Site icon Gujarat Mirror

કર્ણાટકમાં બેનર મામલે બે ધારાસભ્યોના સમર્થકો ટકરાયા, ગોળીબારમાં 1નુું મૃત્યુ

બલ્લારી જિલ્લામાં વાલ્મિકી સમુદાય માટે પ્રતિમા અનાવરણ કાર્યક્રમનો વિવાદ

ગુજરાત મિરર, બેંગ્લુરુ તા.2
શુક્રવારે કર્ણાટકના બલ્લારી જિલ્લામાં વાલ્મિકી સમુદાય માટે પ્રતિમા અનાવરણ સમારોહ પહેલા બેનરો લગાવવાને લઈને થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાએ વિસ્તારમાં તણાવ ફેલાવ્યો છે, અને પોલીસે સાવચેતી તરીકે મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.

સ્થાનિકોના મતે, કોંગ્રેસના કાર્યકરો ધારાસભ્ય ભરત રેડ્ડીના સમર્થનમાં બેનરો લગાવવા પહોંચ્યા ત્યારે અથડામણ શરૂૂ થઈ હતી.એવો આરોપ છે કે આ બેનરો KRPP ધારાસભ્ય જનાર્દન રેડ્ડીના ઘરની સામે લગાવવાના હતા, જેનો જનાર્દન રેડ્ડીના સમર્થકોએ વિરોધ કર્યો હતો. બંને પક્ષો વચ્ચે ઝડપથી ઝઘડો થયો, જે પથ્થરમારા સુધી વધ્યો.

ઘટના દરમિયાન ગોળીબારના અવાજો પણ સંભળાયા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરત રેડ્ડીના નજીકના સહયોગી સતીશ રેડ્ડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમની સાથે રહેલા સુરક્ષા ગાર્ડે હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ થયેલી અંધાધૂંધીમાં, રાજશેખર નામના એક વ્યક્તિ, જે કોંગ્રેસના સમર્થક હોવાનું કહેવાય છે, તેનું મોત નીપજ્યું હતું.

Exit mobile version