ક્રાઇમ
ચોટીલાની બે હોટેલ પર પુરવઠા તંત્રના દરોડા: પાંચ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્ત
લીમડી રાજકોટ હાઇવે ઉપર ચોટીલા નજીકની ગાંધીનગર પુરવઠા વિભાગનાં ખાનગી રાહે દરોડાની કાર્યવાહી હાથ ધરતા બે હોટલમાં ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો હજારો લીટર જથ્થો મળી આવતા નમુના લઇ સીલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ લીમડી નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે વાહનોમાં ઇધણ સ્વરૂૂપે ગે. કા ડીઝલ જેવા કેમીકલનો વેપાર કેટલીક હોટલોની આડાશમાં ચાલતો કેટલાક વિભાગોની રહેમરાહે ચાલતો હોવાની રાવ ગાંધીનગર સુધી પહોંચતા સરકારનાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ખાનગી રાહે ક્રોસ ટીમ બનાવી તપાસનાં આદેશ કરાયેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
જેમા મદદનીશ નિયામક ગાંધીનગર, જામનગર જિલ્લાના પુરવઠા અધિકારી, પાલનપુરના ડીવાયએસપી સહિતનાં કાફલાએ ખાનગી રાહે બાતમી મેળવી ચોટીલા નજીકની રાજકોટ હાઇવે ઉપર આવેલ ખુશ્બુ હોટલ અને પટના બિહાર ઉપર છાપો મારી સ્થાનિક મામલતદાર ને સાથે રાખી ત્રણ ચાર કલાકની જહેમત બાદ આશરે પાચ હજાર લીટર જ્વલનશીલ ડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો અન્ડર ગ્રાઉન્ડ ટાકાઓમાંથી મળી આવતા તેને સિઝ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પંથકમાં ચાલતી ચર્ચા મુજબ ચોટીલા હાઇવે ઉપર અનેક ઠેકાણે વાહનોમાં ખાનગીમાં ઇધણ રૂૂપે ભરી દેવાનો વેપલો કેટલાક વિભાગોની હપ્તાની ગોઠવણ નિચે ચાલતો હોવાનું કહેવાય છે. દરોડા દરમ્યાન મળી આવેલ પ્રવાહીનાં નમુના લઇ સીલ મારવાની કાર્યવાહી કરતા આવા ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જથ્થાનાં સંગ્રહ માટે ચોર ખાના જેવા સ્ટોરેજ!
જાણવા મલ્યાં મુજબ ગાંધીનગરની ટીમની જહેમબાદ એક હોટલમાં વાસણધોવાની ચોકડી નીચે જમીનમાં પ્લાસ્ટિકની સ્ટોરેજ ટેન્કમાં જથ્થો મળી આવ્યો છે. તેમજ બીજી હોટલમાં પાણીનાં પાકા ટાકો જેમા પાણી ભરેલ તેની નીચે બીજું આરસીસી લેયર બનાવી અન્ડર ગ્રાઉન્ડ ટાકાની અંદર જથ્થો મળી આવ્યો છે. બન્ને સ્થળે પ્રથમ દ્રષ્ટિએ કોઈને ગંધ શુધા ન આવે તેવી પ્રકારે જથ્થાનું સ્ટોરેજ બનાવેલ પરંતુ અધિકારીઓએ જહેમત નાં અંતે પ્રવાહી પકડી પાડેલ હતું અધિકારી વર્તુળનાં જણાવ્યા મુજબ મળી આવેલ જ્વલનશીલ પ્રવાહીનાં નમુનાની લેબોરેટરી કરાવવામાં આવશે જેના પૃથક્કરણ રિપોર્ટ આવી ગયા બાદ વધુ પગલા અંગે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરાશે