Connect with us

ગુજરાત

ક્ષત્રિય સમાજ સામે ખોટા ગુના દાખલ નહીં કરવા રજૂઆત

Published

on

  • ક્ષત્રિય વકીલ મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું: ક્ષત્રિય સમાજના કાર્યકરો સામેના કેસ સુપ્રીમ કોર્ટ સુધી ફ્રીમાં લડવાની જાહેરાત

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટીપ્પણીનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં તાજેતરમાં જ પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા પુતળા દહન કરનાર ચાર યુવાનો સામે રાજકીય દબાણ હેઠળ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો જેના વિરોધમા આજે ક્ષત્રિય વકીલ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જેના કારણે ક્ષત્રિય સમાજના સ્વમાનને ઠેસ પહોંચી હોય અને લાગણી દૂભાઈ હોય જેની સામે રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્વારા શાંતિ પૂર્વક લોકસાહી ઢબે આંદોલન ચલાવી રહ્યા છે.
અભદ્ર ટીપ્પણી કરનાર લોકસભાના ઉમેદવાર વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. તેમજ અભદ્ર ટિપ્પણી કરનાર ઉમેદવારના પુતળા દહનનાકાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જેમાં થોડા સમય પહેલા રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને બાદમાં અમુક કાર્યકરોએ પરસોતમ રૂપાલાના પુતળાનું દહન કર્યુ હતું.આ બનાવમાં રાજકીય દબાણને વસ થઈને પ્રદ્યુમન નગર પોલીસે ક્ષત્રિય સમાજના કાર્યકરો સામે ગંભીર કલમો હેઠળ ધરપકડ કરી હતી જેનો ભારે વિરોધ થયા બાદ પોલીસે થુકેલુ ચાટીને ગંભીર કલમો રદ કરીને પકડાયેલા કાર્યકરોને પોલીસ સ્ટેશનમાંથી જ મુક્ત કર્યા હતાં.

આ તકે ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ક્ષત્રિય સમાજના કાર્યકરો લોકસાહી ઢબે આંદોલન કરતા હોય તેમની સામે ખોટા ગુના દાખલ નહીં કરવા રજૂઆત કરી હતી. સાથો સાથ ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાની કોશીષ કરી હુલ્લર જેવો માહોલ ઉભો કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. વકીલોએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના કાર્યકરો સામે જો પોલીસ તંત્ર ગુના દાખલ કરશે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશન આવા કાર્યકરોના કેસ ફ્રીમાં લડશે તેમ ઉમેર્યુ હતું.

ગુજરાત

ટાટા-ટેસ્લાએ હાથ મિલાવ્યા: ધાલેરામાં સેમિક્ધડક્ટર બનાવાશે

Published

on

By

  • એલન મસ્કની ભારત મુલાકાત પહેલાં અગત્યની જાહેરાત,ગુજરાતમાંથી ચિપ બનાવી સમગ્ર વિશ્ર્વમાં મોકલશે

એલોન મસ્કની આગેવાની હેઠળના ટેસ્લાએ સેમિક્ધડક્ટર ચિપ્સ માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદા પર હસ્તાક્ષર કર્યા: અહેવાલએલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લાએ તેની વૈશ્વિક કામગીરી માટે સેમિક્ધડક્ટર ચિપ્સ મેળવવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદો કર્યો હોવાનું કહેવાય છે. આ પગલું સ્થાનિક આવક જનરેશન ઉપરાંત ભારતમાં ટેસ્લાના વધતા રસને દર્શાવે છે.

ETએ વિશિષ્ટપણે અહેવાલ આપ્યો હતો કે થોડા મહિનાઓ પહેલાં સમજદારીપૂર્વક અમલમાં મૂકાયેલો કરાર, ભારતમાં તેમની સેમિક્ધડક્ટર મૂલ્ય સાંકળના નિર્ણાયક સેગમેન્ટની સ્થાપના કરવા માંગતા ટોચના-સ્તરના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે ટાટા ઇલેક્ટ્રોનિક્સનું સ્થાન ધરાવે છે.

ટેસ્લા, એક અગ્રણી યુએસ-આધારિત ઇલેક્ટ્રિક વાહન કંપની, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઓટોમોટિવ માર્કેટ, ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. ઇલોન મસ્ક આ મહિને તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. મસ્ક ભારતમાં સંભવિત રોકાણોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેમાં ઊટ ઉત્પાદન સુવિધાઓ માટેની યોજનાઓ સામેલ છે. ટેસ્લા હાલમાં બજાર મૂલ્ય દ્વારા વિશ્વની સૌથી મોટી ઓટોમોટિવ કંપનીનું બિરુદ ધરાવે છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિક્ધડક્ટર એસોસિએશન  ના પ્રમુખ અશોક ચાંડકે નોંધ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને સબસિસ્ટમ્સ માટે સ્થાનિક સપ્લાયર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાના ટેસ્લાના પ્રયાસો તેની સપ્લાય ચેઈનને વૈવિધ્યીકરણ કરવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો કે, તેમણે ઓટોમોટિવ જેવા ઉદ્યોગોને ટેકો આપવા માટે સ્થાનિક સેમિક્ધડક્ટર સોર્સિંગ ઇકોસિસ્ટમમાં સુધારાની જરૂૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, જેને તેમની સપ્લાય ચેઇન્સમાં ઉચ્ચ મૂલ્ય વધારાની જરૂૂર છે.

