સી.યુ. શાહ મેડિકલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાન તાલુકાના જામવાડી ગામે રહેતા મુક્તાબેન દેવજીભાઈ ઉઘરેજા નામના 72 વર્ષના વૃધ્ધાને બીમારી સબબ સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાના મગજનું ઓપરેશન કરાવ્યા બાદ વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધાને ડાયાબીટીસની બીમારી સબબ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ વૃદ્ધાના મગજની નસ ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરવાનું કહેતા પરિવારની મંજૂરીથી તા.23 ના રોજ વૃદ્ધાના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ વૃદ્ધા ભાનમાં નહીં આવતા તબીબોએ વૃદ્ધાને બેભાન હાલતમાં રજા આપી દીધી હતી. વૃદ્ધાને બેભાન હાલતમાં પરિવાર સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે વૃધ્ધાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

ખંભાળિયા નગરપાલિકાના વાર્ષિક બજેટમાં શિક્ષણ, તબીબી સેવાઓ અને સ્વચ્છતાને પ્રાધાન્ય

Published

on

By

 

 

ખંભાળિયા નગરપાલિકામાં આજરોજ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2024-25 ના બજેટમાં અનેકવિધ પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત એકાઉન્ટ ધવલભાઈ ગોસ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલા આગામી વર્ષના બજેટમાં વર્ષ દરમિયાન કર અને ભાડાની રૂપિયા 4.56 કરોડની ઉપજ, વિવિધ ગ્રાન્ટના રૂપિયા 50 કરોડ તેમજ વ્યાજના રૂપિયા 55 કરોડ અને રૂપિયા 4.28 કરોડની પરચુરણ ઉપજ, વિગેરે મળી વર્ષ દરમ્યાન કુલ 69,51,53,500 ની ઉપજ અંદાજવામાં આવી છે.

નગરપાલિકામાં આગામી વર્ષ દરમિયાન જાહેર બાંધકામ માટે રૂપિયા 28.29 કરોડ, પબ્લિક હેલ્થ એન્ડ સેનિટેશન માટે 13.11 કરોડ, જનરલ એડમિનિસ્ટ્રેશન માટે 2.71 કરોડ, શિક્ષણ અને સામાજિક કાર્યો માટે 28 લાખ, વોટર વકર્સની કામગીરી માટે 16.70 કરોડ સહિત વર્ષ દરમિયાન 70,18,58,000 નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આમ, નગરપાલિકા માટે ચાલુ વર્ષની 23.09 કરોડની ઉઘડતી સિલક સાથે 69.51 કરોડની અંદાજિત ઉપજ માફીને કુલ 92,61,31,749 ની અંદાજિત આવક પછી 70,18,58,000 નો અંદાજિત ખર્ચ બાદ કરતાં 22,42,73,749 ની અંદાજિત સિલક આ બજેટમાં દર્શાવવામાં આવી છે. આ બજેટને જનરલ બોર્ડમાં મંજૂરી સાંપળી છે.

Continue Reading

ગુજરાત

ખંભાળિયાની નગરપાલિકાની જનરલ બોર્ડમાં 22.43 કરોડના પૂરાંતલક્ષી બજેટને મંજૂરી

Published

on

By

 

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષ 2024-25 માટેનું રૂપિયા 22.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કરાયું હતું. આ સહિત કુલ 35 જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીને અધ્યક્ષ સ્થાને આજરોજ સાંજે 4 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા વિવિધ પ્રકારની ખરીદી, ઘી નદીમાંથી ગાંડી વેલના નિકાલ, પશુઓના ત્રાસને કાબુમાં લેવા માટેના એક્શન પ્લાન, રામનગરમાં ગૌશાળા માટેની જગ્યા માટેની પ્રક્રિયા, સહિતના 35 જેટલા મહત્વના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેને સર્વ સંમતિથી મંજૂરી મળી હતી.

આ મહત્વની બેઠકમાં નગરપાલિકાના એકાઉન્ટન્ટ દ્વારા રજુ કરવામાં આવેલું 2024-25 માં રૂ. 22,42,73,449 ની પુરાંત દર્શાવતું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેને પણ મંજુર રાખવામાં આવ્યું હતું.આ સામાન્ય સભા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જેનું સંચાલન કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

Continue Reading

ગુજરાત

કોંગ્રેસને વધુ એક ફટકો!! દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકાર્યું

Published

on

By

 

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસના તમામ હોદ્દોઓ તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. અને કહ્યું કે સ્વેચ્છાએ રાજીનામું આપું છું.

તું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.સૂત્રોના જણાવ્યાનુસાર, વર્ષ 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા મોઢવાડિયા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બની શકે છે. ધારાસભ્ય બન્યા પછી તેમને ભાજપમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પણ ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે.

કોંગ્રસને એક જ દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે, પહેલા અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય અને પક્ષના વર્ષોથી અડિખમ વફાદાર નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથે છોડી દીધો છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

 

 

Continue Reading

Trending