Site icon Gujarat Mirror

સુપ્રીમ કોર્ટ કા આદેશ હૈ…શાળાની અંદર-બહાર કેટલા કૂતરા છે? આચાર્યો પાસેથી વિગતો મંગાવાઈ

72 કલાકમાં ગણતરી કરી નાયબ નિયામક શિક્ષણ વિભાગને વિગતો પહોંચાડવાના આદેશોથી દોડધામ

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હવે આચાર્યોને શ્વાનો ગણતરીમાં લગાડી દીધા છે. બુધવારના રોજ નાયબ નિયામક શિક્ષણ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં તમામ શાળાઓને આચાર્યોને આજુબાજુમાં રહેલા શ્વાનો ત્રણ દિવસની અંદર એકત્રિત કરી અને મોકલી આપવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે ક્યાંક શિક્ષકોમાં પણ રોજનું માહોલ જોવા મળી રહ્યો છે બોર્ડની તૈયારી કરવી કે પછી શ્વાની સંખ્યા એકત્ર કરવી તે સૌથી મોટો સવાલ થયો છે.

નામદાર સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ, ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓ અને કચેરીઓમાં શ્વાનોનો સર્વે કરી તેનો રિપોર્ટ માત્ર 3 દિવસમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.
કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા તાજેતરમાં (તા. 11/02/2026) રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર પાઠવી આદેશ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, જિલ્લા શિક્ષણાધિકારીઓએ પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં રહેલા શ્વાનોનો સર્વે તાત્કાલિક અસરથી શરૂૂ સૂચના આપવામાં આવી છે.

તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓના કેમ્પસ. જિલ્લાવાર તૈયાર કરેલ સંક્ષિપ્ત અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીની સહી-સિક્કા સાથે 3 દિવસમાં રૂૂબરૂૂ જમા કરાવવાનો રહેશે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડને સચોટ માહિતી પૂરી પાડી સુપ્રીમ કોર્ટના આદેશોનું અસરકારક અમલીકરણ કરવું. આગામી 72 કલાકમાં રાજ્યના શિક્ષણ કૂતરાઓની ગણતરી કરી તેનો ડેટા ગાંધીનગર પહોંચાડવો પહોંચાડવાની સૂચના આપી છે.

Exit mobile version