ટેસ્લા ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે ભારતમાં અંદાજે 2-3 બિલિયનનું રોકાણ કરે તેવી ધારણા છે, જે દેશના પર્સનલ મોબિલિટી માર્કેટમાં ઊટતમાં વધી રહેલા રસને પ્રતિબિંબિત કરે છે.તાજેતરના પોલિસી એડજસ્ટમેન્ટે ઓટોમેકર્સને 35,000 ડોલર થી વધુ કિંમતની ઊટત આયાત કરવા માટે 15% ના ઘટાડેલા આયાત ડ્યુટી દરે સક્ષમ બનાવ્યા છે. જો કે, આ વિશેષાધિકાર ઓટોમેકર્સ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે ત્રણ વર્ષમાં 500 મિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. ટેસ્લા શરૂૂઆતમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોડલ્સને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે, જ્યારે એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિક ઉત્પાદન પર પણ વિચારણા કરશે.
ટાટા ઈલેક્ટ્રોનિકસે તાજેતરના મહિનાઓમાં 50-60 ઉચ્ચ-સ્તરના પ્રવાસીઓની ભરતી કરીને તેના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેનો ઉદ્દેશ સેમિક્ધડક્ટર ટેક્નોલોજી, વ્યૂહાત્મક આયોજન અને તેના વ્યવસાયિક કામગીરીને વધારવા માટે ડિઝાઇનમાં તેમની કુશળતાનો લાભ લેવાનો છે.

કોવિડ-19 રોગચાળાને પગલે, ટેસ્લાએ નિર્ણાયક ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ ભાગો માટે ચીનની બહાર તેના ઘટકોના સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કર્યું છે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં સારી રીતે સંકલિત સપ્લાય ચેઇન બનાવવા માટે વધુ વિસ્તરણની યોજના સાથે હોસુર (તામિલનાડુ), ધોલેરા (ગુજરાત) અને આસામમાં સેમિક્ધડક્ટર ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં તેના બિઝનેસ ઓપરેશન્સમાં 14 બિલિયનનું રોકાણ કર્યું છે.

Continue Reading

ગુજરાત

વિધાનસભા અધ્યક્ષ પ્રચાર ન કરી શકે તેવો કોઇ નિયમ નથી

Published

on

By

બનાસકાંઠા જિલ્લાના ડીસાના સમશેરપુરામાં રવિવારે રબારી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સંમેલનમાં શંકર ચૌધરીએ કોંગ્રેસ દ્વારા તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવાના મામલે મોટું નિવેદન આપ્યું છે.

સમશેરપુરામાં યોજાયેલા રબારી સમાજના સંમેલન શંકર ચૌધરીએ આચારસંહિતાના ભંગની ફરિયાદ પર નિવેદન આપતા કહ્યું કે, હું સંવૈધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય ભાષણ કરતો નથી. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભા અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે. રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવૈધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવા વાળો માણસ છું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આચારસંહિતા ભંગની ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરી બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા દેખાયા હતા, જે બંધારણીય રીતે યોગ્ય નથી.

કોંગ્રેસે શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે તે અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભામાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. સંસદીય પ્રણાલી અને કાર્યરીતિમાં અધ્યક્ષ અંગેના નિયમો છે. જેમાં અધ્યક્ષ કોઈપણ પક્ષ માટે પ્રચાર કે વિરોધમાં કામ ન કરી શકે. શંકર ચૌધરી બંધારણીય પદ પર બેઠેલા છે. આથી તેમણે ભાજપ ઉમેદવારનો પ્રચાર કરીને ચૂંટણી પંચે જાહેર કરેલી આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે.

Continue Reading

ગુજરાત

મેવાસાના વૃદ્ધને અપમાનિત કરવા સબબ સરપંચ સામે ફરિયાદ

Published

on

By

 

ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા જીણાભાઈ હીરાભાઈ પરમાર નામના 62 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધને મેવાસા ગામના સરપંચ પદ પર રહેલા જેઠાભાઈ મારખીભાઈ નંદાણીયાએ પોતાના ઘરે ચા-પાણી પીવા માટે રકાબી અલગ રાખી હોય, તે લઈને ચા પીવાનું કહેતા આ પ્રકારે ભેદભાવ રાખી અને ફરિયાદી ઝીણાભાઈ ચાવડા પ્રત્યે ધિકારપાત્રતા જેવી ભાવનાને પ્રોત્સાહન આપવા બાબત ભાણવડ પોલીસે ઝીણાભાઈની ફરિયાદ પરથી જેઠાભાઈ નંદાણીયા સામે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ હાથ ધરી છે.

મેવાસા ગામના તલાટી મંત્રી પાસે ફરિયાદીએ અનુસૂચિત જાતિના વિકાસ કામો બાબતની માહિતી આર.ટી.આઈ. મારફતે માંગી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

Continue Reading

Trending