Connect with us

અમરેલી

ધારી તાલુકામાં ઝેરી દવા પી પરિણીતા અને યુવકનો આપઘાત

Published

on

ઘારી તાલુકાના સોઢાપરા ગામની 22 વર્ષીય પરણિતાએ આપઘાત કર્યો હતો. જ્યારે રાજુલા તાલુકાના ચારોડીયા ગામે 19 વર્ષીય યુવાનની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
અમરેલી જિલ્લામાં સામાન્ય બાબતને લઈને આત્મહત્યાની ઘટના ઓ સામે આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના સોઢાપરા ગામનીપરણિતાએ પોતાના બાળકને જેઠાણીએ ઠપકો આપતા આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
અમરેલી જિલ્લાના ઘારી તાલુકાના સોઢાપરા ગામે રહેતી પુંજાબેન કાનાભાઇ થળેસા ઉ.વ.22 રહે સોઢાપરા દિકરો પ્રિયાંશ પાણીયારે જઇ પાણીનો ગ્લાસ ભરીને ઢોળતો હતો
જેથી પુંજાબેનના જેઠાણી ગીતાબેને પ્રિયાંશને તેમ કરવાની ના પાડતા પુંજાબેનને તે વાત ગમેલ નહી જેથી તેને ખોટુ લાગતા લાગી આવતા ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પીથ લેતા પ્રથમ સારવારમાં વિસાવદર સરકારી દવાખાને બાદ વધુ સારવારમાં જુનાગઢ દવાખાને લઇ જતા ઝેરી દવાની અસરના કારણે મોત થયુ હતુ આ ઘટનાની જાણ ઘારી પોલીસ મા થતા ઘારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી ઘટના રાજુલા તાલુકાના ચારોડીયા ગામે રહેતા દીપકભાઈ ભીખાભાઇ સાગઠીયા ઉ.વ.19એ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલમાં વઘુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ રાજુલા પોલીસમાં થતા રાજુલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી

સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા ઉજ્જૈનથી ઝડપાયો

Published

on

By

અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ, મધ્યપ્રદેશના ઊજ્જૈનથી વોન્ટેડ બુટલેગર ધીરેન અમૃત કારિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીની કઈઇ ના એસ.પી. હિમકરસિંહની ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને હંફાવતો આરોપી મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળતા કાર્યવાહી કરી ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા દારૂૂના સપ્લાયર અને રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ધીરેન અમૃતલાલ કારિયાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, બાતમીના આધારે અમરેલી પોલીસે કાર્યવાહી કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી લિસ્ટેડ આરોપી ધીરેન કારિયાની ધરપકડ કરી છે.

ધીરેન મૂળ જુનાગઢ છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપી સામે રાજ્યના અમરેલી, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને નર્મદા જિલ્લામાં અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. અમરેલી એસ.પી. હિમકરસિંહે સમગ્ર ગુન્હાની વિગત આપી હતી. આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાના પત્ની ભાજપના નગરસેવિકા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પકડાયેલા બુટલેગરને આજે અમરેલી પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

અમરેલી

દીપડાના મોઢામાંથી 8 વર્ષના પુત્રને ઝૂંટવી ભાગવા જતાં પિતા ફેન્સિંગ તારમાં ઘૂસી ગયા: બંનેને ઈજા

Published

on

By

 

  • અમરેલીના જાળીયા ગામની ઘટના: ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા

અમરેલી તાલુકાના જાળીયા ગામે ખેત મજુરી અર્થે આવેલો પરિવાર રાત્રિના ખુલ્લામાં સુતો હતો ત્યારે મધરાત્રે દીપડાએ હુમલો કરી આઠ વર્ષના બાળકને ઉપાડીને ભાગ્યો હતો. પુત્રને બચાવવા પિતાએ પાછળ દોડી દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુટવી લઈ ભાગવા જતાં પિતા પુત્ર સાથે ફેન્સીંગ તારમાં ઘુસી ગયા હતાં. પિતા-પુત્રને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ અમરેલી તાલુકાના જાળીયા ગામે રહેતા કિશોરભાઈ ઠુંમરની વાડીએ ખેત મજુરી અર્થે આવેલો શ્રમિક પરિવાર રાત્રિનાં વાડીએ ખુલ્લામાં સુતો હતો ત્યારે રાત્રિનાં બે વાગ્યાના અરસામાં દીપડો ત્રાટકયો હતો અને શ્રમિક પરિવારના અજય રાજુભાઈ અજનાર નામના આઠ વર્ષના માસુમને ઉપાડી ચાલતો થયો હતો. ઘટનાના પગલે આસપાસ સુતેલા પરિવારના લોકો જાગી જતાં તેમણે રાડારાડી કરી હતી અને આઠ વર્ષના માસુમ અજય અજનારના પિતા રાજુભાઈ અજનારે દીપડાને પડકાર્યો હોય તેમ પુત્રને બચાવવા દીપડા પાછળ દોટ મુકી હતી અને દીપડાના મોંઢામાંથી આઠ વર્ષના પુત્રને ઝુંટવી પિતા રાજુભાઈ અજનાર ભાગ્યા હતાં તે દરમિયાન રાજુભાઈ અજનાર અંધારાના કારણે ફેન્સીંગ તારમાં ફસાઈ ગયા હતાં. પુત્ર અજય અજનાર અને પિતા રાજુભાઈ રમેશભાઈ અજનાર (ઉ.27)ને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં દીપડાએ કરેલા હુમલામાં ઘવાયેલા આઠ વર્ષનો માસુમ બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેનો પરિવાર બે દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી ખેત મજુરી અર્થે જાળીયા ગામે આવ્યો હતો અને માસુમ બાળક પરિવાર સાથે સુતો હતો ત્યારે નિંદ્રાધીન માસુમ બાળકને દીપડાએ ગરદનથી પકડી ભાગ્યો હતો જેના કારણે માસુમ બાળકને ગરદનના ભાગે ઈજા પહોંચી હોવાનું અને પુત્રને બચાવવા ગયેલા પિતા ફેન્સીંગ તારમાં ફસાતા ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

અમરેલી

જાફરાબાદ નજીક દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત

Published

on

By

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની દરિયાઈ બોર્ડરમાં સાવજને લઈ બે ઘટના સામે આવી છે. રાજ્યમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણના મોતની સૌ પ્રથમ ઘટના જાફરાબાદ દરિયા કિનારે બની છે. જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો છે. વનવિભાગે મૃતદેહ કબજે લીધો હતો. જ્યારે ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડીમાં સિંહબાળ ફસાયું હતું. જેનું રેસ્ક્યુ કરી વનવિભાગે બચાવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂૂ. 115 કરોડ અને રૂૂ. 162 કરોડ મળીને કુલ રૂૂ. 277 કરોડનો ખર્ચ કરાયો છે. આમ છતાં કુદરતી અને અકુદરતી ઉપરાંત વિવિધ કારણોસર આ સમયગાળામાં 118 સિંહબાળ, 43 સિંહણ અને 43 સિંહોના કુદરતી મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે. છેલ્લા બે વર્ષમાં અકુદરતી મોતને ભેટેલા સિંહોની સંખ્યા 9, સિંહણ 12 અને 8 સિંહબાળના મોત નિપજ્યાં છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર પાસે 31 ડિસેમ્બર, 2023 ની સ્થિતિએ રૂૂ. 2 કરોડની સહાય આપવામાં આવી હતી, જેમાંથી રૂૂ. 844 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે.

Continue Reading

Trending