Connect with us

અમરેલી

માણેકવાડાની પ્રા.શાળામાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 50 કૃતિ રજૂ કરતા વિદ્યાર્થીઓ

Published

on

બગસરા તાલુકાના માણેકવાડા મુકામે પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયાના પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય ઇલાબેન ધીરુભાઈ માયાણીના પ્રતિનિધિ ધીરુભાઈ માયાણી, બગસરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિ બાબુભાઇ બકરાણીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાગડીયા, શંભુભાઈ મહિડા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર,ગામના સરપંચ શારદાબેન સાવલિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય અસ્વીનભાઇ કોરાટ, મધુભાઈ લોઘણવદરા, કાંતિભાઈ વેકરિયા, તાલુકા વિકાસ અધિકારી શિરોયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાબુભાઇ, મહામંત્રી ખોડભાઇ સાવલિયા, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ અંકિતભાઈ,લીલીયા તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ, લીલીયા યુવા મોરચાના પ્રમુખ આનંદભાઈ, જોરુભાઈ માલા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ-મંત્રી, તાલુકા શૈક્ષણિક સંઘના પ્રમુખ-મંત્રી,શિક્ષક મંડળીના પ્રમુખ-મંત્રી, મીડિયા સેલ ઉપસ્થિત રહી બાલ વૈજ્ઞાનિકોની કૃતિઓ નિહાળી પ્રોત્સાહીત કરેલ.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 5 વિભાગની અંદર 25 કૃત્તિઓ લઈને કુલ 50 બાળવૈજ્ઞાનિકો અને 25 માર્ગદર્શક શિક્ષકો એ ભાગ લીધેલ. કૃતિઓ લઈને આવનાર તમામ સ્પર્ધક બાળ વૈજ્ઞાનિકને બગસરા તાલુકા શિક્ષક શરાફી મંડળી તથા તાલુકા શિક્ષક સંઘ તરફથી શૈક્ષણિક કીટ તેમજ શિક્ષણ વિભાગ બગસરા દ્વારા તમામ સ્પર્ધકોને અને માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્રો એનાયત કરાયેલ. ગુજરાત સરકારના શિક્ષણવિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમલીકરણ કરાયેલ બાલવાટિકા, પ્રજ્ઞા અભિગમ તેમજ નિપુનભારત મિશન અંતર્ગત પ્રચારપ્રસાર માટે આ પ્રદર્શનમાં બી.આર.સી.ભવન દ્વારા સાહિત્યનો સ્ટોલ બનાવી તમામ મહાનુભવોને માહિતગાર કરી પ્રજ્ઞા તથા નિપુણ ભારત મિશનનો પ્રચારપ્રસાર કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં તાલુકાના શિક્ષણ વિભાગના તમામ સ્ટાફ તથા શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવી સફળતા પૂવક કાર્યક્રમ પૂર્ણ કરાયેલ.

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

અમરેલી

સાવરકુંડલામાં ગેસ કનેકશન માટે ખોદાયેલા ખાડાઓથી લોકોને હાલાકી

Published

on

સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન લાગે તે માટે સરકાર દ્વારા કામગીરીઓ પૂરજોશમાં ચાલુ છે પણ શહેરી વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઈન બિછાવવાની કામગીરીઓને કારણે સાવરકુંડલા ના શહેરીજનો વ્યાપક પણે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન પાથરવાની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને ગેસ કનેક્શન માટેની પાઇપ લાઇન લગાવવા માટે ગેસ કંપની દ્વારા જાહેર માર્ગો પર ખાડાઓ કરીને પાઇપ લાઈન યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે પણ કામગીરી ઓમા ક્ષતિઓ રહી જવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ ખોદીને બુરવામાં આવતા ના હોવાથી વાહનચાલકો આવા ખાડામાં ફસાઈ જાય છે ને વાહનો અટવાઈ જાય છે જ્યારે અનેક ફરિયાદો એવી પણ મળી રહી છે કે કંપનીઓ દ્વારા પાઇપ લાઈન પાથરવામાં ખાડાઓ અને લાઈન બુરવાની કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા હોય ને શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે પાલિકા દ્વારા ગેસ કનેકશન કંપની પાસે કરેલા કરાર મુજબની કામગીરી કરે છે કે કેમ તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તપાસ થવી જરૂૂરી છે ને શેહરિજનો ને ગેસની પાઇપ લાઈન ની કામગીરીઓ પૂર્ણ જે વીસ્તરોમાં થઈ ગઈ છે ત્યાં પાઇપ લાઇન બુરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે ઘરે ઘરે ગેસ પાઇપ લાઇન ફિટીગ થાય તે સારી બાબત છે પણ પાઇપ લાઈન ફિટીગ વખતે લાઈન બુરવાની કામગીરીઓ પણ સંગાથે થાય તો અકસ્માતો ની ઘટનાઓ પણ ઘટે ને વાહનચાલકો કે રાહદારીઓને હાલાકી નો સામનો ના કરવો પડે તે અંગે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિ દાખવે તે ઈચ્છનીય છે

Continue Reading

Trending