india
SC / સમલૈંગિક વિવાહ પર આજે સુપ્રિમ કોર્ટ સંભળાવશે પોતાનો નિર્ણય, વિશ્વના 34 દેશોમાં છે માન્યતા

સમલૈંગિક લગ્નની તરફેણ કરનાર લોકો માટે આજે મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે એટલે કે આજે સમલૈંગિક વિવાહના કાયદાને માન્યતા આપવાના સંબંધમાં પોતાનો નિર્ણય સંભળાવશે. અરજીકર્તાઓએ વિવાહના કાયદાની માન્યતા આપવાની માંગ કરી છે. જો કે, વિશ્વના 34 દેશોમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી છે. 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે. 23 દેશ તો એવા છે, જ્યાં કાયદા તરીકે સમલૈંગિક વિવાહને માન્યતા મળી છે.
જણાવી દઈએ કે, સમલૈંગિક વિવાહના કાયદાને માન્યતા આપવાની અરજી પર સુપ્રિમ કોર્ટે 11મેના સુનવણી પૂરી કરી લીધી હતી અને નિર્ણય સંભળાવવાનું મુલતવી રાખ્યું હતું. આજે SCની પાંચ જજોની બંધારણની પીઠ નક્કી કરશે કે સમલૈંગિક વિવાહના કાયદાને માન્યતા આપવામાં આવે કે નહીં ? 18 સમલૈંગિક યુગલો તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વિવાહના કાયદા અને સોશિયલ સ્ટેટસની સાથે પોતાના સંબંધને માન્યતા આપવાની માંગ કરી હતી. અરજીઓ પર સુનવણી કરનાર બેચમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ એસ. કે. કૌલ, એસ. આર. ભટ્ટ, હેમા કોહલી અને પી. એસ. નરસિમ્હા સમાવેશ થાય છે.
દેશની સંસ્કૃતિની વિરુદ્ધમાં છે સમલૈંગિક વિવાહ
જો કે, કેન્દ્ર સરકારનો તર્ક છે કે, આ અંગે કોઈ પણ કાયદો બનાવવાનો વિષય સરકારનો છે. સરકારનું કહેવું છે કે, આ માત્ર દેશની સંસ્કૃતિ જ નહીં નૈતિક પરંપરાની વિરુદ્ધમાં છે પરંતુ આ માન્યતા આપતા પહેલા 28 કાયદાના 160 પ્રાવધાનોમાં ફેરફાર કરવો પડશે. અને પર્સનલ લો સાથે પણ છેડછાડ કરવાની થશે
આ દેશમાં સમલૈંગિક વિવાહને માન્યતા
વિશ્વના જે 34 દેશોમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી છે તેમાં ક્યૂબા, એંડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝરલેન્ડ, કોસ્ટા રિકા, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, ઈક્વેડોર, બેલ્જિયમ, બ્રિટેન, ડેનમાર્ક, ફિનલેંડ, ફ્રાંસ, જર્મની, આઈસલેન્ડ, આયરલેન્ડ, લક્સમબર્ગ, માલ્ટા, નોર્વે, પુર્તગાલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, કોલંબિયા, બ્રાઝીલ, અર્જેંટિના, કેનેડા, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઉરુગ્વેના નામનો સમાવેશ થાય છે. આ દેશોમાં વિશ્વની 17 % આબાદી રહે છે. ત્રણ દેશો એંડોરા, ક્યૂબા અને સ્લોવેનિયાને ગત વર્ષે જ માન્યતા મળી છે.
india
CBSE દ્વારા ધોરણ 10 અને 12ના છાત્રોની જાન્યુઆરીમાં પ્રેક્ટિકલ પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ બોર્ડની પરીક્ષા 2024 માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 10મા અને ધોરણ 12માની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.
સીબીએસઇ બોર્ડની ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 2024 1 જાન્યુઆરીથી શરૂૂ થશે. બંને વર્ગોની પ્રેક્ટિકલ બોર્ડ પરીક્ષા 1 જાન્યુઆરી, 2024 થી શરૂૂ થશે, જે 15 ફેબ્રુઆરી પહેલા સમાપ્ત થશે. જ્યારે સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા, 12માની થિયરી પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી 2024થી શરૂૂ થશે, જે એપ્રિલ સુધી ચાલશે. જો કે, હજુ સુધી બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી નથી.
સૂત્રોનું માનીએ તો,સીબીએસઇ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10, 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરશે. બોર્ડ દ્વારા ડેટશીટ જાહેર થતાંની સાથે જ સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા અને સીબીએસઇ બોર્ડના ધોરણ 12માના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પરથી બોર્ડની પરીક્ષાની તારીખ પત્રક 2024ને ચેક અને ડાઉનલોડ કરી શકશે. સીબીએસઇ ડેટશીટમાં બોર્ડની પરીક્ષાનો સમય, બોર્ડની પરીક્ષાની તારીખો, વિષયના નામ અને વિદ્યાર્થીઓ માટે અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ જેવી વિગતો શામેલ હશે.
હાલમાં બોર્ડ પ્રિ-બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. સીબીએસઇ એ પ્રી-બોર્ડ પરીક્ષા અને બોર્ડ પરીક્ષા માટે નમૂના પેપરો બહાર પાડ્યા છે. બોર્ડે બંને વર્ગોના નમૂના પેપરો બહાર પાડ્યા છે. આ સેમ્પલ પેપર 10મા, 12મા ધોરણના વિષય મુજબ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
india
તેલંગણામાં રેવંત રેડ્ડીનું 12 સભ્યોનું પ્રધાનમંડળ સત્તારૂઢ

કોંગ્રેસની જંગી જીત બાદ, રેવંત રેડ્ડીએ આજે તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ સિવાય આજે 11 અન્ય ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિશાળ એલબી સ્ટેડિયમમાં બપોરે 1:04 વાગ્યે યોજાયો હતો.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત ઘણા મોટા કોંગ્રેસી નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
રેવન્ત રેડ્ડી તેલંગાણાના પ્રથમ કોંગ્રેસી મુખ્ય પ્રધાન છે અને 2014 માં અગાઉના આંધ્ર પ્રદેશના વિભાજન પછી રચાયેલા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન છે. આ ઉપરાંત ભટ્ટી વિક્રમાર્ક મલ્લુુને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા છે. અન્ય મંત્રીઓમાં ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ- નાયબ મુખ્યમંત્રી, નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદર રાજનરસિંહ, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, દુદિલા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી અનસૂયા સિતાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ રાવ, ગદ્દમ પ્રસાદ કુમારનો સમાવેશ થાય છે.
india
રાજસ્થાન આર્મીમાં ફરજ બજાવતા ભાવનગરના યુવકનું હાર્ટએટેકથી મોત

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વિરગતી પામતા તેના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવતા લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. હાર્ટ એટેકથી આમીરમેન યુવાનનું મોત નિપજયું હતુન.
મળતી વિગતો મુજબ ભાવનગરનાં મોરચંદ ગામનાં વતની અને હાલ ભાવનગર શહેરનાં ચકવાડા ચંદ્રદર્શન-2માં રહેતા સંજયભાઇ ભરતભાઇ ચુડાસમા રાજસ્થાન ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. જયાં ફરજ દરમ્યાન તીવ્ર હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજયું હતું.
આર્મીમેનના પાર્થીવ દેહને ભાવનગરમાં લાવવામાં આવ્યો હતો. અને પરિવારજનો સમાજનાં આગેવાનો ભારતીય સેનાના જવાનોએ નિવૃત આર્મી જવાનોની ઉપસ્થિતિમાં સંપુર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર