Site icon Gujarat Mirror

વેરાવળ-સોમનાથના વિકાસમાં ‘સુડા’ જ નડતર, વિકાસ કામો ઠપ

સોમનાથ-વેરાવળ ના સર્વાંગી વિકાસને રુંધતી અને સ્થાનિક અર્થતંત્ર ની કમર તોડતી ’સુડા’ (સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ની નીતિ ઓ સામે હવે આરપારની લડાઈ ના મંડાણ થયા છે. છેલ્લા લાંબા સમયથી ’સુડા’ ના કારણે બાંધકામ ક્ષેત્રે ફાઈલ અટવાઈ પડી છે, જેના પરિણામે વેરાવળ નું હાર્દ ગણાતા બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકો, એન્જિનિયરો અને નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર સમસ્યા ને લઈને વેરાવળના બિલ્ડર્સ, બ્રોકર્સ, એન્જિનિયરો અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓએ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની રૂૂબરૂૂ મુલાકાત કરી પોતાની વ્યથા ઠાલવી હતી જ્યારે આ બાબતે સરકાર આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં નહીં લે તો ધારાસભ્ય દ્વારા ’સુડા’ કચેરીનો ઘેરાવ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે.

આ અંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, “સરકાર વિકાસની વાતો કરે છે, પણ સોમનાથમાં ’સુડા’ ના નામે વિનાશ થઈ રહ્યો છે. આ સરકારની અણઘડ નીતિઓને કારણે વેરાવળમાં બાંધકામ સાવ ઠપ થઈ ગયું છે. આ માત્ર બિલ્ડરો નો પ્રશ્ન નથી, પણ તે કડિયા, મજૂર, પ્લમ્બર, ઈલેક્ટ્રીશિયન અને નાના દુકાનદારોના ઘરના ચુલા નો પ્રશ્ન છે.” આગામી રણનીતિ અંગે ધારાસભ્ય એ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ વેરાવળ ખાતે તમામ હિતધારકો ની એક વિશાળ મિટિંગ બોલાવવામાં આવશે.

જેમાં તમામ જ્ઞાતિના આગેવાનો, શ્રમિક સંગઠન અને વેપારી મંડળો ને સાથે રાખી ’સુડા’ સામે જન-આંદોલન ની રૂૂપરેખા તૈયાર કરાશે અને મુખ્ય માગણીઓમાં ’સુડા’ ની જટિલ પ્રક્રિયા ઓને તુરંત સરળ બનાવી બાંધકામની અટકેલી મંજૂરીઓ વહેલી તકે આપવામાં આવે તથા વેરાવળ ની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ નિયમોમાં જરૂૂરી છૂટછાટ આપવામાં આવે અને જે શ્રમિકો બેરોજગાર થયા છે તેમના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. જો સરકાર આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં નહીં લે, તો ધારાસભ્ય દ્વારા ’સુડા’ કચેરીનો ઘેરાવો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Exit mobile version