ગુજરાતના વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પર આસરે આઠ માસ પહેલા ગંભીરા બ્રિજ તુટી જવાથી લોકોના રોષનો ભોગ સરકાર પરના થાઈ જેથી અચાનક તંત્ર એકસન મોડ પર આવ્યુ હતુ ગુજરાતના અનેક જર્જરીત પુલ પર ભારે વાહનો પર પ્રતીબંધ લગાવી દેવામા આવ્યો હતો. જેમા જુનાગઢ જામનગર હાઈવે પર આવેલો ભાદર નદીના પુલ પર ભારે વાહન પર પ્રતીબંધ લગાવી દેવામા આવ્યો છે.
આ રૂૂટ પર એસ.ટી વિભાગની જુનાગઢ જામનગરની કુલ 90 બસ આવન જાવન કરે છે. જે એક માસમા કરોડો રૂૂપીયા કારણ વગર મુસાફરોના ખિસ્સામાથી સેરવી લેવામા આવી રહ્યા છે. આ જાહેર નામાના ફરમાનથી જુનાગઢ જામનગર રૂૂટ પર પસાર થતી બસો હાલ પૈઢલા પાચપીપળા ભાદરા ગામમા થઈને જામકંડોરણામા આવે છે આ ગ્રમીણ વિસ્તારોમા બસ જવાથી અંદાજે ત્રીસ રૂૂપીયા જેટલુ ભાડુ તથા એકાદ કલાક જેટલો સમય બર્બાદ સાથે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી જામકંડોરણા જાગ્રુત લોકો દ્રારા આ જાહેર નામાનો ફેર બદલ કરવા અંગેની મુખ્યમંત્રી. નાયબ મુખ્યમંત્રી. રાજકોટ જિલ્લા કલેક્ટર. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જુનાગઢ એસ.ટી ડિવિઝન ધોરાજી ડેપો અને મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામા આવી હતી.
આ રજુવાતમા એવુ પણ જણાવ્યુ હતુ કે જુનાગઢ જામનગર રૂૂટ પર એસટી વિભાગ દ્રારા મીની બસો દોડાવવામા આવે ભાદર પુલ ભારે વાહનો પર પ્રતીબંધ હોવાથી મીની બસો થી સહેલાઈ થી પસાર થઈ શકે જામકંડોરણાના ગ્રામીણ વિસ્તારો અનેક ગામડા એક પણ બસ ન જવાથી ગામડામા રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામીણ વિસ્તારોના લોકોને નવી બસો જામકંડોરણા તાલુકાના ગામોને ફાળવવામાં આવે તે અંગેની જાગ્રુત નાગરીક અતુલભાઈ લશ્કરી અને નાજાભાઈ ભરવાડ એ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

